જાણી લો વારંવાર ગુસ્સો આવવાથી કઇ-કઇ બીમારીઓનુ બનવુ પડે છે ભોગ..

ગુસ્સો આવવાથી થાય છે આ નુકસાન, જાણો તમે પણ

image source

ગુસ્સો બે પ્રકારનો હોય છે

એક બાળક દ્વારા કરવામાં આવેલી ભૂલ માટે માતાપિતાનો ગુસ્સો જેને આપણે સામાન્ય અને અમુક અંશે ક્રોધ કહીએ છીએ. જ્યારે બીજા ગુસ્સાના વાત કરીએ તો જે વ્યક્તિની અંદર છુપાયેલા અહમને છતી કરે છે. આવી ગુસ્સે થયેલ વ્યક્તિ પોતાની જાત માટે સમસ્યાઓ ઉભી કરે છે અને તેની આસપાસ રહેતા લોકો માટે પણ ઘણી મુશ્કેલીઓ ઊભી કરીને મુકી દે છે.

Image result for side-effects-of-anger
image source

સામાન્ય રીતે વ્યક્તિ ત્યારે જ ગુસ્સે થાય છે જ્યારે તેને તેના મન પ્રમાણે કંઈ જ મળતુ ન હોય. આવી સ્થિતિમાં વ્યક્તિ વાત-વાતમાં ગુસ્સે થઈ જાય છે. કેટલીક વખત ખરાબ સ્વાસ્થ્યને કારણે પણ વ્યક્તિ ગુસ્સે અથવા અસ્વસ્થ રહે છે. જો કે દરેક વ્યક્તિના પોતાના ક્રોધ માટેનું એક વિશિષ્ટ કારણ હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે….

ક્રોધ એટલે કે ગુસ્સો કરવાથી તમારા સ્વાસ્થ્ય ઉપર શું અસર પડે છે….

માઇન્ડ ઇફેક્ટ

image source

ક્રોધ આવે ત્યારે મગજમાં રાસાયણિક તત્વોની રચના થાય છે. જેની સીધી અસર સ્વાસ્થ્ય અને મન પર થાય છે. જે લોકો વધુ ગુસ્સો કરતા હોય તેમને બ્રેઇન સ્ટ્રોક થવાના ચાન્સિસ ખૂબ જ વધી જાય છે.

બ્લડ પ્રેશરમાં વધારો થવો

જ્યારે આપણે કોઈ વાતને લઈને ખૂબ જલ્દી પ્રતિક્રિયા આપવાનું શરૂ કરીએ છીએ ત્યારે ધીમે ધીમે શરીરમાં લોહીનું ભ્રમણ ફાસ્ટ થવા લાગે છે. જે પાછળથી હાઇ બી.પી.ના રોગમાં પરિણમે છે.

વિચારવાની શક્તિ નબળી થાય છે.

image source

મગજ પર વધારે પ્રમાણમાં સ્ટ્રેસ પડવાથી માણસની વિચારવાની અને સમજવાની શક્તિ નબળી થઈ જય છે. જે કારણોસર સ્ટ્રેસની અસરથી માણસ પોતાના જીવનમાં બીજા થી અનેક ઘણો પાછળ પડી જાય છે.

તણાવ

image source

નાની નાની બાબતો પર ગુસ્સે થવાને કારણે તમે તણાવ અને હતાશાના ભોગ બની જાઓ છો.જેના કારણે ખુશ થવાને બદલે તમે ઉદાસ અને હતાશ રહેવા લાગો છો. આ સાથે જ તમે હંમેશાં પોતાનો ગુસ્સો બીજા પર ઠાલવવાનું વિચારો છો.

નબળી રોગપ્રતિકારક શક્તિ

image source

વધુ ગુસ્સે થવાથી તમારી પાચન શક્તિ નબળી પડે છે. સંશોધન દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે જે લોકો વધુ ગુસ્સે થાય છે અથવા જે લોકો નકારાત્મક વિચારો ધરાવે છે તેમને જમ્યા પછી અન્ય લોકો કરતા 3 થી 4 કલાક પછી પાચન થાય છે.

વૃદ્ધિમાં ઘટાડો

જે બાળકોને વધુ પ્રમાણમાં ગુસ્સો આવતો હોય ત્યારે તેની સીધી અસર તેમની વૃદ્ધિ પર પડે છે. હંમેશા ચીડિયા રહેવાને લીધે બાળકની ઉંચાઈ પણ સમયસર વધતી નથી.

ઊંઘ પર ખરાબ અસર

સ્વસ્થ જીવન માટે સારી ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જેને વધુ ગુસ્સો આવે છે તેમના મગજના કોષો એટલા તાણમાં આવે છે કે તેમને શાંત ઊંઘ લેવી મુશ્કેલ બને છે.

ફોન પર ગુસ્સો કરવો

image source

જે લોકો ફોન પર કલાકો અને કલાકો વાતો કરે છે તેમના મગજની નસો પર ખૂબ ખરાબ અસર પડે છે. મોબાઈલ ફોનની ભયાનક સ્પંદનો મગજના ચેતાને સુન્ન કરવાનું કામ કરે છે જેના કારણે વ્યક્તિની વિચારવાની અને સમજવાની શક્તિ નબળી પડે છે.

આમ, જો તમને પણ વાતવાતમાં ગુસ્સો આવતો હોય તો હવે તમારે પણ થોડી ચેતી જવાની જરૂર છે અને ગુસ્સો ઓછો કરવાની જરૂર છે કારણકે જો તમે ગુસ્સા પર કંટ્રોલ નહિં કરો તો તેની અનેક ઘણી સાઇડ ઇફેક્ટ તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ