આ 8 ફાલતું વસ્તુઓ તમારી લાઇફમાં બહુ જરૂરી છે, વાંચો તેનું મહત્વ અને કઈ વસ્તુઓ સામેલ છે આ લીસ્ટમાં…

નાના બાળકો જ્યારે કોઈ વસ્તુ જુએ છે, તો તેની સાથે જોડાયેલા 10 સવાલો કરે છે અને આપણી પાસે તેના કોઈ જવાબ હોતા નથી. તમને હંમેશા એવુ લાગતું હશે કે, તેઓ ફાલતૂ સવાલ કરે છે, પરંતુ તેમના સવાલોને ફાલતુ ન સમજો. જિજ્ઞાસાથી પૂછાયેલા તેમના સવાલોમાં તથ્ય જરૂર હોય છે. આપણે વિચાર એ કરવાનો કે, એનો જવાબ આપણને નથી ખબર એટલે આપણું નોલેજ પણ એ બાબતે ઝીરો છે. તો આજે અમે તમને એવી વસ્તુઓ વિશે બતાવીશું, જે તમે બાળપણથી જોઈ હશે. આ વસ્તુઓ તમને ફાલતૂ લાગતી હશે, પણ હકીકતમાં તે ફાલતૂ નહિ, પણ બહુ કામની ચીજો છે.

હેડફોન જેક

Amazon.com: 3 Pack Headset Audio Jack Extender, 3.5mm Headphone ...
image source

આજકાલ દરેક વ્યક્તિ પાસે હેડફોન હોય છે, પણ શું તમે હેડફોનના જેક ધ્યાનથી જોયા છે. જ્યારે પણ હેડફોનનો ઉપયોગ કરો છો, તો તમારું ધ્યાન ત્રણ રિંગ પર જરૂર ગયું હશે. તો આજે જાણી લો ત્રણ રિંગમાંથી સૌથી ઉપરની રિંગ માઈક કે ગ્રાઉન્ડ ઓડિયો, વચ્ચેવાળી રિંગ રાઈટ ઓડિયો અને નીચેવાળી રિંગ લેફ્ટ ઓડિયો માટે હોય છે.

આઈફોનના કેમેરા પાસે કાણું

Why Honor's Screen is the Hole-y Grail in The Quest to Ditch the Notch
image source

આઈફોનના કેમેરા પાસે જે કાણું હોય છે, હકીકતમાં તે એક માઈક્રોફોન હોય છે. જ્યારે આપણે વીડિયો રેકોર્ડિંગ કરીએ છીએ, ત્યારે અવાજ સ્પષ્ટ રીતે આવે છે, તેથી તે કાણું આપવામાં આવ્યુ છે.

તાળાની નીચેનું નાનકડું કાણું

brown, gray, padlock, door, lock, key hole, macro, close-up, hdr ...
image source

આ નાનું કારણું વરસાદના દિવસોમાં બહુ જ ઉપયોગી હોય છે. જ્યારે પણ તાળામાં પાણી જાય છે, તો તે આ કાણાં દ્વારા બહાર આવી જાય છે. આ કાણાંમાંથી તમે તાળામા તેલ પણ નાખી શકો છો. તેથી તેને બેકાર ન સમજતા.

JIMMY JACKSON Stretchable Women Dark Blue Jeans Pants, Packaging ...
image source

જિન્સના ખિસ્સામાં લાગેલા નાના બટન
જ્યારે પણ આ બટનને જોઈએ છીએ, તો એવું લાગે છે કે આ તો માત્ર શો માટે લગાવવામાં આવ્યા છે. પરંત આ બટનથી ખિસ્સાંને મજબૂતી મળે છે.

વાસણના હેન્ડલમાં કાણું

image source

આ કાણું એટલા માટે હોય છે કે, તમે તેમાં ચમચી ફસાવીને રાખી શકો. તમે ઘણીવાર તમે જલ્દીજલ્દીમાં ચમચી અહીં તહી રાખી દો છો, અને બાદમાં ટેન્શનમાં આવીને શોધવા લાગો છો. તેથી આ કાણું બહુ જ કામની ચીજ છે.

ચાર્જરમાં સિલેન્ડર

image source

જ્યારે પણ તમે લેપટોપ કે મોબાઈલ ફોન ચાર્જિંગ કરો છો, તો આ સિલેન્ડર પર તમારી નજર જરૂર ગઈ હશે. પણ તમે તેને ફાલતૂ ન સમજતા. તે લેપટોપને ઈલેક્ટ્રોમેગ્નેટિક નોઈઝછી બચાવે છે.

કારની છત પર ફિન

મારુતિની બમ્પર ઑફર, અલ્ટોની ...
image source

આ કેસની જેમ હોય છે જેને gps ઢાંકવા માટે લગાવવામાં આવે છે. તેને ખાસ ફિચરથી બનાવવામાં આવ્યુ છે.

ટ્યુબના ઢાંકણમાં નોક

આ 8 ફાલતું વસ્તુઓ તમારી લાઇફમાં બહુ ...
image source

ટ્યુબના ઢાંકણમાં જોવા મળતું નોક બેકાર નથી હોતું, પરંતુ તેની મદદથી ટ્યુબને આસાનીથી ખોલી શકાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ આવી અનેક ઉપયોગી અને જાણવા જેવી રસપ્રદ વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ