બ્રાહ્મણોમાં જનોઈ ધારણ કરવાનું મહત્ત્વ, મહિમા અને વૈજ્ઞાનિક કારણો

હિન્દુ ધર્મમાં બ્રાહ્મણ જ્ઞાતિના પુરુષોમાં જનોઈ પહેરવાની પરંપરા છે જે ધીમે ધીમે ઓછી થતી જઈ રહી છે. અને યુવાનોમાંનો એક વર્ગ તેને પોતાની મોડર્ન જીવનશૈલીને અનુરુપ નથી માનતા. જો કે જનોઈ ધારણ કરનાર પુરુષે કેટલાક સખત નિયમોનું પાલન કરવું પડે છે. બની શકે કે તેનાથી બચવા માટે આજના યુવાનો જનોઈ ધારણ કરવાનું ટાળે છે.
સામાન્ય રીતે બાર વર્ષથી નાના બાળકોને જનોઈ આપવામાં આવે છે. બ્રાહ્મણોમાં જનોઈનું એક આગવું મહત્ત્વ છે. પરિવારમાં જ્યારે ક્યારેય પણ બાળકને જનોઈ આપવામાં આવે છે ત્યારે ઘરમાં લગ્ન જેવો માહોલ હોય છે. આ કોઈ નાનોસુનો પ્રસંગ નથી હોતો પણ તેનું મહત્ત્વ પણ લગ્ન જેટલું જ હોય છે.
શા માટે જનોઈ ધારણ કરવામાં આવે છે

જનોઈ પહેરવાનું હિન્દુ ધર્મ પ્રમાણે ધાર્મિક મહત્ત્વ અને લાભો તો છે જ પણ વૈજ્ઞાનિક રીતે પણ જનોઈ મનુષ્ય માટે લાભપ્રદ છે. એક જાણકારી પ્રમાણે જનોઈ ધારણ કરવાથી હૃદયરોગ થવાની શક્યતા ઘટી જાય છે.
નિત્યક્રમ કરતી વખતે જનોઈને જમણા કાન પર ચડાવવામાં આવે છે. આમ કરવાથી શુક્રની રક્ષા થાય છે. આ ઉપરાંત જો પુરુષને દુઃસ્વહ્ન આવતા હોય ખરાબ વિચારો આવતા હોય, નાકરાત્મક વિચારો આવતા હોય તો તેમણે સુતી વખતે જનોઈને કાન પર ચડાવી દેવી જેઈએ. આમ કરવાથી તેમને ખરાબ સ્વપ્નો નથી આવતા.

આગળથી પીઠ તરફ જતી કુદરતી રેખા જમણા કભાથી કમરની તરફ જાય છે. આ રેખા શરીરમાં ઉર્જાના પ્રવાહ સમાન હોય છે. જનોઈ પહેરવાથી તમારા શરીરની ઉર્જા અંકુશમાં આવે છે અને તમે તમારા મનમાં રહેલા કામ અને ક્રોધને કાબુમાં રાખી શકો છો. જનોઈધારીએ અસંખ્ય નિયમોનું પાલન કરવાનું હોય છે
જનોઈ ધારકે ગાયત્રી મંત્રના જાપ નિયમિત રીતે કવરાના હોય છે. તેમ કરીને તે પોતાન સુર્યને મજબુત બનાવે છે. જનોઈ અતિપવિત્ર ગણાય છે. જનોઈધારીએ નૈતિક મુલ્યોનું પાલન કરવું જોઈએ, તે પોતે તો ખોટું નથી જ કરી શકતા પણ તેમની હાજરીમાં પણ કોઈને કંઈ ખોટું કરવા ન દેવું જોઈએ.

આવી વ્યક્તિએ પોતાના જીવનમાં પ્રામાણિકતા, મહેનત, ઉત્સાહ, દયા, કરુણા, વિકાસ ધગશ, નિતિમતા વિગેરે તત્ત્વોને જીવનવમાં ઉતારવાના હોય છે. જનોઈધારી એકવાર જનોઈ પહેર્યા બાદ ક્યારેય પોતાની જનોઈ ઉતારી નથી શકતો. આ સિવાય જો જનોઈ મેલી થઈ જાય તો તેને તરત જ બદલી લેવી જોઈએ.
જન્મ મરણ વખતે જે સુતક લાગે છે તે વખતે પણ જનોઈ બદલીને નવી પહેરવાની પરંપરા છે. માત્ર બ્રાહ્મણ જ નહીં પણ હીન્દુ ધર્મનો દરેક પુરુષ જનોઈ ધારણ કરી શકે છે પણ કઠોર નિયમ પાલનને આધિન રહીને હિન્દુ ધર્મમાં દરેક વ્યક્તિ જનોઈ ધારણ કરી શકે છે. પણ તેમા ઉપર જણાવેલા બધા જ નિયમોનું પાલન કરવું આવશ્યક છે.

હિન્દુ ધર્મમાં માત્ર પુરુષો જ નહીં પણ કન્યાઓ પણ જનોઈ ધારણ કરી શકે છે. જો કે કન્યાએ આજીવન કુંવારા રહેવાનું એટલે કે બ્રહ્મચર્ય પાળવાનું વચન આપવું પડે છે.
કેવા પ્રકારની જનોઈ પહેરવામાં આવે છે
જનોઈ બે પ્રકારની હોય છે ત્રણ દોરાવાળી અને છ દોરાવાળી. ત્રણ દોરાવાળી જનોઈ બ્રહ્મચારી પહેરે છે. જ્યારે સંસારી પુરુષ છ દોરાવાળી જનોઈ પહેરે છે. તેમાંના ત્રણ દોરા તેના પોતાના માટે અને બાકીના ત્રણ દોરા તેની પત્ની માટેના હોય છે.
જનોઈનું વેદોમાં મહત્ત્વ

વેદોમાં જનોઈની વિધિને અતિ પવિત્ર ગણવામાં આવી છે. તેને ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે. ઉપનયનનો અર્થ થાય નજીક અથવા નિકટ લઈ જવું. કોની નજીક લઈ જવું? તો ઇશ્વરની નજીક લઈ જવું. હિન્દુ ધર્મમાં 24 સંસ્કારોનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. જેમાનો એક છે ઉપનયન સંસ્કાર અને આ જ સંસ્કાર હેઠળ જનોઈની વિધી કરવામાં આવે છે.

જનોઈના ત્રણ સૂત્રોનું મહત્ત્વ
જનોઈમાં મોટે ભાગે ત્રણ દોરાનો ઉપોયગ કરવામાં આવે છે જે ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતિક હોય છે. આ ઉપરાંત આ જ ત્રણ દોરાને દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણના પ્રતિક પણ ગણવામાં આવે છે. આ સિવાય તેને સત્વ, રજ અને તમના પ્રતિક ગણવામાં આવ્યા છે, ચોથી દ્રષ્ટિએ તેને ગાયત્રી મંત્રના ત્રણ ચરણોના પ્રતીક માનવામાં આવે છે. અને પાંચમા જીવનના ત્રણ આશ્રમો, જેમાં સંન્યાસ આશ્રમમાં જનોઈને ઉતારી દેવામાં આવે છે.
જનોઈ ક્યારે ધારણ કરવામાં આવે છે

સ્ત્રી જે દિવસે ગર્ભ ધારણ કરે છે તેના આઠમાં વર્ષે બાળકને જનોઈ પહેરાવવી જોઈએ. પુરાણ કાળમાં જનોઈ પહેર્યા બાદ જ બાળકને વિદ્યા આપવાની શરૂઆત કરવામાં આવતી હતી. આજે લોકો જનોઈને એટલુ મહત્ત્વ નથી આપતાં માટે જનોઈ માટે કોઈ નિયમને પણ ખાસ કરીને અનુસરવામાં નથી આવતા. ઘણી જગ્યાએ તો લગ્ન અગાઉ જનોઈ પહેરાવવામાં આવે છે. જો કે તેનું કંઈ ખાસ મહત્ત્વ નથી રહેતું.
જનોઈનું વૈજ્ઞાનિક મહત્ત્વ
એક જાણકારી પ્રમાણે જનોઈ હૃદયની નજીકથી પસાર થતી હોવાથી હૃદય રોગ થવાની સંભાવના ઘટી જાય છે. કારણ કે તેનાથી હૃદયનો રક્ત સંચાર નિયમિત બને છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જનોઈ શરીરને ઘણા બધા લાભ પહોંચાડે છે. તે શરીરના આરોગ્યને સ્વસ્થ રાખે છે માટે તેને હંમેશા પહેરેલી રાખવી જોઈએ.
જનોઈ ધારણ કરનાર વ્યક્તિ કેટલાક ધાર્મિક નિયમોથી બંધાયેલો હોય છે. તે મળ વિસર્જન બાદ પોતાની જનોઈ ઉતારી નથી શકતો. તેણે સૌ પ્રથમ પોતાની જાતને સ્વચ્છ કરવી પડે છે. આમ તે પોતાની જાતને સ્વચ્છ કર્યા બાદ જ પોતાના કાન પરથી જનોઈ ઉતારી શકે છે. ધાર્મિક નિયમનો આ આગ્રહ જનોઈ ધારીને સ્વચ્છ રહેવાની ફરજ પાડે છે અને તેમ થવાથી તે ઘણા બધા રોગોથી દૂર રહે છે.

મળ-મૂત્ર વિસર્જન વખતે જનોઈને કાન પર બેવાર લપેટવી પડે છે. તેનાથી કાન પાછળની બે નસો કે જેનો સીધો જ સંબંધ આંતરડા સાથે છે તે દબાવાથી આંતરડા ખુલી જાય છે. આમ થવાથી મળનો ત્યાગ સરળતાથી થઈ શકે છે. અને આમ થવાથી પેટના ઘણા બધા રોગોથી છુટકારો મળે છે.
દાક્તરી વિજ્ઞાન પ્રમાણે જમણા કાનની નસો અંડકોષ અને ગુપ્તેન્દ્રીઓ સાથે જોડાયટેલી હોય છે. મૂત્ર વિસર્જન વખતે જમણા કાન પર જનોઈ લપેટવાથી શુક્રાણુઓ સુરક્ષિત રહે છે. આમ જનોઈ પહેરવાનું જો ધાર્મિક કારણ તમને અનુકુળ ન આવતું હોય તો આ વૈજ્ઞાનિક કારણો માનીને પણ તમે જનોઈ ધારણ કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ