શૂટિંગ કરતા-કરતા જાહ્નવી કપૂર એટલી બધી થાકી ગઇ કે મૂકી દીધી કંઇક આવી તસવીરો, અને પછી કહ્યું કે…

શૂટિંગ કરીને થાકી ગઈ જાહ્નવી કપૂર, ફોટા શેર કરીને જણાવી પોતાની તકલીફ.

જાહ્નવી કપૂર આમ તો થોડા દિવસ પહેલા સેટ પર મજા કરતી અને ક્રિકેટ રમતી હોય એવો પોતાનો એક વિડીયો શેર કર્યો હતો પણ હવે એવું લાગે છે કે ફિલ્મના પહેલા શૂટ માટે તૈયાર થવું જાહ્નવીને માફક નથી આવી રહ્યું. ઇન્સ્ટાગ્રામ પર જાહ્નવી કપૂરે કરેલી પોસ્ટ પરથી તો એવું જ લાગી રહ્યું છે.

જાહ્નવી કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શૂટિંગની પહેલા અને એ પછી તૈયાર થતી વખતના બે ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે જેમાં જાહ્નવી કપૂર બંને ફોટામાં બિલકુલ અલગ મૂડમાં દેખાઈ રહી છે.

image source

પહેલા ફોટામાં જ્યારે જાહ્નવી કપૂરના વાળને ઠીક કરવાનું કામ ચાલી રહ્યું હતું ત્યાં સુધી એ રિલેક્સ થઈને ખાવાનું ખાઈ રહી હતી પણ જેવી એને ડ્રેસ પહેરીને તૈયાર થયેલી જોઈ તો જાહ્નવી કપૂરના ચહેરા પર અણગમો દેખાવા લાગ્યો.

image source

જાહ્નવી કપૂરની સાથે એમની ટીમના સભ્યો પણ પરેશાન દેખાઈ રહ્યા હતા.જાહ્નવી કપૂરને જે ડ્રેસ શૂટિંગ વખતે પહેરવા માટે આપવામા આવ્યો હતો એ કદાચ એમના માટે કમ્ફર્ટેબલ નહોતી એટલે જાહ્નવી કપૂરને ઈચ્છા ન હોવા છતાં આ ડ્રેસને પહેરવો પડી રહ્યો હતો.

image source

આ ફોટાની સાથે જાહ્નવી કપૂરે લખ્યું છે કે “બીફોર એન્ડ આફ્ટર” જાહ્નવી કપૂર ફિલ્મના સેટ પર ખૂબ જ મહેનત તો કરે જ છે પણ લાગે છે કે એમનો થાક એમને ઘણી તકલીફ આપે છે. આ પહેલા પણ જાહ્નવી કપૂરે શૂટિંગ પછીનો પોતાનો થાકેલો ફોટો પોસ્ટ કર્યો હતો.

એક્ટ્રેસ માટે ફિલ્મ કરવી જેટલી મહેનતવાળું કામ હોય છે એટલું જ તકલીફદાયક હોય છે શૂટ માટે તૈયાર થવું. થોડા દિવસ પહેલા પ્રિયંકા ચોપરાએ પણ પોતાના રેડ કાર્પેટ ગાઉન વિશે એને પહેરતી વખતે થયેલી તકલીફો વિશે જણાવ્યું હતું.

અમુક ફેન્સે જાહ્નવી કપૂરની આ પોસ્ટ પર હમદર્દી જતાવી છે તો અમૂકે રિલ અને રિયલ લાઇફનો ફરક બતાવ્યો છે. જાહ્નવી કપૂર પોતાની ફિલ્મ ગુડ લક જેરીનું શૂટિંગ પંજાબમાં કરી રહી હતી પણ શૂટિંગને વારંવાર ખેડૂતો દ્વારા રોકવામાં આવતું હોવાથી જાહ્નવી કપૂર 30 જાન્યુઆરીએ મુંબઈ પરત આવી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે જાહ્નવી કપૂર જાણીતા પ્રોડ્યુસર બોની કપૂર અને બૉલીવુડ ડીવા ગણાતી દિવંગત શ્રીદેવીની દીકરી છે. જાહ્નવી કપૂરે પોતાના બૉલીવુડ કરિયરની શરૂઆત ફિલ્મ ધડકથી કરી હતી. આ ફિલ્મમાં એમની સાથે શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટરે પણ બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ