બોલિવૂડની આ અભિનેત્રીની મુશ્કેલી વધશે, જેના પર ચાલી રહ્યા છે 700 કેસ, શું જેલભેગી થશે આ અભિનેત્રી?

કંગના રનૌતની ટ્વિટ્સે ફરી એકવાર ખળભળાટ મચાવી દીધો છે. કંગનાએ તાજેતરમાં શું ટ્વીટ કર્યું તે જાણીને, તમારા પગ નીચેથી જમીન સરકી જશે. કંગનાએ પોતે જ ટ્વિટ કર્યું હતું કે તેની સામે 700 કેસ દાખલ કરવામાં આવ્યા છે જે તેમના ભાઇ સંભાળી રહ્યા છે. કંગના બોલીવુડની પહેલી અભિનેત્રી છે કે જેની સામે 700 કેસ નોંધાયા છે.

કંગનાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી

image source

કંગનાએ હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરકી છે કે, તેના તમામ કેસ શિમલામાં સ્થાનાંતરિત કરવા માં આવે, કેમ કે મહારાષ્ટ્રમાં કંગના અને તેમની બહેનને શિવસેનાના નેતાથી જિંદગીને જોખમ હોવાની વાત કહી હતી. સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં કંગનાએ કહ્યું છે કે મહારાષ્ટ્ર સરકાર જાણી જોઈને તેમનું શોષણ કરી રહી છે. કંગના અને રંગોલીએ દાવો કર્યો છે કે આ તમામ કેસ તેમની છબીને ખરાબ કરવાના ઇરાદે કરવામાં આવ્યા છે.

ઓફિસ ફરીથી બનાવવા કોઈ તૈયાર નથી

image soucre

આ સાથે કંગનાએ એમ પણ કહ્યું હતું કે કોઈ પણ આર્કિટેક્ટ બાંદ્રામાં તેમની ઓફિસ ફરીથી બનાવવા માટે તૈયાર નથી, જેના કારણ (બીએમસી) મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. કંગનાએ બીએમસી વિરુદ્ધ કેસ જીતી લીધો છે, પરંતુ આ હોવા છતાં, કોઈ પણ પોતાની ઓફીસ ફરીથી બનાવવા તૈયાર નથી, કેમ કે તેને બીએમસી તરફથી ધમકી મળી રહી છે કે તેનું લાઇસન્સ રદ કરવામાં આવશે.

ટ્વિટને લઈને ફરી ચર્ચામાં આવી કંગના

image soucre

બીએમસી પર આરોપ લગાવતા કંગનાએ કહ્યું હતું કે કોર્ટે BMC ને સ્થળની મુલાકાત લેવાનું કહ્યું હતું પરંતુ હવે તેઓ તેમના કોલ રિસિવ કરી રહ્યા નથી. કંગનાએ ટ્વીટ કરીને પોતાનું દર્દ વ્યક્ત કરતા કહ્યું કે તે તેની ઓફિસને લઈને ખૂબ જ ચિંતિત છે. અભિનેત્રીએ ધમકી પણ આપી હતી કે તે ગયા વર્ષે બાન્દ્રામાં તેની નવી ઓફિસમાં BMCના ડિમોલિશન ડ્રાઇવમાં ભાગ લેનારા લોકો વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવવાની યોજના ઘડી રહી છે.

વાય-પ્લસ કેટેગરી સુરક્ષા કંગનાને આપવામાં આવી છે

image source

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બીએમસીએ ગેરકાયદે બાંધકામોને ટાંકીને બાંદ્રામાં કંગનાની ઓફિસમાં તોડફોડ કરી હતી. ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી કેન્દ્રીય ઓદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ) ની વાય-પ્લસ કેટેગરી સુરક્ષા કંગનાને આપવામાં આવી છે

image source

. નોંધનિય છે કે કંગના દરેક મુદ્દા પર પોતાની બેબાક પ્રતિક્રીયા આપવા માટે જાણીતી છે. પછી તે સુશાંત સિંહના મોતનો મામલો હોય કે બોલિવૂડમાં નેપોટિઝમનો મામલો હોય કે ખેડૂત આંદોલનનો મામલો હોય. દરેક વખતે તેમણે પોતાની ખુલીને પ્રતિક્રિયા આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ