આ જગ્યા પર મળે છે ડિઝાઇનર સ્વેટરની સાથે-સાથે અનેક ગરમ કપડા સાવ મફતના ભાવમાં,ખબર છે તમને?

આ શિયાળામાં સૌથી સસ્તા ગરમ વસ્ત્રો અહીંથી ખરીદો

image source

ધીમે ધીમે ઠંડી વધતી જઈ રહી છે અને બેગ તેમજ માળિયા તેમજ બેડની નીચેના સ્ટોરેજમાંથી ગરમ વસ્ત્રો બહાર નીકળી રહ્યા છે.

પણ હવે જેમ સામાન્ય વસ્ત્રોમાં પણ ફેશનનું ભરપુર ધ્યાન રાખવામાં આવે છે તેવી જ રીતે વિન્ટર વિયર એટલે કે શિયાળાના વસ્ત્રો પણ સ્ટાઇલીશ હોવા જરૂરી છે.

લોકો હવે ઘરની બહાર નીકળે ત્યારે અપટુડેટ રહેવા માગતા હોય છે અને પોતાના લૂકને સામાન્ય સ્વેટર કે શાલ પાછળ છૂપાવી દેવા નથી માગતા પણ તેને ઓર વધારે આકર્ષક બનાવવા માટે જેકેટ, શોલ, સુંદર સ્વેટર, બ્લેઝર, સ્ટોલ્સ તેમજ શ્રગ પહેરવાનો આગ્રહ રાખે છે.

image source

શું તમે પણ ફેશનેબલ વિન્ટર વિયર ખરીદવા માગો છો તો અમે તમને જણાવીશું કે તમે ક્યાં તદ્દન સસ્તા પણ આકર્ષક ગરમ કપડાં ખરીદી શકો છો.

દીલ્લીનું ગાંધીનગર માર્કેટ

જો શિયાળામાં તમારે સસ્તા અને સુંદર વસ્ત્રો ખરીદવા હોય તો તમારે દિલ્લીના ગાંધીનગર માર્કેટમાં જવું જેઈએ.

image source

આ માર્કેટ માત્ર ભારતનું જ નહીં પણ આખાએ એશિયાનું સૌથી મોટું હોલસેલનું બજાર છે.

આમ તો આ માર્કેટમાં હોલેસેલ વેચાણ થાય છે પણ કેટલીક એવી દુકાનો પણ છે જે ઘણા ઓછા ભાવે રીટેલમાં પણ સ્વેટર, જેકેટ, શાલ વિગેરે વેચે છે. અને જો તમે એક સાથે વધારે સામાન ખરીદવા માગતા હોવ તો તમને ખુબ જ ઓછી કીંમતે ઘણું બધુ મળી જાય છે.

અહીં તમે ભાવતાલ પણ કરાવી શકો છો. 3000નો માલ તમે ભાવતાલ કરાવીને 500 રૂપિયામાં પણ ખરીદી શકો છો.

image source

500 રૂપિયામાં તમે એક નહીં પણ 2-3 સ્વેટર ખરીદી શકો છો

ગાંદી નગર માર્કેટમાં આખાએ દેશમાં ઉત્પાદન પામેલા કપડાંનું વેચાણ કરવામાં આવે છે. અહીં છુટ્ટક ખરીદી કરીને પણ ઓછા રૂપિયામાં ઘણી બધી ખરીદી કરી શકો છો.

અહીં તમને લેડીઝ સ્વેટર માત્ર 180-200 રૂપિયાની અંદર મળી રહેશે.

અને 350 રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધીમાં તમે સ્ટાઇલીશમાં સ્ટાઇલીશ જેકેટ ખરીદી શકો છો.

image source

એવું નથી કે અહીં ઓછા ભાવમાં તમને ઉતરતી ગુણવત્તાનો સામાન વેચવામાં આવે છે પણ તમે સારી ગુણવત્તાનો સામાન પણ ખરીદી શકો છો. માત્ર બે હજારમાં તમે ત્રણ સારી ગુણવત્તાના જેકેટ પણ ખરીદી શકો છો.

દિલ્લીનું કમલા નગર માર્કેટ

આ માર્કેટ યુવતિઓ માટે સ્વર્ગ સમાન છે અહીં વસ્ત્રોથી માંડીને વિવિધ જાતની બ્યુટી પ્રોડક્ટ પણ ઉપલબ્ધ છે.

image source

અહીં નિયમિત રીતે ખરીદી કરતાં લોકો જણાવે છે કે શિયાળામાં તમે અહીંથી ખુબ જ સસ્તા ભાવે સ્વેટર, જેકેટ, વુલન લેગિંગ્સ, શ્રગ, સ્ટોલ વિગેરે ખરીદી શકો છો.

અહીં સ્વેટરની કીંમત 350 રૂપિયાથી શરૂ થાય છે તો સારી ડીઝાઈન વાળા જેકેટ પણ માત્ર 450-1500 રૂપિયામાં મળી રહે છે.

દિલ્લીનું મોનેસ્ટ્રી માર્કેટ

image source

આ માર્કેટ કશ્મીરી ગેટ મેટ્રો સ્ટેશન નજીક આવેલું છે અહીં શિયાળાના વસ્ત્રોની જાણે મોસમ ખીલી હોય છે.

અહીં તમને નાના બાળકોથી માંડીને યુવાનોના સ્ટાઇલીશ જેકેટ તેમજ હુડી મળી જશે તે પણ ખુબ જ વ્યાજબી કીંમતમાં.

image source

અહીં સ્ટાઇલીશ હુડીની રેન્જ 350-400 રૂપિયાથી શરૂ થા છે. જ્યારે સારામાં સારા જેકેટ તમે માત્ર 500 રૂપિયામાં ખરીદી શકો છો. અહીં બન્ને સાઇડ પહેરવાના જેકેટમાં પણ પુષ્કળ વેરાયટી મળે છે તે પણ માત્ર 800-1300 રૂપિયાની અંદર. અહીં માત્ર શિયાળાના જ વસ્ત્રો નથી મળતાં પણ રેગ્યુલર વસ્ત્રો પણ મળે છે પણ શિયાળામાં આ માર્કેટની રોનક જ કંઈક અલગ હોય છે.

દિલ્લીના આ માર્કેટોમાં પણ વ્યાજબી ભાવે મળે છે સુંદર વસ્ત્રો

image source

દિલ્લી આમ જોવા જઈએ તો ખરીદી માટે ઉત્તમ બજારો ધરાવે છે દિલ્લીમાં ઇલેક્ટ્રોનિક માર્કેટ પણ ઘણું વિશાળ છે.

અહીં વસ્ત્રો માટે મોનેસ્ટ્રી માર્કેટ, કમલા નગર માર્કેટ, ગાંધી નગર માર્કેટ ઉપરાંત ચાંદની ચોકનું માર્કેટ, કનોટ પ્લેસનું માર્કે, જનપથ માર્કેટ, વિગેરે પણ ઘણા જાણીતા છે.

image source

આ માર્કેટોમાં શિયાળાની આખી સીઝન ગરમ કપડાંનું માર્કેટ જામેલુ રહે છે. જો તમારે ગરમ વસ્ત્રો ઉપરાંત બીજા વસ્ત્રો પણ ખરીદવા હોય તો દિલ્લીના લાજપત નગર, કરોલબાગ માર્કેટ, શાહદરા માર્કેટ તેમજ સરોજીની નગર માર્કેટનું ચક્કર પણ લગાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ