કોરોના વાયરસને લઇને રાજ્ય સરકાર દ્વારા આયુર્વેદીક તેમજ હોમિયોપેથિક ઉપચારોની માર્ગદર્શીકા બહાર પાડવામાં આવી, ક્લિક કરીને વિગતવાર માહિતી

રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ (COVID-19) માટે આયુર્વેદીક તેમજ હોમિયોપેથિક ઉપચારોની માર્ગદર્શીકા બહાર પાડવામાં આવી – ઉકાળા કેમ્પની પણ યોજના

આજે કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં લોકોના મૃત્યુનો આંકડો ઉત્તરોત્તર વધી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં ઓછામાં ઓછા 50 કરતાં પણ વધારે દેશોમાં આ વાયરસ ફેલાઈ ચૂક્યો છે. અને તે માટેની ચેતવણીઓ સતત WHO દ્વારા સમગ્ર વિશ્વના લોકોને અવારનવાર આપવામાં આવે છે. વાયરસ ગ્રસ્ત લોકોની સંખ્યા 1 લાખ ઉપર પહોંચી ગઈ છે જ્યારે તેમાંથી 3500 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે અને 58000 જેટલા લોકોને આ વાયરસથી છૂટકારે પણ મળી ગયો છે. ભારતની વાત કરીએ તો ઘણા લાંબા સમય સુધી આ વાયરસ ભારતમાં દેખાયો નહોતો પણ આજની તારીખમાં ભારતમાં 31 લોકો COVID-19થી ગ્રસ્ત છે જેમાંથી 16 ઇટાલિયન સિટિઝન છે. અને તેના કારણે લોકોમાં પણ ભયની લાગણી ઉદ્ભવી છે જેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે જાહેર જનતા માટે એક અગત્યની સૂચના આપી છે જે આ પ્રમાણે છે.

image source

વિષયઃ કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયની કામગીરી કરવા બાબત.

સંદર્ભઃ માન. અગ્રસચિવ શ્રી, આ.પ.ક.વિભાગની તા. 6-3-2020ની મીટીંગમાં થયેલ ચર્ચા અન્વયે

ઉપરોક્ત વિષ અન્વયે જણાવાનું કે, નિયામકશ્રી, આયુષની કચેરી તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર દ્વારા કોરોના વાઇરસ સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો માટે આયુર્વેદ/હેમિયોપેથી ગાઇડ લાઈન બહાર પાડેલ છે. જે આ સાથે સામેલ રાખે છે. તે મુજબ મહત્તમ પ્રજાજનો સુધી આ રક્ષણાત્મક ઉપાયો પહોંચે તે માટે જનજાગૃતિ અભિયાન, ઉકાળા કેમ્પ, શાળાઓ, કોલેજો વિગેરેમાં મુલાકાત લઈ કામગીરી કરવાની રહેશે. તથા કરેલ કામગીરીનો દૈનિક અહેવાલ અચૂક નિયંત્રણ અધિકારીને પ્રતિદિન આપવાનો રહેશે.

નિયંત્રણ અધિકારીએ સદર કામગીરી સુચારુ રીતે થાય તે માટે સઘન સુપરવિઝન અને મોનીટરીંગ કરવાનું રહેશે, તથા દૈનિક કામગીરીનો અહેવાલ નિયામકશ્રી, આયુષની કચેરીને cmdashboard.ayush@gmai.com મેઈલ દ્વારા અચુકપણે મોકલી આપવાનો રહેશે.

નિયામક

આયુષ

ગુજરાત રાજ્ય, ગાંધીનગર

પ્રતિ,

અત્રેની કચેરીના તાબા હેઠળની કચેરીઓના વડાશ્રીઓ (તમામ)

નકલ સવિનય રવાના જાણ સારુઃ-

માન. અગ્રસચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર

નિયામકશ્રી, આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર

કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો

image source

આયુર્વેદ પદ્ધતિ દ્વારા રક્ષણાત્મક ઉપાયઃ

1. ક્વાથઃ પથ્યાદીક્વાથ + દશમૂલ ક્વાથ + નિમ્બત્વકઃ પ્રક્ષેપ ત્રિકટુ

2. તુલસીના બે ચમચીમાં રસ બે મરીનો પાવડર નાખી સવાર સાંજ લેવું.

3. ઔષધસિદ્ધ જલઃ સૂંઠ 1 ચમચી અને નાગરમોથ 1 ચમચી (અથવા સૂંઠ 2 ચમચી)ને 10 ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી 5 ગ્લાસ રહે ત્યારે ગાળવું. જરૂરિયાત મુજબ નવસેકું પીવું.

4. ધૂપન દ્રવ્યઃ સલાઈ ગુગળ 50 ગ્રામ, ધેડાવજ – 10 ગ્રા., સરસવ – 10 ગ્રા. લીમડાના પાન – 10 ગ્રા. અને ગાયનું ઘી – 20 ગ્રા. મિશ્રણ બનાવી એક ચમચીનો ઇલેક્ટ્રીકલ ધૂપેલીયા અથવા ગાયના સૂકાયેલા છાણામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમેય ધૂપ કરવો.

image source

હોમિયોપથી સંબંધિત રક્ષણાત્મક ઉપાયોઃ

– આર્સેનિક આલ્બમ 30 પોટેન્સી 4 ગોળી સવાર સાંજ ત્રણથી સાત દિવસ લેવી.

– જો વાયરસનું સંક્રમણ ચાલુ જણાય તો મહિના પછી ફરીથી ઉપર મુજબ લેવી.

આહાર-વિહાર સૂચનો

આહારઃ

– ઘરનો સાત્વિક, સુપાચ્ય, હળવો ગરમ ખોરાક લેવો.

image source

– વાસી ખોરાક, આથાવાળી વસ્તુ, મેંદાની બનાવટ, દહીં, દૂધની બનાવટ, જંકફૂડ, ઠંડા પીણા અને ફ્રીજનું પાણી લેવા નહીં.

– વિરુદ્ધ આહારનું સેવન ના કરવું. તેમજ ફ્રીજમાં રાખેલી કોઈપણ વસ્તુઓ ના ખાવી.

– મગ, મસૂર, ચણા અને કળથીનો ગરમ સૂપ પીવો.

– શાકભાજીમાં કારેલા, પરવળ, કાચા મૂળા, દૂધી, કોળુ, સરગવો, આદુ, હળદર, લસણ અને ફુદીનો લેવા.

– પચવામાં ભારે તથા ચિકણા શાકભાજી ન ખાવા.

– ફળમાં પપૈયા, દાડમ, આમળા જેવા ફળ લેવા.

image source

– પાણી અડધું ઉકાળીને હુંફાળું જ પીવું અથવા સૂંઠ નાખી ઉકાળેલુ પાણી લેવું.

– ઇંડા તેમજ માંસાહારનો ત્યાગ કરવો.

વિહારઃ

– સ્વચ્છતા આસપાસની, ઘરની અને વ્યક્તિગત જાળવવી.

– ભીડભાડ વાળી જગ્યાએ બિનજરૂરી જવું નહીં. ડીસ્પોઝેબલ માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો.

– ખાસ હાથની સફાઈ કરવી બિનજરૂરી આંખ, નાક અને મોઢાનો સ્પર્શ હાથથી વારંવાર ના કરવો.

– શરદી ખાંસીના દર્દીઓથી અંતર રાખવું.

image source

– વિષ્ણુસહસ્ત્ર મંત્રનો અથવા અન્ય મંત્રોનો જાપ કરવો. હળવો પ્રાણાયામ અને વ્યાયામ કરવો.

– એકકાલ ભોજન – દિવસમાં એક વાર ભોજન લેવું. સૂર્યાસ્ત પહેલાં હળવું ભોજન લેવું.

– જમ્યા બાદ તુરંત ફરીથી અન્ય ખોરાક ના લેવો.

– દિવસે ખાસ કરીને જમીને સુવું નહીં. તેમજ રાત્રે મોડે સુધી જાગવું નહીં.

– હળદર-મીઠાવાળા નવસેકા પાણીના કોગળા કરવા

– સવારમા નાકમાં નવસેકા તલના તેલના બેબે ટીપા નાખવા અને આંગળીથી બંને નસકોરામાં લગાવવું.

– સંધ્યાકાળે ઘરમાં (સલાઈ ગુગળ, ઘોડાવજ, સરસવ, લીમડાંના પાન અને ગાયના ઘી)નો ધૂપ કરવો.

– ઉકળતા પાણીમાં અજમો નાખી નાસ લેવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ