જન્માષ્ટમી ૨૩મીએ છે કે ૨૪મીએ? આ પ્રશ્ન છે દરેક કૃષ્ણ ભક્તોને… જાણો કયા દિવસે અને કયા મુહુર્તે કરવાની રહેશે પૂજા…

આ વખતની જન્માષ્ઠમી છે કંઈક ખાસ, રોહિણી નક્ષત્ર અને તિથિ છે સાથે સાથે… જાણો કઈરીતે કરવી ઉજવણી અને પૂજા… જન્માષ્ટમી ૨૩મીએ છે કે ૨૪મીએ? આ પ્રશ્ન છે દરેક કૃષ્ણ ભક્તોને… જાણો કયા દિવશે અને કયા મુહુર્તે કરવાની રહેશે પૂજા…

હિન્દુ માન્યતાઓ અનુસાર, જન્માષ્ટમી બ્રહ્માંડના સર્જક શ્રી હરિ વિષ્ણુના આઠમા અવતાર શ્રી કૃષ્ણની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમીની તારીખને લઈને કૃષ્ણ ભક્તોને ઘણી મૂંઝવણ છે. લોકોને સમજાતું નથી કે જન્માષ્ટમી ૨૩ ઓગસ્ટે કે પછી ૨૪ ઓગસ્ટે ઉજવવી જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદ એટલે કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષના અષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો. જો કે આપણે શ્રાવણ માસની અષ્ટમીની આ વર્ષે ઓગસ્ટ માસની રીતે જોઈએ તો તારીખ ૨૩ ઓગસ્ટે હોવી જોઈએ, પરંતુ જો આપણે રોહિણી નક્ષત્રને ધ્યાનમાં લઈશું, તો કૃષ્ણ જન્માષ્ટમી ૨૪ ઓગસ્ટે હોવી જોઈએ.

આ દિવસે શ્રી કૃષ્ણની આરાધના કરવાથી સંતાન સુખ, વૈભવ, આયુષ્ય અને ધન – સમૃદ્ધિ લાવનારું છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવીને વ્યક્તિ પોતાની દરેક મનોકામના પૂર્ણ કરી શકે છે. જેની કુંડળીમાં ચંદ્ર નબળો છે, તેમને એ દિવસે પૂજા-અર્ચના કરીને વિશેષ લાભ મેળવી શકે છે.

જન્માષ્ટમીની તારીખ અને શુભ સમય –

જન્માષ્ટમીની તિથિ બે દિવસ સુધી યથાવત છે જેનો પ્રારંભ થાય છે: ૨૩મી ઓગસ્ટના રોજ સવારે ૦૮ કલાક ને ૦૯ મિનિટથી થાય છે. અને અષ્ઠમીતિથિ સમાપ્ત થાય છે: ૨૪ ઓગસ્ટના સવારે ૦૮:૩૨ સુધી રહેશે.

રોહિણી નક્ષત્ર શરૂ થાય છે: ૨૪મી ઓગસ્ટના સવારે ૮:૪૮ વાગ્યાથી શરૂ થશે. તેમજ રોહિણી નક્ષત્ર સમાપ્ત થાય છે: ૨૫ ઓગસ્ટ ૨૦૧૯ના પરોઢે ૦૪:૧૭ મિનિટ સુધી પૂરી થશે.

જન્માષ્ટમીનું મહત્વ અને પર્વની ઉજવણી પાછળનો અર્થ શું છે, જાણીએ…

ભગવાન શ્રીકૃષ્ણના જન્મને કૃષ્ણ જન્માષ્ટમી કહેવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ રોહિણી નક્ષત્રમાં હતા, તેથી જન્માષ્ટમી નક્કી કરવામાં રોહિણી નક્ષત્ર ખૂબ કાળજી લે છે. આ દિવસે શ્રી કૃષ્ણની આરાધના કરવાથી સંતાન – સુખ, આયુષ્ય અને ધન – સમૃદ્ધિ આવે છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવીને દરેક મનોકામના પૂર્ણ કરી શકાય છે. જે લોકોમાં ચંદ્ર નબળો છે, તેઓને આજે વિશેષ પૂજા કરવાથી લાભ થઈ શકે છે. આ વખતે ૨૪ ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.

જન્માષ્ટમી માટે શ્રી કૃષ્ણની મૂર્તિ કેવી રીતે પસંદ કરવી?

સામાન્ય રીતે, બાળ ગોપાલની મૂર્તિને કૃષ્ણ જન્માષ્ટમી પર સ્થાપિત કરાય છે. તમારી આવશ્યકતા અને ઇચ્છાને આધારે, તમે ઇચ્છો છો તે સ્વરૂપને સ્થાપિત કરી શકો છો. પ્રેમ સભર જીવન જીવવા ઇચ્છતા લોકો માટે અને સુખમય વિવાહિત જીવન માટે રાધા કૃષ્ણની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. જે દંપતી સંતાન સુખની કામના કરતાં હોય તેમને માટે બાલ કૃષ્ણ અને બંશીધર શ્રી કૃષ્ણની છબી કે મૂર્તિ રાખવાથી બધી ઇચ્છાઓની પૂર્તિ થાય છે. આ દિવસે તમારા ઘરના મંદિરમાં શંખ અને શાલીગ્રામની સ્થાપના પણ થઈ શકે છે.

ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે કરવામાં આવતા શણગાર કેવા કરશો?

કૃષ્ણજન્મ વખતે મંદિરમાં કે કોઈના પણ ઘરમાં વાતાવરણમાં ગોકૂળનું ગામ ખડું કરાય છે. એ સમયે વિશિષ્ઠ માહોલ બની જાય છે. શ્રી કૃષ્ણના શણગારમાં ફૂલોનું વિશેષ મહત્વ છે. તેથી વિવિધ પ્રકારનાં ફૂલો ગોઠવવાં જોઈએ, જો તમને વૈજયંતીના ફૂલો મળે તો એ સૌથી શ્રેષ્ઠ રહેશે. લાલાના શણગારમાં પીળા વસ્તો, ગોપી ચંદન અને સુગંધિત સુખડની પણ વ્યવસ્થા કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપનું ઉત્તમ શણગાર કરવો જોઈએ. જન્મ સમયે લાલાને પારણાંમાં ઝૂલાવવામાં આવે છે તેથી સુંદર પારણાંની પણ વ્યવસ્થા રાખવી જોઈએ. આખા પ્રાંગણનું સુંદર આયોજન પૂર્વક સુશોભન કરવું જોઈએ.

જન્માષ્ઠમીના ઉત્સવમાં ભોગ – પ્રસાદની શું વ્યવસ્થા કરવી જોઈએ?

જન્માષ્ઠમીના આનંદમય ઉત્સવમાં પંચામૃતનો પ્રસાદમાં જરૂર સામેલ કરવું જોઈએ. તેની ઉપર તુલસી દળ રાખીને જ ભગવાનને ધરાવવું જોઈએ. બાલ ગોપાલને સુકો મેવો, માખણ – મીશ્રી પણ ધરાવવા જોઈએ. ધાણાજીરું, વરિયાળી અને ગોળ નાખેલી પંજુરી પણ અનેક મંદિરોમાં પ્રસાદ તરીકે વહેંચાય છે. ભગવાનને સાત્વિક ભોજનની થાળી પણ ધરાવાય છે, જેમાં લસણ – ડુંગળી નાખેલાં ન હોય.

જન્માષ્ઠમીના દિવસની શરૂઆત કઈરીતે કરવી જોઈએ.

વહેલી સવારે સ્નાનાદિ દૈનિક ક્રિયાઓ પતાવીને ઘરના મંદિર કે પૂજા સ્થાનમાં બેસીને વ્રતનો સંકલ્પ કરવો. દિવસ દરમિયાન માત્ર જલાહાર અને ફળાહાર કરીને કે સાત્વિક ભોજન લઈને દિવસ પસાર કરવો જોઈએ. ભગવાનના જન્મ સમયે કરવાનો શણગાર જરૂર કરવો, મુખ્ય દ્વાર ઉપર તોરણ અને ફૂલહાર જરૂર બાંધવા જોઈએ. મધ્યરાત્રિએ બરાબર બાર વાગ્યે જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ, ભોગ – પ્રસાદની તૈયારીઓ કરવી જોઈએ અને ધૂન – ભજન – સ્તવન જરૂર બોલવા જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ