ઇસબગુલના આ હેલ્થ બેનિફિટ્સ જાણીને તમને પણ લાગશે નવાઇ

ઇસબગુલ શુ છે અને તેને કેવી રીતે ખાવું જોઈએ? આ વિશે ખૂબ ઓછા લોકોને જાણકારી હોય છે. ખરેખર ઇસબગુલ એક આયુર્વેદિક દવા છે. જે ‘પ્લેટેગો ઓવેટા’ અને ‘પ્લેટેગો સિલિયમ’ નામના છોડના બીજમાંથી બનાવવામાં આવે છે. ઇસબગુલને સંસ્કૃત ભાષામાં ‘સ્નિગ્ધમબીજમ’ ના નામથી જાણવામાં આવે છે. ઇસબગુલને પેટ માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે. તેમજ ઇસબગુલ ખાવાથી શરીરને ઘણા લાભ મળે છે.

image source

ઇસબગુલને અંગ્રેજી ભાષામાં સિલિયમ હસ્કના નામથી ઓળખવામાં આવે છે. ઇસબગુલનો છોડ દેખાવમાં એલોવેરાના છોડ જેવો જ હોય છે. તેમજ ઇસબગુલના છોડ પર ઘઉંના છોડની જેમ ફૂલ આવે છે. આ ફુલમાં રહેલ બીજ કાઢીને ઇસબગુલ બનાવવામાં આવે છે. ઇસબગુલમાં લેક્સટિવ, કુલિંગ અને ડાઈયુરેટિક જેવા ગુણ મળી આવે છે. ઇસબગુલના ફાયદા તેને એક ખાસ જડીબુટ્ટી બનાવે છે અને તેનો પ્રયોગ કોઈપણ કરી શકે છે. ઇસબગુલ ખાવાથી શુ ફાયદા થાય છે તેની જાણકારી આ લેખ દ્વારા આપીશું.

ઇસબગુલના ફાયદા.:

image source

ઇસબગુલ એક પ્રકારનું ફાઇબર છે, જે પ્લેટેગો ઓવેટા ઔષધિના બીજમાંથી બનાવવામાં આવે છે. ઇસબગુલના ફાયદા દસ્ત, કબજિયાત, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. ઇસબગુલને સામાન્ય રીતે ભૂંસીના સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે. ઇસબગુલને કેપ્સુલ અને પાવડર સ્વરૂપમાં પણ ઉપયોગમાં લેવાય છે.

પેટની બળતરા દૂર થાય છે.:

image source

તળેલું અને મસાલેદાર ખાવાનું ખાવાથી ઘણીવાર પેટમાં બળતરાની ફરિયાદ રહે છે. પેટમાં બળતરા થવા પર ઇસબગુલનું સેવન કરી લેવું. ઇસબગુલ ખાવાથી પેટની બળતરા એકદમ ખતમ થઈ જશે અને પેટમાં શાંતિ મળશે. ખરેખરમાં ઇસબગુલની તાસીર ઠંડી હોય છે જેના કારણે ઇસબગુલ ખાવાથી બળતરા છુમંતર થઈ જાય છે.

બવાસીરથી રાહત મળે છે.:

image source

બવાસીરનો રોગ થવા પર ઇસબગુલનું રોજ સેવન કરવું જોઈએ. તેમજ રોજ ઇસબગુલ ખાવાથી બવાસીરની સમસ્યા ખતમ થઈ જાય છે. બવાસીરના દર્દીએ ઇસબગુલને પાણીમાં પલાળીને ખાવું જોઈએ. એક અઠવાડિયામાં જ અસર જોવા મળશે અને બવાસીર સારો થઈ જશે.

સાંધાના દુખાવા ગાયબ થઈ જશે.:

image source

સાંધાના દુખાવાને દૂર કરવા માટે પણ ઇસબગુલ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તેમજ ઇસબગુલ ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. એટલું જ નહીં પણ જે લોકોને દાંતના દુખાવાની ફરિયાદ રહે છે તે લોકો પણ ઇસબગુલનું સેવન કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. એટલે જ જે લોકોને દાંત કે સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તેમણે ઇસબગુલનું સેવન શરૂ કરી દેવું જોઈએ.

કફ દૂર થાય છે.:

image source

કફ થવા પર છાતી ભારે લાગે છે અને શિયાળાની ઋતુમાં આ તકલીફ ખૂબ વધી જાય છે. કફ થવા પર આપે ઇસબગુલનો ઉકાળો બનાવીને પી લેવો. ઇસબગુલનો ઉકાળો પીવાથી કફ એકદમ ખતમ થઈ જશે અને સરળતાથી નીકળી જશે. ઇસબગુલનો ઉકાળો બનાવવા માટે બે ગ્લાસ પાણી ગરમ કરવા માટે મૂકી દેવું અને તે પાણીમાં ઇસબગુલ નાખી દેવું. પાણી ગરમ થઇ ગયા પછી તે પાણીને ગાળી લેવું. હવે ઇસબગુલના ઉકાળાને પી લેવો. ઇસબગુલનો ઉકાળો દિવસમાં બે વાર પીવો.

કબજિયાત દૂર થશે.:

image source

કબજિયાતની તકલીફમાં ઇસબગુલ જરૂરથી ખાવું જોઈએ. ઇસબગુલ ખાવાથી કબજિયાતની તકલીફમાં રાહત મળે છે અને પેટ સરળતાથી સાફ થઈ જાય છે. ઇસબગુલને પાંચથી છ કલાક પાણીમાં રાખવું ઇસબગુલને સારી રીતે ફુલવા દેવું. ત્યારપછી ઇસબગુલને પાણીમાંથી કાઢી લેવું. તેમજ આ ઇસબગુલને રાતે સુતા પહેલા હુંફાળા દૂધ સાથે તેનું સેવન કરવું.

દસ્ત.:

image source

દસ્ત થવા પર ઇસબગુલ ખાય લેવું જોઈએ. ઇસબગુલ ખાવાથી પેટ સારું થઈ જશે અને શરીરને તાકત મળે છે. ખરેખર ઇસબગુલમાં મળી આવતા તત્વો દસ્તને તરત જ મટાડી દે છે. દસ્ત થાય ત્યારે ઇસબગુલને દહીં સાથે ભેળવીને ખાવાથી ખૂબ સારું રહે છે. એટલે જ આપે દહીં અને ઇસબગુલ ભેળવીને દિવસમાં બે વાર ખાવું જોઈએ. આમ કરવાથી દસ્તમાં રાહત મળશે અને દસ્તના કારણે જે નબળાઈ આવી હશે તે પણ દૂર થઈ જશે.

વધુ ભૂખ લગાડવા.:

જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય અને વજન વધારવા ઇચ્છતા હોય તો તેવા લોકોએ ઇસબગુલનું સેવન દૂધ સાથે કરવું. ઇસબગુલ અને દૂધ એકસાથે ખાવાથી ભૂખ વધે છે અને ઓછી ભૂખ લાગવાની સમસ્યા દૂર થઈ જાય છે. આ સિવાય ઇસબગુલ અને દૂધ સાથે ખાવાથી વજન પણ વધી જાય છે.

સૂકી ખાંસી દૂર થાય છે.:

image source

ઇસબગુલનું સેવન કરવાથી સૂકી ખાંસી દૂર થઈ જાય છે. જ્યારે સૂકી ખાંસી થાય ત્યારે ઇસબગુલને ખાંડ સાથે ભેળવીને ખાવું જોઈએ. દિવસમાં બે વાર આ મિશ્રણ ખાવાથી સૂકી ખાંસી તરત જ મટી જાય છે. તેમજ સૂકી ખાંસીથી છુટકારો મળી જાય છે.

માથાનો દુખાવો દૂર થાય છે.:

image source

જ્યારે આપને માથામાં દુખાવો થાય ત્યારે માથા પર ઇસબગુલનો લેપ લગાવી દેવો. ઇસબગુલનો લેપ માથાના દુખાવાને તરત જ દૂર કરી દે છે. ઇસબગુલનો લેપ બનાવવા માટે પહેલા નિલગીરીના પાનને સારી રીતે પીસી લેવા ત્યાર પછી તેમાં ઇસબગુલ ભેળવી દેવું. ત્યારપછી આ લેપને ૧૫ મિનિટ માથા પર લગાવી રાખવો.

કાનનો દુખાવો દૂર થાય છે.:

image source

જો કાનમાં દુખાવો થતો હોય તો ઇસબગુલને પાણીમાં પલાળવું. ત્યારબાદ પાણીમાંથી ઇસબગુલ કાઢીને તે પાણી ડુંગળીનો રસ ભેળવી દેવો. ત્યાર પછી આ રસને કાનમાં નાખવો. આમ કરવાથી કાનનો દુખાવો મટી જશે.

એસીડીટી.:

image source

એસીડીટી થાય ત્યારે જમીને તરત જ ઇસબગુલને ઠંડા પાણી સાથે પીવું. ઇસબગુલને પાણી સાથે ખાવાથી એસીડીટી તરત મટી જાય છે. તેમજ પેટને આરામ મળે છે.

વજન ઓછું કરવા.:

image source

વજન ઓછું કરવા માટે ઇસબગુલને રોજ સવારે સેવન કરવું જોઈએ. રોજ ઇસબગુલને ખાલી પેટ ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે. આપ ઇસબગુલને રોજ પાણીમાં નાખીને તેમાં લીંબુનો રસ નાખવો. આ મિશ્રણને ખાલી પેટ ખાય લેવું. આ મિશ્રણ ખાલી પેટ ખાવાથી વજન ઓછું થઈ જશે અને જમવાનું પણ સારી રીતે પચી જાય છે.

દિલની બીમારીને રોકે છે.:

image source

ઇસબગુલને ફાયદા દિલ સાથે પણ જોડાયેલા છે. ઇસબગુલ ખાવાથી દિલની બીમારી થવાનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે. ઉપરાંત ઇસબગુલ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં પણ મદદ કરે છે.

ટોક્સિન પદાર્થને બહાર ફેંકે છે.:

image source

પેટની અંદર જમા થયેલ ટોક્સિન પદાર્થોના કારણે પેટમાં દુખાવાની તકલીફ રહે છે. જ્યારે લોકો બહાર જમે છે ત્યારે તેઓના પેટમાં ટોક્સિન અને તૈલીય પદાર્થ જમા થઈ જાય છે અને આ ટોક્સિનને બહાર કાઢવાનું કાર્ય ઇસબગુલ દ્વારા કરવામાં આવે છે. એટલે જ આપે ભોજન પછી એક ચમચી ઇસબગુલનું સેવન કરવું જોઈએ. જેથી કરીને પેટમાં ટોક્સિન અને તૈલીય પદાર્થ જમા ના થાય અને બહાર નીકળી જાય.

ગોલ બ્લેડરમાં પથરી ના બને.:

image source

ઇસબગુલના ફાયદા ઘણા બધા છે. તેમજ ઇસબગુલનું રોજ સેવન કરવાથી ગોલ બ્લેડરમાં પથરી બની શકતી નથી. એટલે જે લોકોને ગોલ બ્લેડરમાં પથરીની સમસ્યા હોય તેવા લોકોએ રોજ ઇસબગુલનું સેવન કરવું જોઈએ. ઉપરાંત રોજ ઇસબગુલ ખાવાથી પથરીની તકલીફ દૂર થઈ જાય છે.

ક્યાંથી ખરીદવું.:

ઇસબગુલ સરળતાથી દુકાનોમાં મળી રહે છે. ઉપરાંત તે ઓનલાઈન પણ ખરીદી શકાય છે. જો કે આપે ફક્ત ઇસબગુલનો પાવડર જ ખરીદવો. કેમકે ઇસબગુલની કેપ્સુલ પણ ઉપલબ્ધ છે જે સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી. શક્ય હોય ત્યાં સુધી ઇસબગુલને પ્રાકૃતિક સ્વરૂપે જ ખરીદવું. કેમકે ફ્લેવર વાળું ઇસબગુલ પણ આવે છે અને ફ્લેવરવાળું ઇસબગુલ એટલું સારું માનવામાં આવતું નથી.

ઇસબગુલથી થતા નુકસાન.:

  • -ઇસબગુલનું વધુ સેવન કરવાથી આપને કોઈપણ રોગ થઈ શકે છે. ઉપરાંત પેટ ખરાબ પણ થઈ શકે છે.
  • -જો કોઈને ઇસબગુલ ખાવાથી એલર્જિક રિએક્શન થાય તો તરત જ ડોકટરને બતાવવું.
  • -ઇસબગુલની તાસીર ઠંડી હોવાથી તેને શિયાળાની ઋતુમાં ઓછું ખાવું જોઈએ. તેમજ શક્ય હોય તો તેને ગરમ દૂધ સાથે લેવું જોઈએ.

કેવી રીતે સેવન કરવું જોઈએ?:

image source

ઇસબગુલનું સેવન ઘણી બધી રીતે કરી શકાય છે. આપ તેને પાણીમાં પલાળીને ખાઈ શકો છો. જો આપ પાણીમાં પલાળીને ખાવા ઇચ્છતા હોવતો ઇસબગુલને પાણીમાં ઓછામાં ઓછું પાંચ કલાક પલાળી રાખવું. તેમજ જો આપ ઇસબગુલને દહીં સાથે કરવા ઈચ્છો છો તો ઇસબગુલને દહીમાં નાખીને તરત ખાઇ લેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ