દુર્ભાગ્યથી છૂટકારો મેળવવા માટે કમાલના છે આ ઉપાયો, તમે પણ આજે કરી લો ટ્રાય

આજના વર્તમાન સમયમાં અનેક લોકો દુર્ભાગ્યથી પરેશાન થઈ ચૂક્યા છે. અનેક પ્રકારે મહેનત કરવા છતાં પણ તેઓ જીવનમાં સફળતા મેળવી શકતા નથી. આ સિવાય જ્યારે અવારનવાર પ્રયત્ન કરવા છતાંય વ્યક્તિને સફળતા ન મળે તો આનું કારણ કોઈ વાસ્તુદોષ હોય છે. ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો વ્યક્તિને અડચણ, બીમારી અને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. આ સાથે તંત્ર શાસ્ત્રમાં કહેવાયું છે કે કેટલાક ટોટકા કરવાથી માણસના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પરત આવી શકે છે. તો જાણો દુર્ભાગ્યથી છૂટકારો મેળવવા શું કરવું.

image source

સુખી અને સમૃદ્ધ થવા માટેના છે આ ખાસ રસ્તા

તંત્ર શાસ્ત્ર અનુસાર જીવનામાં આવેલા દુર્ભાગ્યથી પીછો છોડાવવા માટે તમે સોમવારના દિવસે સ્ન્નાન કરી લો અને પછી એક પંચમુખી રુદ્રાક્ષને ધારણ કરી લો. તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી જશે અને તમને દરેક કામમાં તરક્કી મળશે.

image source

જો તમે કોઈ કામથી બહાર જઈ રહ્યા છો તો એક લવિંગ અને એક સોપારી તમારી સાથે રાખો. લવિંગને ખાઈ લો અને સોપારીને પરત લાવીને ઘરના પૂજા સ્થાનમાં રાખી લો. આમ કરવાથી તમારા જીવનમાંથી દુર્ભાગ્ય ખતમ થઈ જશે અને સાથે જ તમને કામમાં સફળતા મળવા લાગશે.

image source

જો તમે સફેદ કોડીઓને કેસની સાથે પીળા રંગમાં બાંધીને ઘરની તિજોરીમાં રાખો છો તો તેનાથી તમારા જીવનમાં લક્ષ્મીજીની કૃપા કાયમ બની રહેશે આ સાથે જ દુર્ભાગ્ય તમારા જીવનમાંથી ખતમ થઈ જશે. આ સાથે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ વાસ કરશે.

image source

જો તમે સતત કોઈ મોટી મુશ્કેલીઓથી ઘેરાયેલા રહો છો તો તમે તમારા અવરોધોને દૂર કરવા માટે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો તે યોગ્ય છે. તેનાથી તમને ઝડપથી સફળતા મળી શકે છે.

ગુરુના ગ્રહને ખુશ કરવા માટે ॥ ૐ ભગવતે વાસુદેવાય નમહ ॥ મંત્રનો જાપ કરીને બૃહસ્પતિ ગ્રહને ખુશ કરવા જોઈએ. આ સાથે મંત્રજાપ બાદ ગુરુને પીળા રંગનું ફળ પ્રસાદમાં ધરવું.

image source

આ સિવાય સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા પાસે તેલનો દીવો કરો. ધ્યાન રાખો કે તેલનો દીવો કરો ત્યારે તેની જ્યોત ઘરની અંદરની તરફ હોય. તેનાથી તમારા ઘરમાં દુર્ભાગ્ય અને નકારાત્મકતા પ્રવેશ કરી શકશે નહીં. આ સાથે જ ઘરમાં કપૂરનો ઉપયોગ પણ હકારાત્મક વાતાવરણ કાયમ રાખવામાં મદદ કરે છે. રોજ સાંજે પૂજાના સમયે ઘરમાં કપૂરને પ્રગટાવો તે જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!