અજબ ગજબ હો બાકી, ઉત્તરાખંડમાં આ 30 કરોડના બંગલામાં જે CM રહે એ ટકતા નથી, જાણો શું છે વાસ્તુદોષ?

ત્રિવેન્દ્ર સિંહ રાવતના રાજીનામા બાદ ઉત્તરાખંડના ગઢવાલથી ભાજપના સાંસદ તીરથ સિંહ રાવતે બુધવારે રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ બેબી રાની મોર્યએ તેમને શપથ લેવડાવ્યા હતા. તીરથસિંહને ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં પાર્ટી નેતા તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રીના શપથ લેનારા તીરથ સિંહ રાવતને 2017માં ભાજપે વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપી નહોતી.

image source

તે સમયે તે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ચૌબટ્ટાખાલના ધારાસભ્ય હતા. પણ જો વાત કરીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહે રાજીનામુ આપ્યા પછીના માહોલની તો ત્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો બંગલાનો વાસ્તુદોષ ચર્ચામાં આવ્યો હતો. એવી મિથક ફેલાઇ છે કે, આ બંગલાના વાસ્તુદોષના કારણે કોઇુપણ મુખ્યમંત્રી તેનો કાર્યકાળ પૂરો નથી કરી શકતા.

image source

જો આ બંગલાના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો જાણવા મળે છે કે, આ સીએમ બંગલાનું નિર્માણ નારાયણદત્ત સ્વામીના કાર્યકાળ દરમિયાન શરૂ થયું હતું. ત્યારબાદ ખંડૂડી સૌ પ્રથમ આ આવાસમાં રહ્યાં પરંતુ થોડા સમય બાદ તેને પદથી હટાવી નાખવામાં આવ્યા. રમેશ પોખરિયાલ નિશંક પણ સીએમ બન્યા બાદ આ બંગલામાં રહેવા માટે આવ્યાં પરંતુ તે પણ કાર્યકાળ પૂરો ન કરી શક્યા. ભુવન ચંદ્ર ખંડૂડી જ્યારે બીજી વખત સીએમ બન્યા તો માત્ર 6 મહિના સીએમ પદ પર રહ્યાં અને ત્યારબાદ ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદની વાત કરીએ તો ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકાર આવી અને વિજય બહગુણા મુખ્યમંત્રી બન્યા. તેઓ પણ માત્ર એક વર્ષ અને 11 મહિના જ આ પદ પર રહી શક્યા.

image source

એ જ રીતે આગળ આ સિલસિલો ચાલુ રહ્યો અને કેદારનાથ આપદા બાદ પાર્ટીએ તેમને મુંખ્યમંત્રીના પદથી હટાવી દીધા. જો કે તે મુખ્યમંત્રી આવાસમાં સૌથી વધુ સમય રહેનાર મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ હરીશ રાવત તેમની મુખ્યમંત્રીની ખુરશી સલામત રાખવા માટે સીએમના બંગલામાં શિફ્ટ ન થયા અને તેમનો કાર્યકાળ બીજાપુર ગેસ્ટહાઉસમાં જ પસાર કર્યો. પણ અફસોસ કે આવું કરીને પણ તે 2017માં તેની તકદીરને ન બદલી શક્યા. 2017 બાદ મુખ્યમંત્રીના બંગલાના વાસ્તુદોષની બધી જ અફવા અને શંકાને મનમાંથી કાઢીને ત્રિવેન્દ્ર સિંહ રાવત મુખ્યમંત્રી બન્યા બાદ આ બંગલામાં શિફ્ટ થયાં પરંતુ તેઓ પણ તેમનો કાર્યકાળ પૂરો ન કરી શક્યા અને તીરથ સિંહ આ પદે આવ્યા છે.

image source

પરંતુ આ બધા સિવાય જો વાત કરીએ તો મુખ્યમંત્રી બન્યા પછી તીરથસિંહે કહ્યું હતું કે, તેઓ જનતાનો વિશ્વાસ ઉપર ખરા ઉતારવાની કોશિશ કરશે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું મુખ્યમંત્રી બનીશ. આ તકે કેન્દ્રીય નેતૃત્વનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. જેને મને આ પદ આપ્યું. હું ગામડા માંથી આવેલો એક નાનકડો કાર્યકર્તા હતો. મને આટલી મોટી જવાબદારી આપવા બદલ આભાર માનું છું અને જનતાના વિશ્વાસને નિભાવવાની પૂર્ણ કોશિશ કરીશ.

image source

રાજ્યના મુખ્યમંત્રી બનવા બાબતે તીરથસિંહે રાવતે વધું કહ્યું હતું કે, હું સામાન્ય જનતાને વિશ્વાસમાં લઈને આગળ કામ કરીશ. ત્રિવેન્દ્ર સિંહ રાવતએ જે કામ કર્યું છે તેને આગળ વધારીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાર ધામ રોડ પ્રોજેક્ટને અને ઋષિકેશ પરિયોજનાને આગળ ધપાવીશ. આપણે બધા મળીને કામ કરીશું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!