આજથી કાળઝાળ ગરમીની થઈ રહી છે શરૂઆત – ભારતના આ રાજ્યોને રહેશે હીટવેવનું જોખમ

આજથી ગરમ લૂ માટેનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હવે આકાશમાં તડકા સ્વરૂપે આગ વરસશે કારણે કે સમોવારથી કાળઝાળ ગરમી વરસાવતી લૂની થઈ રહી છે શરૂઆત. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હવે બાળી નાખતી ગરમીનો સામનો ભારતના કેટલાક રાજ્યોએ કરવો પડશે. તો વળી ઉત્તર ભારતના રાજ્યોને પણ વધતી ગરમીનો સામનો કરવો પડશે.
આ રાજ્યોમાં લૂનું જોખમ રહેશે

દિલ્લી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ તેલંગાણામાં સૌથી વધારે ભીષણ લૂ વર્તાશે. આ રાજ્યોમાં તાપમાનમાં એક ધારો વધારો જોવા મળશે. આ રાજ્યોને રેડ વોર્નિંગ આપવામાં આવી છે. પૂર્વ ઉત્તર પ્રદેશ માટે ઓરેન્જ વોર્નિક જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈ કે મોસમ વિભાગએ ગંભીરતાના આધારે રંગો પ્રમાણે કેટલાક વિસ્તારોને વર્ગીકૃત કર્યા છે. એટલે કે સૌથી ઓછું જોખમ ગ્રીન અને સૌથી વધારે જોખમ રેડ વિસ્તારોમાં છે. પંજાબ, હરિયાણા, વિદર્ભ, છત્તીસગઢ, ગુજરાત, ઓડિશા, આંદ્ર પ્રદેશના તટિય વિસ્તારો, ઉત્તર કર્ણાટકને પણ આવનારા 3-4 દિવસ બાળી નાખતી લૂનો સાનનો કરવો પડશે. આ ક્ષેત્રોમાં 45-47 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે.

દિલ્લીમાં ઠંડી પણ ખૂબ પડે છે અને ગરમી પણ અસહ્ય પડે છે. ઠંડીની સિઝનમાં દિલ્લીમાં પારો 5-6 ડિગ્રી સુધી પહોંચી જાય છે તો મે મહિનામાં દિલ્લીનું તાપમાન 46 ડિગ્રીએ પણ પહોંચી જાય છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવારે દિલ્લીમાં 20-30 કિલોમીટરની ઝડપે ગરમ પવન ચાલશે. તમને જણાવી દઈ કે
ગયા શનિવારે દિલ્લીનું તાપમાન 46.2 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. જે આ સિઝનનું સૌથી વધારે તાપમાન હતું. અને આવનારી 29 મે સુધી દિલ્લીનું તાપમાન આવું જ ગરમ રહેશે.

તો વળી મધ્ય પ્રદેશની વાત કરીએ તો ત્યાંના પણ ઘણા બધા વિસ્તારોમાં તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. મધ્ય પ્રદેશના ભોપાલમાં 44 ડિગ્રી તાપમાન છે. તો વળી મધ્ય પ્રદેશના 10થી વધારે જિલ્લાઓમાં વધારે ગરમ પવન ચાલશે.
સૂર્યના રોહિણી નક્ષત્રમાં પ્રવેશતાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થાય છે

હિન્દુ માન્યતા પ્રમાણે સૂર્યના રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરતાં જ નૌતપા એટલે કે કાળઝાળ ગરમીની શરૂઆત થાય છે. આ દરમિયાન સૂર્યની લંબવત કીરણો પૃથ્વી પર પડે છે, પણ આ વખતે શુક્ર તારો અસ્ત થવાના કારણે દેશમાં કેટલાએ વિસ્તારોમાં, વરસાદ, વાવાઝોડા થઈ શકે છે. સૂર્ય રોહિણી નક્ષત્રમાં 15 દિવસો માટે આવે છે. અને આ દિવસોના પહેલા નવ દિવસ સૌથી વધારે ગરમીવાળા દિવસો હોય છે જેને નોતપા કહેવાય છે. જો આ નવ દિવસો દરમિયાન વરસાદ ન થાય અને ન તો ઠંડો પવન ઉડે તો માનવામાં આવે છે કે વરસાદ સારો થાય છે. એટલે કે નવતપામાં જેટલી ગરમી વધારે પડે છે તેટલો જ સારો વરસાદ પડે છે, પણ આ વખતે 31મી મેના રોજ શુક્ર તારો અસ્ત થઈ રહ્યો છે. શુક્ર ગ્રહ રસ પ્રદાન કરનારો હોય છે માટે આ વખતે નવતપામાં વરસાદ, વંટોળ તેમજ વાવાઝોડા આવી શકે છે. આ અસર નવતપાના છેલ્લા બે દિવસોમાં વધારે જોવા મળે છે.

હીટવેવ દરમિયાન પોતાના સ્વાસ્થ્યની સંભાળ માટે તમારે ખૂપ પાણી પીવું જોઈએ. શરીરને જરા પણ પાણીની ખોટ પડવા દેવી જોઈએ નહીં. ગરમીથી બચવા માટે તમારે દહીં તેમજ દૂધનો ઉપયોગ વધારે કરી દેવો જોઈએ. સાથેસાથે તમે નાળિયેર પાણી તેમજ શરીરને ઠંડક આપતી બીજી વસ્તુઓ તેમજ પીણા પણ લઈ શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ