ગૌમૂત્ર પીવાથી શરીરને થાય છે અઢળક લાભ, પણ જો આ રીતે પીશો તો નહિં તો થશે નુકસાન

આયુર્વેદમાં ગૌમૂત્રને ખૂબ લાભકારી માનવામાં આવ્યું છે અને રોજ થોડું ગૌમૂત્ર પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. દેશી ગાયનું ગૌમૂત્ર બજારમાં સરળતાથી મળી જાય છે અને તેને કોઈપણ પી શકે છે. એવું માનવવામાં આવે છે કે ગૌમૂત્ર પીવાથી લગભગ ૧૦૮ થી વધુ રોગોમાં રાહત મળે છે. તેમજ ગર્ભવતી ગાયનું ગૌમૂત્ર પીવુ સૌથી સારું માનવામાં આવે છે. કેમકે આ ગૌમૂત્રમાં હોર્મોન અને ખનીજ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારક હોય છે. આજે અમે આપને ગૌમૂત્રના ફાયદા, તેને કેવી રીતે પીવું જોઈએ વગેરે ગૌમૂત્ર સાથે જોડાયેલી જાણકારી આપીશું.

ગૌમૂત્રના ફાયદા:

image source

હિન્દૂ ધર્મમાં ગૌમૂત્રને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તેમજ સ્વાસ્થ્ય માટે પણ ગૌમૂત્રને ખૂબ લાભકારક માનવામાં આવે છે. ગૌમૂત્ર આપણા શરીરને ઘણી બીમારીઓથી દૂર કરે છે અને આપણા શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદ કરે છે. ગૌમૂત્રનો પ્રયોગ કરવાથી શોધકર્તાઓ જણાવે છે કે ગૌમૂત્ર આપણને સ્વસ્થ રાખવા માટે ખૂબ મદદ કરે છે. તેમજ ગૌમૂત્ર ખૂબ સરળતાથી મળી છે.

દાંત સ્વસ્થ રહે છે.:

દાંતને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખવા માટે આપે રોજ ગૌમૂત્રથી કુલ્લા કરવા જોઈએ. ગૌમૂત્રથી કુલ્લા કરવાથી દાંતમાં કીટાણું થતાં નથી. તેમજ દાંતનું સ્વાસ્થ્ય બની રહે છે. આપે એક ગ્લાસમાં ગૌમૂત્ર લઈને તેનાથી કુલ્લા કરવા અને પછી ચોખ્ખા પાણીથી મોં સાફ કરી લેવું. આપ ઈચ્છો તો તેને પી પણ શકો છો.

હોર્મોન વિકાસ સારો થાય છે.:

image source

મહિલાઓમાં હોર્મોનનું અસંતુલન વધુ જોવા મળે છે અને હોર્મોન અસંતુલિત હોવાના કારણે સ્ત્રીઓ જાડાપણાંનો શિકાર બની જાય છે. એટલે જ હોર્મોનને સંતુલિત રાખવા ખૂબ જરૂરી હોય છે અને ગૌમૂત્ર પીવાથી શરીરમાં હોર્મોનનું સંતુલન બની રહે છે. એટલે જ સ્ત્રીઓએ રોજ થોડું ગૌમૂત્ર પીવું જોઈએ.

જાડાપણું ઓછું કરે છે.:

image source

જાડાપણું દૂર કરવા માટે રોજ ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ. ગૌમૂત્ર પીવાથી એક મહિનામાં જ વજન ઓછું થવા લાગશે. વજન ઓછું કરવા માટે આપે ગૌમૂત્રમાં લીંબુનો રસ અને મધ ભેળવીને અને આ મિશ્રણ રોજ સવારે ખાલી પેટે કરવું. આમ પીવાથી આપનું જાડાપણું કાબુમાં આવી જશે.

હૃદય રોગથી સુરક્ષા મળે છે.:

image source

હૃદયને સ્વસ્થ રાખવા માટે ગૌમૂત્ર દિવસમાં બે વાર પીવું જોઈએ. આ પીવાથી હૃદય સારી રીતે કામ કરે છે. એટલે જ હૃદય રોગના દર્દીઓએ ગૌમૂત્ર ખાસ પીવું જોઈએ. ગૌમૂત્રને સવારે અને સાંજે પીવું જોઈએ.

જખમ પર જલ્દી રુજ આવે છે.:

image source

ઘાવ લાગવા પર ઘાવને ગૌમૂત્રથી જ સાફ કરવો અને તેને પી લેવું જોઈએ. આમ કરવાથી ઘાવ જલ્દી ભરાઈ જાય છે. ખરેખર ગૌમૂત્ર કોલેજન અને ટીસ્યુને બનાવવામાં મદદ કરે છે. જેથી જખમ જલ્દી ભરાઈ જાય છે.

મધુમેહ(ડાયાબિટીસ):

image source

ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ ગૌમૂત્ર જરૂરથી પીવું જોઈએ. ગૌમૂત્ર પીવાથી શરીરમાં સુગરનું સ્તર યોગ્ય બની રહે છે. તેમજ જે લોકો ગૌમૂત્રનું રોજ સેવન કરે છે તેઓને ડાયાબિટીસ થવાની સંભાવના ખૂબ ઘટી જાય છે.

કમળો દૂર થાય છે.:

image source

કમળાના રોગીઓ માટે ગૌમૂત્ર અમૃત સમાન માનવામાં આવે છે. તેમજ ગૌમૂત્ર પીવાથી દર્દી જલ્દી જ સાજા થઈ જાય છે. કમળાના દર્દીએ ૧૫ દિવસ સુધી ગૌમૂત્રમાં ફટકડી નાખીને પીવું જોઈએ.

ઉચ્ચ રક્તચાપ(હાઈ બ્લડપ્રેશર):

image source

ઉચ્ચ રક્તચાપની સમસ્યાથી ઘણા જ વધારે લોકો પીડાઈ રહ્યા છે અને ઉચ્ચ રક્તચાપ હોવાથી હૃદય રોગની શકયતાઓ ખૂબ વધી જાય છે. એટલે જ ઉચ્ચ રક્તચાપ થવાની સાથે જ તેને હળવાશથી લેવું નહિ અને ગૌમૂત્ર પીવાનું શરૂ કરી દેવું જોઈએ. ગૌમૂત્ર પીવાથી બ્લડપ્રેશર ઠીક રહે છે અને ઉચ્ચ રક્તચાપમાં ખૂબ રાહત મળે છે.

લોહીની કમી દૂર કરે છે.:

image source

લોહીની કમી એટલે કે એનિમિયા થવાથી ગૌમૂત્ર રોજ પીવું. રોજ ખાલી પેટે ગૌમૂત્ર પીવાથી એનિમિયાનો રોગ મટી જાય છે. આપ ગૌમૂત્રમાં ત્રિફલા અને ગાયનું દૂધ ઉમેરીને આ મિશ્રણ પી લેવું. આ પીવાથી એક અઠવાડિયામાં જ લોહીની કમી પુરી થઈ જાય છે અને એનિમિયા મટી જાય છે.

કબ્જ મટી જાય છે.:

image source

જો આપને કબજિયાત રહેતી હોય તો આપે ગૌમૂત્રમાં અડધી ચમચી મીઠું ભેળવીને પી લેવું. આમ કરવાથી કબજિયાત મટી જાય છે અને ગેસમાં રાહત મળે છે.

પેટનું ફુલવું.:

image source

ઘણા લોકોને એવું થાય છે કે જમવાનું જમ્યા પછી પેટ ફૂલી જાય છે અને પેટ ફુલવાના ઘણા કારણો હોઈ શકે છે. જો કે પેટ ફુલવા પર ગૌમૂત્રને લીંબુ સાથે પીવામાં આવે તો પેટ સારું થઈ જાય છે. આપે અડધા ગ્લાસ ગૌમૂત્રમાં લીંબુનો રસ ભેળવવો અને ત્યારપછી તેને સારી રીતે ઉકાળી લેવો. પછી આ મિશ્રણને ઠંડુ કરીને પી લેવું.

લોહી શુદ્ધ થાય છે.:

image source

જે લોકોનું લોહી અશુદ્ધ હોય છે તેવા લોકોને ચેહરા પર ખીલ થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આમ આવા લોકોએ રોજ ગૌમૂત્ર પીવું જોઈએ. ગૌમૂત્ર પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ખીલની સમસ્યાથી છુટકારો મળી જાય છે. ખરેખરમાં લોહી અશુદ્ધ હોવાથી ચેહરા પર ખીલની સમસ્યા સર્જાય છે. એટલે જ ખીલથી છુટકારો મેળવવા માટે ગૌમૂત્ર ખૂબ લાભકારક સાબિત થાય છે.

દુખાવો દૂર થાય છે.:

image source

શરીરના કોઈપણ ભાગમાં દુખાવો થતો હોય તો આપે ત્યાં ગૌમૂત્રથી શેક કરી લેવો જોઈએ. ગૌમૂત્રથી શેક કરવાથી દુખાવો એકદમ સારો થઈ જાય છે. આપે ગૌમૂત્રને હળવું ગરમ કરીને તેને એક બોટલમાં ભરી લેવું. ત્યારપછી એ બોટલને દુખાવાવાળી જગ્યા પર મુકવી.

શરદી સામે રક્ષણ મળે છે.:

image source

જે લોકોને ખૂબ શરદી રહે છે તેવા લોકોએ ગૌમૂત્રમાં સૂંઠ ભેળવીને પીવું જોઈએ. આ રીતે ગૌમૂત્ર પીવાથી શરદી ઓછી થશે અને ખાંસી ને તાવની સમસ્યા રહેશે નહીં. એટલું જ નહીં શિયાળામાં ગળું પણ ખરાબ નહિ થાય.

માંસપેશીઓ મજબૂત બનશે.:

image source

ગૌમૂત્ર પીવાથી માસંપેશીઓ મજબૂત બની રહે છે અને નબળી નથી પડતી. એટલે જ ઘરડા લોકોએ પણ ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ. જેથી તેઓના હાડકા મજબૂત બની રહે અને ઉંમર વધવા પર પણ નબળાઈ આવતી નથી.

ચામડીના રોગ સારા થઈ જાય છે.:

ચામડીના રોગ થવા પર આપે ગૌમૂત્રમાં લીમડો અને ગળોનો કવાથ સાથે પીવું. આ રીતે ગૌમૂત્ર પીવાથી ચામડીનો રોગ સારો થઈ જાય છે. આ સિવાય જીરું અને ગૌમૂત્રનો લેપ શરીર પર લગાવવાથી પણ લાભકારક સાબિત થાય છે અને ચામડીનો રોગ સારો થઈ જાય છે. આપે જીરાનાં પાવડરમાં થોડું ગૌમૂત્ર ભેળવવું અને આ મિશ્રણને શરીર પર સારી રીતે લગાવવું. ત્યારબાદ જ્યારે સુકાઈ જાય ત્યારે તેને પાણીની મદદથી સાફ કરી લેવું. એક મહિના સુધી આ લેપ લગાવવાથી ચામડીનો રોગ મટી જાય છે.

આંખો માટે ખૂબ ઉત્તમ છે.:

image source

ગૌમૂત્રને આંખો માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે અને ગૌમૂત્રથી આંખો ધોવાથી આંખોનું તેજ યથાવત રહે છે. આપે ગૌમૂત્રને તાંબાના વાસણમાં નાખીને સારી રીતે ગરમ કરવું. ત્યારબાદ તેને ગાળી લેવું. ત્યારપછી ઠંડુ કરી લેવું. રોજ આનાથી બે વાર આંખો ધોવી.

ગળું સારું રહે છે.:

image source

ગળું ખરાબ થવા પર ગૌમૂત્રમાં સોપારી ભેળવીને પીવું. આ મિશ્રણ પીવાથી ગળું એકદમ સારું થઈ જાય છે. તેમજ ગળાના દુઃખવામાંથી છુટકારો મળે છે. આ મિશ્રણને દિવસમાં ત્રણ પીવું.

સોજા દૂર થાય છે.:

image source

ગૌમૂત્રથી શરીરના સોજાને પણ મટાડી શકાય છે. શરીરના કોઈપણ ભાગમાં સોજો આવ્યો હોય તો ગૌમૂત્ર પી લેવું. ગૌમૂત્ર પીવાથી સોજો દૂર થઈ જાય છે. આ સિવાય પેટના દુખાવામાં પણ જો ગૌમૂત્ર પીવામાં આવે તો પેટનો દુખાવો દૂર થઈ જાય છે.

કેટલા પ્રમાણમાં સેવન કરવું જોઈએ?.

image source

ગૌમૂત્રનું હમેશા ખાલી પેટે કરવું જોઈએ. તેમજ દિવસમાં ૧૦૦ ગ્રામ જ ગૌમૂત્ર પીવું જોઈએ. નાના બાળકોને ગૌમૂત્ર પીવા માટે આપવું જોઈએ નહીં. ગૌમૂત્ર પીવાથી આપને જો કોઈ એલર્જી થાય તો તેનો ઈલાજ ડોકટર પાસે જરૂરથી કરાવવો.

ગૌમૂત્રથી જોડાયેલ નુકસાન:

વધારે માત્રામાં ગૌમૂત્ર પીવાથી પેટ ખરાબ થઈ શકે છે અને ઉલટીઓ થઈ શકે છે. એટલે વધુ પ્રમાણમાં ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ નહીં. આ સિવાય ગર્ભવતી સ્ત્રીઓએ પણ ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ નહીં.

image source

ગૌમૂત્રની જાણકારી:

-જે ગાયો તાજું ઘાસ ખાય છે તે ગાયોનું ગૌમૂત્ર પીવાથી વધુ લાભ મળે છે.

-શરીરની માલિશ માટે જૂનું ગૌમૂત્ર પણ ઉપયોગમાં લઇ શકાય છે.

-ગૌમૂત્રને પીતાં પહેલા સારી રીતે ગાળી લેવું. જેથી તેની અશુદ્ધિઓ દૂર થઈ જાય તે પછી જ પીવું જોઈએ. જોકે બજારમાં મળતા ગૌમૂત્ર પણ આપ પી શકો છો.

આમ ગૌમૂત્રના ખૂબ ફાયદા છે માટે તે રોજ પીવું જોઈએ. પરંતુ જુના ગૌમૂત્રનો ઉપયોગ ક્યારેય પીવા માટે કરવો નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ