આજથી જ આ પ્રમાણે ઘરે વાર પ્રમાણે બનાવો દાળ, નહિં ખૂટે ક્યારેય ઘરમાં પૈસા

જાણો કયા દિવસે કઈ દાળ ખાવી જોઈએ, જેથી હંમેશા આપને સ્વાસ્થ્ય, બુદ્ધિ અને ધનલાભ રહે…

image source

દાળ કોઈપણ હોય, દરેક દાળ અને કઠોળ આપણાં સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે. તેમાંય જો શાકાહારી વ્યક્તિ હોય તેમના માટે પ્રોટીનની માત્રા પૂરતા પ્રમાણમાં મેળવવા માટે દાળ જ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. તેમાંથી સૌથી વધુ માત્રામાં શરીરને જોઈતું પ્રોટીન, કેલ્શિયમ અને અન્ય જરૂરી વિટામિન અને મિનરલ્સ મળી રહે છે. પરંતુ જો તમે દરરોજ તમારા ભોજનમાં તેને લેવાનું રાખો તો તે તમારા માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે. આનાથી તમારા સ્વાસ્થ્ય પર સારી અસર થશે, એટલું જ નહીં પરંતુ દાળ સંબંધિત કેટલીક કાળજી રાખશો તો તે તમારી બૌદ્ધિક ક્ષમતા અને ધનલાભ વિશેની બાબતો પર પણ સારી અસર કરશે..

તમે જો તમારી ખાણીપીણીનું ધ્યાન દિવસના હિસાબે અને વારને અનુસરીને કરશો તો ખૂબ લાભદાયી થશે. આવો જાણીએ, કયા વારે કઈ દાળ ખાવી જોઈએ. જેથી તમારા જીવનમાં સુખ, સંમૃદ્ધિ અને ધનલાભ થાય.

રવિવાર

image source

રવિવારે સૌ કોઈ પોતાના ઘરમાં ખૂબ આરામથી જમવાનું બનાવવા ઇચ્છે છે અને નિરાંતે જમવા બેસે છે. લોકો રવિવારે ફિસ્ટ બનાવીને એ બધું જ જમવા ઇચ્છે છે, જે તે આખું અઠવાડિયું નથી ખાઈ શકતાં. પરંતુ એક રવિવારે તમે એક વાતને ધ્યાનમાં જરૂર લઈ શકો કે બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ રવિવારે દાળ, આદુ અને લાલ રંગના શાક ન ખાવા જોઈએ. રવિવારે ચણાની દાળ અને મગની દાળ ખાવી શુભ માનવામાં આવે છે.

સોમવાર

image source

એક માન્યતા મુજબ સોમવારે અડદની દાળ અથવા તો તૂરની દાળ ખાવી જોઈએ. જે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. અને ભાગ્ય વર્ધક પણ છે.

મંગળવાર

image source

જો તમે તમારા મંગળવારને શુભ અને મંગળમય બનાવવા ઇચ્છો છો તો તમે મંગળવારે મસૂરની દાળ ભોજનમાં લેવાનું ન ભૂલશો. તેને આ દિવસે લેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

બુધવાર

image source

બુધવારે ભારતીય સંસ્કૃતિમાં માનનારા તમામ પરિવારોમાં મગ કે મગની દાળ બનતી હોય છે. બુધવારે બુધ સાથે સંબંધિત મૂંગી દાળનું સેવન કરવું બહુ શુભ માનવામાં આવે છે, ખાસ કરીને છાલવાળી મગની દાળ આરોગ્ય, બુદ્ધિ અને ધનલાભની દ્રષ્ટિએ અતિ સુખદ છે.

ગુરુવાર

image source

ગુરુવારે અનેક લોકો ચણાની દાળ બનાવવાનું પસંદ કરે છે. તેની પાછળનું એક કારણ એ છે કે ગુરુવારે ચણાની દાળ અથવા તેમાં દુધી કે કોબી કે અન્ય શાક નાખીને બનાવવાથી અને તેને ભોજનમાં ખાવાથી ગુરુના શુભ ફળમાં વધારો થાય છે એવી માન્યતા છે.

શુક્રવાર

image source

એવું માનવામાં આવે છે કે શુક્રવારે મગ અને કળથીની દાળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. એક માન્યતા મુજબ શુક્રવારે ચણાની દાળનું સેવન કરવાથી જેમને ગુરુ ગ્રહ બળવાન કરવો હોય તેમને માટે સારું માનવામાં આવતું નથી. તેથી શુક્રવારે ચણાની દાળ ન ખાવી જોઈએ. હા, કાળા ચણા કે છોલે જરૂર ખાઈ શકાય છે.

શનિવાર

image source

હનુમાનજી અને શનિ મહારાજના આધિપતિ વારને દિને ભારતીય દરેક ઘરમાં એક દાળ એવી છે જે જરૂર બને છે. અને તે છે, કાળી અડદની દાળ. આ સિવાય શનિવારે સુકા વટાણા અને તૂવેરની દાળ ખાવાથી ફાયદો થાય છે.

અઠવાડિયાનું આખું ટાઈમ ટેબલ બનાવી લો…

દરેક વાર મુજબ ભોજનમાં તમે કયા દિવસે કઈ દાળ ખાવી જોઈએ એનું લિસ્ટ બનાવી લો અને તે મુજબ આખા અઠવાડિયાનું ટાઈમ ટેબલ બનાવી લેવું જોઈએ. આ મુજબ ભોજન કરવાથી તમને બૌધિક અને આર્થિક લાભ જરૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ