OMG: જમીન ખોદતાં મજૂરને એવા ઐતિહાસિક સોનાના સિક્કા મળ્યા કે મચી ગયો હડકંપ, કરોડોમાં છે કિંમત, પણ પછી થયુ કંઇક એવું કે…

પુણે નજીક પીપરી ચિંચવાડ ખાતે બાંધકામ કરતા કામદારોના એક પરિવારના કબજામાંથી 200 થી વધુ મુઘલ યુગના સોનાના સિક્કા જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે મંગળવારે કહ્યું કે આ સિક્કાઓ 18 મી સદીની શરૂઆતમાં છે. પિંપરી ચિંચવાડના પોલીસ કમિશનર કૃષ્ણા પ્રકાશે જણાવ્યું હતું કે, બાંધકામ સ્થળે કામ કરતી વખતે કુટુંબના કેટલાક સભ્યોને સિક્કા મળી આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચના ઇન્સ્પેક્ટર શૈલેષ ગાયકવાડ અને તેમની ટીમને સદ્દામ સલાર પઠાણ પાસે કેટલાક સોનાના સિક્કા હોવાની બાતમી મળી હતી.

સમ્રાટ મહંમદ શાહ રંગીલા દ્વારા જારી કરવામાં આવ્યા હતા સિક્કા

image soucre

ઈન્સ્પેક્ટર ગાયકવાડે જણાવ્યું હતું કે, તેમના ઘરની તલાશી દરમ્યાન, આશરે 2.357 કિલો વજનના 216 સોનાના સિક્કા અને એક તાંબાની ફૂલદાની મળી આવી હતી. તેમણે કહ્યું કે, પુરાતત્ત્વીય વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક આકારણી મુજબ, આ મોગલ-યુગના સિક્કા છે. જેની તારીખ 1720 અને 1748 ની વચ્ચે હતી અને જેને સમ્રાટ મહંમદ શાહ રંગીલા દ્વારા જારી કરવામાં આવ્યા હતા. શાહે 1719 થી 1748 સુધી શાસન કર્યું હતું.

આ બધા સોનાના સિક્કા મુગલ કાળના

image soucre

સામે આવેલી માહિતી અનુસાર આ બધા સોનાના સિક્કા મુગલ કાળના છે. અંગે પોલીસ કમિશનરનું કહેવું છે કે એક સિક્કાની હાલની કિંમત અંદાજે 70 હજાર રૂપિયા છે અને આ સિક્કાઓનું કુલ વજન 2357 ગ્રામ છે. નોંધનિય છે કે આ બધા સિક્કા 1720 થી 1750 વચ્ચેની સાલના છે. તો બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સિક્કાઓ પર અરબી અને ઉર્દૂ ભાષાઓમાં લખાણ લખવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ સિક્કાઓ જયપુરમાં બનાવવામાં આવ્યાં હતાં. હાલમાં આ સિક્કાઓની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે.

આરોપી કોઈને જાણ કર્યા વગર બધા સિક્કા પોતાના ઘરે લઈ ગયો

image soucre

આ અંગે લોકોએ કહ્યું કે જ્યારે આ સિક્કા નિકળ્યા ત્યારે આરોપીએ કોઈને જાણ કર્યા વગર બધા સિક્કા પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાર બાદ તેમના એક સંબંધીએ તે સિક્કા વેચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પોલીસને તેની જાણ થઈ જતા સદ્દામખાન પઠાણ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે કહ્યું કે, ખોદકામ દરમિયાન 216 સોનાના સિક્કા મળી આવ્યા હતાં. જો કે જાણકારોના મતે હાલના ભાવ પ્રમાણે માર્કેટમાં તેમની કિંમત એક કરોડથી વધુની છે. હાલમાં આ અંગે પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ