જલદી વાંચી લો તમારી રાશિ માટે આજનો દિવસ કેટલો સારો અન કેટલો ખરાબ રહેશે…

૧૬ નવેમ્બર, ૨૦૧૯ ના રોજ સૂર્યનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થવા જઈ રહ્યો છે, આની અસર ૧૨ રાશિઓ પર કેવી જોવા મળશે તે જાણીશું.

સૂર્યદેવ પોતાની નીચ સંજ્ઞાક રાશિ તુલામાં ભ્રમણ કરી રહ્યા પછી ૧૬ નવેમ્બરની રાત્રે ૧૨ વાગીને ૪૮ મિનિટ ના સમયે પોતાની મિત્ર મંગળની રાશિ વૃશિકમાં પ્રવેશ કરી રહ્યા છે. જ્યાં તેઓ ૧૬ ડિસેમ્બરની બપોરના ૩ વાગીને ૨૫ મિનિટ સુધી વિરાજશે. ત્યાર પછી ગુરુની રાશિ ધનુમાં પ્રવેશ કરશે. વૃશ્ચિક રાશિમાં પ્રવેશના પરિણામ સ્વરૂપ સૂર્યની નીચ રાશિની સંજ્ઞા સમાપ્ત થઈ જશે જેના ફળ સ્વરૂપ એમના પ્રભાવમાં પણ ભારે પરિવર્તન જોવા મળશે.

image source

સિંહ રાશિનો સ્વામી સૂર્ય જ્યારે જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે તે પરિવર્તન કાળને સૂર્યસંક્રાતિ કહે છે. આ માર્ગશીર્ષ સંક્રાતિનો પુણ્ય કાળ ૧૭ નવેમ્બરની સવારે ૭વાગીને ૧૨ મિનિટ સુધી રહેશે. આ રાશિ પરિવર્તન અને ગોચર થતા જન્મકુંડળીના અન્ય ગ્રહોથી બનતા યોગોની વ્યક્તિઓ પર અલગ અલગ અસર જોવા મળે છે. જો સૂર્યનું ગોચર આપના માટે શુભ છે તો અતિ ઉત્તમ રહેશે, પણ જો અશુભ છે તો કષ્ટદાયક રહેશે. આથી બધી જ ૧૨ રાશિઓ પર વૃશ્ચિક રાશિ પર સૂર્યના ગોચરનો કેવો પ્રભાવ પડશે તેનું જ્યોતિષ વિશ્લેષણ જાણીશુ.

મેષ રાશિ:

રાશિના આઠમા ભાવમાં સૂર્યનું ગોચર કેટલીક સંતાન સંબંધી ચિંતાઓથી માનસિક તાણ રહેશે. પરંતુ આપના પ્રભાવમાં વૃદ્ધિ કરશે અને યશ પ્રાપ્ત થશે. આ સમયના મધ્યમાં અગ્નિ, વિષ કે દવાઓના રીએક્શનથી બચવું. અકારણ ઝગડા અને વિવાદથી દૂર રહેવું, કટુ ભાષાના પ્રયોગથી બચવું. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

વૃષભ રાશિ:

વૃષભ રાશિના સપ્તમ ભાવમાં સૂર્યનું ગોચર દામ્પત્યજીવન માટે થોડું અશુભ માનવામાં આવે છે. આથી સાસરી પક્ષ સાથે સંબંધ બનાવી રાખવો, પતિ-પત્ની વચ્ચે થતા વૈચારિક મતભેદને ગ્રહયોગ સમજીને ભૂલી જવુ. વ્યાપારિક વર્ગ માટે પણ કઠણ પરીક્ષા લેશે, માનસિક કષ્ટ હોવા છતાં મકાન કે વાહનના ખીરીદીનો યોગ બને છે.

મિથુન રાશિ:

આપના શત્રુ ભાવમાં સૂર્યનો પ્રવેશ વરદાન જેવો છે. પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, કોર્ટ કચેરીની બાબતોમાં નિર્ણય તમારી તરફ થવાના યોગ બની રહ્યા છે. શત્રુ પરાસ્ત થશે પણ આ સમયના મધ્યમાં ઋણની લેવડ દેવડથી બચવું. વિદેશી વ્યક્તિ કે કંપનિથી લાભ થશે, સત્તાપક્ષનો સાથ મળશે. ઉચ્ચ અધિકારીઓથી સંબંધ બનાવી રાખવા.

કર્ક રાશિ:

રાશિના પાંચમા ભાવમાં સૂર્યદેવ કોઈ શિક્ષણ પ્રયીયોગીતામાં સફળતા અપાવશે. સંતાનના દાયિત્વને પૂર્ણ કરી શકશો. પ્રાદુર્ભાવનો પણ યોગ બની રહ્યો છે. વિદ્યાર્થી વર્ગે સારા માર્ક્સ માટે ખૂબ મહેનત કરવી પડશે. પ્રેમ સંબંધમાં નિરાશાનો યોગ છે માટે તેમાં સમય નષ્ટ કરવો નહીં. કોઈ કાર્ય યોજનાને મૂર્ત સ્વરૂપ આપી શકશો.

સિંહ રાશિ:

સિંહ રાશિના ચતુર્થ ભાવમાં સૂર્યનું જવુ ભળતું ફળ આપશે. મકાન અને વાહનની ખરીદીનો યોગ બની રહ્યો છે પણ માતાપિતાના સ્વાસ્થ્યની ચિંતા વધી શકે છે તેમજ પોતે પણ કોઈ માનસિક પીડાથી હેરાન થઈ શકો છો. જો આ સમયમાં યાત્રા કરશો તો આપના સામાનની ચોરી થતા બચાવવી. ઉચ્ચ અધિકારીઓ અને શાસન સત્તાનો સદુપયોગ કરવો.

કન્યા રાશિ:

રાશિના પરાક્રમ ભાવમાં સૂર્ય આપને સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ કરાવશે. પોતાની ઉર્જા શક્તિનો ભરપૂર ઉપયોગ કરશો તો જરૂર સફળતા મળશે. પરિવારના વડીલો અને મોટા ભાઈ બેનો સાથે મતભેદ થવા દેશો નહિ. પોતાની જિદ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. ઉપરાંત નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે.

તુલા રાશિ:

તુલા રાશિના ધનભાવમાં સૂર્યનું જવું આંખની બીમારી અને માનસિક પીડાની સાથે સાથે પતિવારીક ઝગડાનો પણ યોગ બની રહ્યો છે. આકસ્મિક ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. આવકની દ્રષ્ટિએ આ સમય ખૂબ સારો છે. સંતાન સંબંધી ચિંતામાંથી મુક્તિ મળશે. પ્રેમ વિવાહનો યોગ બની રહ્યો છે પ્રયત્ન કરી શકો છો.

વૃશ્ચિક રાશિ:

વૃશ્ચિક રાશિમાં સૂર્યદેવનું આવવું એક વરદાન જેવું છે. આ દરમિયાન આપને શારીરિક પીડાનો સામનો કરવો પડી શકે છે પણ શરીરમાં કેલ્શિયમની પૂરતી થશે. રોજગારની દિશામાં કરેલ પ્રયત્ન સફળ થશે. નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે. અચળ સંપત્તિમાં કરેલ રોકાણ ખૂબ ફાયદકારક સાબિત થશે.

ધનુ રાશિ:

ધનુ રાશિના બારમા ભાવમાં સૂર્યનું હોવું એ કાર્યમાં બાધા ઉતપન્ન કરી શકે છે. ખર્ચ વધી શકે છે, વિદેશની યાત્રા કરશો. વિદેશી મિત્રો કે સંબંધીઓથી સહયોગ મળશે. જો વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા હોયતો નોકરી મળવાની શકયતા બની રહી છે. વધારે પડતા વ્યયથી બચવું નહીતો આર્થિક સંકટનો સામનો કરવો પડશે. આંખની બીમારીથી બચવું.

મકર રાશિ:

રાશિના લાભ ભાવમાં સૂર્યનું ગોચર બધા અનિષ્ટોનું શમન કરશે. આવકના સાધન વધશે અને વ્યાપારમાં પણ પ્રગતિ જોવા મળશે. આપ વિદ્યાર્થી છો તો શિક્ષણ સ્પર્ધામાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. એટલે ભણવામાં વધુ ધ્યાન આપવું. નવી સર્વિસ માટે આવેદન કરવું કે નવા અનુ બંધ પર સહી કરવી તે નિર્ણય પણ ખૂબ સારો રહેશે.

કુંભ રાશિ:

કુંભ રાશિના દશમ ભાવમાં સૂર્યનું ગોચર શાસન સત્તાનું સુખ પ્રદાન કરશે. નોકરીમાં પ્રમોશનનો યોગ પણ બની રહ્યો છે. આ સમયગાળામાં આપના દ્વારા લેવામાં આવેલ નિર્ણય અને કાર્યોના વખાણ થશે. તેમછતાં ક્યાં સુધી આપની યોજનાને મૂર્ત રૂપ ના આપો ત્યાં સુધી તેને સાર્વજનિક કરવી નહીં. માતાપિતાના સ્વાસ્થ્ય પ્રતિ સજાગ રહેવું.

મીન રાશિ:

મીન રાશિના ભાગ્ય ભાવમાં સૂર્યના ગોચરનું ભળતું ફળ મળશે. કેટલીકવાર કામ થતા થતા રહી જાય છે કે પછી કામમાં સફળતા મળવામાં ખૂબ વાર લાગે છે. આ માટે આપને હતાશ થવું જોઈએ નહીં. સફળતા જરૂરથી મળશે. આ સમયગાળા દરમિયાન ઓછા પરિશ્રમથી ફળ મળવા પર શક થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રસ જાગે છે, યાત્રામાં દેશાટન આંનદ મળશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ