વિજ્યા એકાદશી: આ રાશિના લોકોને આજે થશે નુકશાન, જ્યારે આ રાશિના લોકોને થશે અઢળક ફાયદાઓ, જાણો તમારી રાશિ વિશે

આજે વિજયા એકાદશીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે તમે માતાને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરી શકો છો. તેમાં પણ તમે એ જાણી લો કે તમારી રાશિ અનુસાર આજે તમે તેમના આર્શિવાદ મેળવી શકશો કે નહીં. તમને તેનુ સારું ફળ મળશે કે પછી વિપરિત. જાણો તમારી રાશિ શુ કહે છે.

મેષ રાશિ

image source

આ રાશિના લોકોને આજે બનાવેલા કે વિચારેલા કામમાં સફળતા મળશે. આ સિવાય તમે જે વાતમાં પ્રયાસ કરશો તેમં તમને કંઈને કંઈ મળી રહેશે. સ્વભાવમાં ક્રોધ રહે તેવું શક્ય છે.

વૃષભ રાશિ

આમ તો આ રાશિના યોગ ખૂબ જ મજબૂત છે પણ સાથે જ પ્રયાસ કરવાથી તેમને કોઈ હાથમાં લીધેલા કામમાં સારું પરિણામ મળી શકે છે. આ સિવાય લાંબા સમયથી અટકેલા કામમાં સારું રીઝલ્ટ મળે છે કે લાભ પણ થઈ શકે છે. જેના કારણે તમારા સંબંધો સારા રહે છે.

મિથુન રાશિ

આ રાશિના લોકોને માટે હેલ્થ થોડી સામાન્ય રહે તેવું શક્ય છે. આ રાશિના લોકોએ ખાન પાનની આદતોને મર્યાદિત રાખવાની રહે છે. જો તમે તમારા કામ ધ્યાનથી નિપટાવશો તો તમને રાહત મળશે. ખોટી ચિંતા કરવાનું ટાળો તે યોગ્ય છે.

કર્ક રાશિ

image source

વ્યાપાર કે કામકાજની વાત કરવામાં આવે તો આ રાશિના લોકોને દશા સારી રહેશે. કોશિશ, મનોબળ અને ઉદ્દેશોને પૂરા કરવામાં સફળતા મળશે. મોટા લોકો મહેરબાન રહેશે અને તમને તેમનો પૂરતો સપોર્ટ પણ મળી રહેશે. તમારી પ્રગતિ નક્કી છે.

સિંહ રાશિ

આ રાશિના લોકોએ થોડી સાવચેતી રાખીને ચાલવાની જરૂર છે. શક્ય છે કે તમે દુશ્મનને નબળા સમજી લેવાની ભૂલ કરો અને તેઓ તમને નુકસાન કરી લે. આ સાથે તેઓ તમને નીચા દેખાડવાનો કોઈ મોકો છોડવા ઈચ્છતા નથી. તો તમે સતર્ક રહો અને તમારું કામ કરતા રહો તે જ યોગ્ય છે.

કન્યા રાશિ

આ રાશિના લોકોને ખાસ કરીને ધર્મમાં વધારે રસ હોય છે. તેઓ ધાર્મિક બુક્સ વાંચવામાં અને જરૂર પડે તો કોઈ સ્કીમમાં પણ રસ લઈ શકે છે. તેઓ માન સમ્માન મેળવે છે અને સાથે જ આપવામાં પણ રસ લે છે.

તુલા રાશિ

image source

આ રાશિના લોકોને માટે આજનો દિવસ ખૂબ જ મહેનતવાળો રહી શકે છે. આજે કોઈ જમીનના કામ માટે ભાગદોડ કરવી પડે તે પણ શક્ય છે. આજના પ્રયાસથી સફળતા મળી શકે છે. શત્રુ ચાહે કેટલી પણ કોશિશ કરી લે તો પણ તે આજે તમને પરેશાન કરી શકશે નહીં.

વૃશ્વિક રાશિ

આજના દિવસે તમને ખૂબ જ આનંદ મળશે. તમામ લોકો જેમકે તમારા મિત્ર, સાથી, કામકાજી સહયોગીઓ તમારો સાથ આપશે અને તમારી સાથે તાલમેલ રાખવામાં માનશે. આમ કરવાથી તમને સહયોગ મળી રહેશે. તમારા ગ્રહો ખૂબ પ્રબળ સ્થિતિમાં છે જેથી તમને અચૂક સફળતા અને ખુશી મળશે.

ધન રાશિ

આ રાશિના લોકો લોખંડ મશીનરી, લોખંડના કલપુર્જા, હાર્ડવેર, સરિયાનું કામ કરનારાને પોતાના કામમાં લાભ મળી સકે છે. શત્રુઓ આજે નબળા રહેશે અને તમે કામમાં સફળતા મેળવી શકશો.

મકર રાશિ

image source

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ રહેશે. અર્થ તથા કારોબારી દશા સારી રહેશે. કામકાજના કામમાં સફળતા મળી શકે છે. માન સન્માન વધી શકે છે. ગળામાં ખરાશ જેવી નાની મોટી તકલીફનો આજે સામનો કરવો પડે તે શક્ય છે. તો તમારે થોડું ધ્યાન રાખીને આગળ વધવાની જરૂર છે.

કુંભ રાશિ

આ રાશિના લોકો માટે કોઈ પણ કામ કરવાની તૈયારી તરત જ દેખાડવાનું આજે થોડું મુશ્કેલ રહી શકે છે. આજે કોઈ કામ ઉતાવળમાં વિચાર્યા વિના હાથમાં ન લો. તમારા ગ્રહો તમને મુશ્કેલીમાં ણૂકી શકે છે. તમારા મનમાં આજે સતત ડબલ વિચારો ચાલતા હશે તેને કંટ્રોલમાં કરો અને સફળતા મેળવો.

મીન

image source

આ રાશિના લોકોને આજે લાભ થશે. સ્ટીલ ફર્નિચર, લોખંડ, સ્ટીલ કે પછી એલ્યુમિનિય સાથે જોડાયેલા કામમાં હશો તો તમને કારોબારમાં સફળતાનો રસ્તો મળી શકે છે. જો તમે યોગ્ય દિશામાં મહેનત કરશો તો તમને અચૂક સફળતા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!