દેશના આ વિસ્તારમાં ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો સાવધાન, વરસાદ બનશે વિલન, જાણો શું કરી હવામાન વિભાગે આગાહી

હાલમાં સમગ્ર ગુજરાતમાં ઠંડીનો માહોસ ચાલી રહ્યો છે. જો કે સામે આવેલી હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ રાજ્યના લોકોને ઠંડીથી રાહત નહીં મળે. તેનાથી હજુ રાજ્યમાં ઠંડી વધવાના એંધાણ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફેબ્રુઆરી મહિનામાં ફરી એકવાર કાતિલ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ કચ્છમાં લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી ઘટશે જેના અસર સમગ્ર રાજ્યમાં જોવાં મળશે અને લોકોએ કાતિલ ઠંડીમાં ઠુઠવાવુ પડશે.

આ વિસ્તારોમાં કરાઈ વરસાદની આગાહી

image source

તમને જણાવી દઈએ કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. તો બીજી તરફ હવામાન વિભાગના કહેવા પ્રમાણે ફેબ્રુઆરીના આરંભિક દિવસોમાં ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી અને દિલ્હી, ઉત્તર ભારતમાં વરસાદ થવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે ફેબ્રઆરી મહિનામાં સામાન્યપણે રસાદ થતો નથી.

image source

જો કે જાન્યુઆરીમાં પણ વરસાદ થવાથી ઠંડીનો ચમકારો વધી ગયો છે. નોંધનિય છે કે ફેબ્રુઆરીમાં પણ વરસાદને કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે. જો વાત ઉત્તર ભારતના વિસ્તારોની કરવામાં આવે તો સવારે ધુમ્મસ અને બાકીના સમયે ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે લોકોને બહાર નિકળવામાં ઘણી તકલીફ પડી રહી છે.

માઉન્ટ આબુમાં માઇનસ ૨ ડિગ્રી તાપમાન નોંધાયું

image soucre

જો વાત કરીએ પાડોશી રાજ્ય રાજસ્થાનની તો, રાજ્સ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર તાપમાન સતત નિચુ આવી રહ્યું છે. નોંધનિય છે કે રવિવારે રાતે માઉન્ટ આબુમાં માઇનસ ૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નિષ્ણાતોના મતે તાપમાનમાં હજુ ઘટાડો થઇ શકે છે. તો બીજી તરફ 4-5 ફેબ્રુઆરીના રોજ બિકાનેર, જયપુર, ભરતપુરના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.

image source

જ્યારે વાત કરીએ ઉત્તર ભારતની તો લેહમાં તાપમાન માઇનસ 28 ડિગ્રી પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાપમાન માઈનસમાં જતા રહેતા નદીમાં બરફ જામી ગયો હતો. જેને કારણે અહિ આવતા પ્રવાસીઓએ થીજી ગયેલી જંસ્કાર નદી પર ચાલવાનો અને ટ્રેકિંગ કરવાનો લ્હાવો લીધો હતો. તો બીજી તરફ સ્થાનિક બાળકો આઇસ સ્કેટિંગ અને આઇસ હોકીની રમત રમતા જોવા મળ્યા હતા.

હવામાન વિભાગની આગાહી

image soucre

હવામાન વિભાગની આગાહી મુજબ લખનૌ, બારાબંકી, સીતાપુર, કાનપુર દેહત, ઉન્નાવ, કાનપુર નગર, બલરામપુર, બહરાઇચ, શ્રાવસ્તી, લખીમપુર ઘેરી, દેવરિયા, ગોરખપુર, મુઝફ્ફરનગર, બસ્તી, બરેલી, પીલીભીત, અમરોહા, મોરાદાબાદ, ગિરઝિયા, ગાઝીપુર, મઉ, જૈનપુર, આઝમગઢ, વારાણસી અને આજુબાજુના કેટલાક જિલ્લાઓમાં સવારે ધુમ્મસ સાથે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં દિવસનું વાતાવરણ પણ ખૂબ ઠંડુ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ