કોઈપણ વાંક વગર આ મહિલાની કરવામાં આવી ધરપકડ…

માણસ જ્યારે કોઈ અપરાધ કરે છે તો પોલીસ તેને ગિરફ્તાર કરીને જેલમાં બંધ કરી દે છે.જોકે અહી પોલીસે ૧૦૪ વર્ષની એક મહિલાને વગર કોઈ ગુનાહે ધરપકડ કરી છે.હેરાન કરી દેવાવાળી આ વાત બિલકુલ સાચી છે.આપ વિચારી રહ્યા હશો કે જ્યારે આ ઘરડી મહિલાએ કોઈ અપરાધ કર્યો જ નથી તો પોલીસે ભલા તેની ધરપકડ કેમ કરી? આવો જાણીએ.


ઈંગ્લેન્ડના બ્રિસ્ટલમાં સ્ટોક બિશપ કેયર હોમમાં વૃદ્ધોની ઇચ્છાઓને પૂરી કરવાનું બીડું ઝડપ્યું છે. આજ કાલ ત્યાં દરેક વૃદ્ધની ઈચ્છા પૂરી કરવામાં આવે છે. આ મામલે એક અજીબો ગરીબ કિસ્સો ગયા શનીવારે સામે આવ્યો છે. જે તમને સૌને ચૌકાવી દેશે. જી હા મિત્રો, જ્યારે 104 વર્ષની મહિલા એની બ્રોક્રંબ્રોએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે તેને પોલીસ ગિરફ્તાર કરે.


પોલીસ તેને કસ્ટડીમાં રાખે. ત્યારે આ વાત સાંભળી ત્યાં હાજર સૌ કોઈ પહેલા તો એકદમ આશ્ચર્ય ચકિત જ થયા ને પછી એ વૃદ્ધ લેડીની ઈચ્છા આખરે પૂરી કરવામાં આવી હતી. તો ચાલો જોઈએ આ આખો કિસ્સો.


કિસ્સો ઈંગ્લેન્ડનો છે અને મહિલાનું નામ એની બ્રોકનબ્રો છે.૧૦૪ વર્ષની એ ની ઈંગલેન્ડનાં બ્રિસ્ટલનાં સ્ટોક બિશપ કેર હોમમાં રહેતી હતી.એ ની ચાહે છે કે પોલીસ તેનાં હાથોમાં હાથકડી લગાવીને ધરપકડ કરે.એનીનું કહેવુ છે કે એમને જિંદગીમાં એવું કોઈ કામ નથી કર્યુ જે કાનૂનની નજરોમા ખોટું હોય એટલે હવે એમની ઈચ્છા છે કે પોલીસ તેમને ગિરફ્તાર કરે.


વાત કંઈક એ મ છે કે,બ્રિસ્ટલનાં અમુક કેર હોમમાં આજકલા એ ક અભિયાન ચલાવાઈ રહ્યુ છે.જેની અંદર ઘરડાઓની ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.વિશિંગ વોશિંગ લાઈન અભિયાન હેઠળ કેર હોમમાં રહેનારા વૃધ્ધોને એક ફોર્મ ભરવાનું કહેવામાં આવ્યુ.તેમાં તેમને પોતાની ઈચ્છા વિશે લખવાનું હતુ. એનીએ ફોર્મમાં ધરપકડ થવાની ઈચ્છા વ્યક્ત કરી.


એ નીનાં આ સપનાને પૂરુ કરવા માટે કેર હોમની તરફથી પોલીસનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો.ત્યાં પોલીસે પોતામા સિનિયર અધિકારીઓ સાથે વાત કરી અને હવે નિર્ણય કરવામાં આવ્યો કે થોડા જ દિવસોની અંદર એનીની ધરપકડ કરવામાં આવશે.

જણાવી દઈએ કે હાલમાં જ પોલીસે કેર હોમ પહોંચીને એનીની ધરપકડ કરી છે.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

ફક્ત 2 સેકન્ડ કાઢી આપ સૌ ને ઉપરનો લેખ કેવો લાગ્યો એનું રેંટિંગ કોમેન્ટમાં નીચે મુજબ અચૂક આપજો !

1. બહુ જ સરસ લેખ હતો = 10

2. બહુ ના મજા આવી = 8

3. ઠીક હતો = 5

4. બોગસ = 2

તમારી કોમેન્ટ્સથી અમને વધુ સારા લેખો લાવવા જરૂરી માહિતી મળી રહેશે !

– તમારો જેંતીલાલ