વાસણ ઉટકવા વપરાતી મફતની ચુલ્હાની રાખની ઓનલાઇન છે જોરદાર ડિમાન્ડ, જાણો એવું તો શું છે ખાસ

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા તો ભાગ્યે જ કોઈ એવુ વ્યક્તિ જોવા મળે કે, જે ચુલ્લા નો ઉપયોગ કરત હોઈએ. પ્રવર્તમાન સમયમા ચુલ્લાનુ સ્થાન ગેસે લઇ લીધું છે પરંતુ, આજે હજુ પણ અમુક ગામડા અને કેટલાક ઘરોમા ચુલ્હા જીવંત છે. તેમાંથી નીકળતા કોલસાનો ઉપયોગ તો આપણે અલગ-અલગ પ્રકારે કરતા હોઈએ છીએ પરંતુ, તેની રાખને આપણે ફેંકી દેતા હોઇએ છીએ.

image soucre

પરંતુ, શું તમને ખ્યાલ છે કે, આ રાખ એ કોઈ સામાન્ય રાખ નથી. સામાન્ય રીતે આપણે ગ્રામ્ય વિસ્તારની અંદર રાખનો ઉપયોગ વાસણ ઘસી-ઘસીને ધોવા માટે કરતા હોઈએ છીએ પરંતુ, સમય સાથે તેની જગ્યા પણ ડીશવોશ દ્વારા લઇ લેવામા આવી છે પરંતુ, તમને એક વાત જાણીને ખુબ જ નવાઈ લાગશે કે, ઈ-કોમર્સ વેબસાઈટ ઉપર ચુલ્લાની આ સામાન્ય રાખ ખુબ જ સારા ભાવમા વહેંચાય છે.

image soucre

આ ચુલ્લાની રાખ એ ઈ-કોમર્સ વેબસાઈટ ઉપર ડીશ વોશિંગ વુડ એશના નામ પર વહેંચવામા આવે છે. ઓનલાઇન વહેંચવામા આવતી આ રાખનુ મુલ્ય પણ તમને ચોંકાવનાર છે. આ વાત સાંભળીને તમારું મન પણ તેને ફેંકવાનું ક્યારેય નહીં થાય. તેની કિંમત ૨૫૦ ગ્રામ માટે ૩૯૯ રૂપિયા જેટલી જણાવવામા આવી રહી છે પરંતુ, ડિસ્કાઉન્ટ મળ્યા બાદ તેને ૧૬૦ રૂપિયા પ્રતિ ૨૫૦ ગ્રામ વહેંચવામા આવે છે.

image soucre

ઈ-કોમર્સ વેબસાઈટ પર આ રાખનો ઉપયોગ કરીને વાસણ કેવી રીતે ધોવા તે માટેની એક કારગર રીત પણ જણાવવામા આવી છે. આ સાથે જ તેને છોડ માટે પણ એક વિશેષ ખાતરના રૂપમા જણાવવામાં આવી છે. આ પ્રકારના ઉત્પાદન બનાવનાર મોટાભાગની કંપનીઓ તામિલનાડુ તરફની હોય છે.

image source

જો કે, આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, રાખમા સમાવિષ્ટ કાર્બન એ વાસણની સાફ-સફાઈ કરવા માટે ખુબ જ કારગર અને અસરકારક સાબિત થાય છે. આ સિવાય રાખ એ વાસણમા લાગેલી ગંદકી અને તેલના નિશાનને પણ સાફ કરી શકે છે. તેને વધારે ચમકાવવા માટે નહી પરંતુ, વિશેલા જંતુઓથી સુરક્ષિત રાખવા માટે.

imag soucre

આ રાખમા વધારે પડતુ કેમિકલ સમાવિષ્ટ નથી હોતુ. તેમા પુષ્કળ માત્રામા પોટેશિયમ સમાવિષ્ટ હોય છે, જેના કારણે તેનો ઉપયોગ આપણે ખાતર તરીકે પણ કરી શકીએ છીએ. તો હવે તમે પણ ચૂલાની રાખનુ મહત્વ સમજ્યા બાદ તેનો ઉપયોગ શરુ કરી દેજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ