કોરોના દર્દીઓની મદદ માટે અલગ-અલગ સેલેબ્સે આ રીતે દોઢ કલાકમાં કરી દીધા કરોડ રૂપિયા ભેગા

આખી દુનિયામાં કોરોના વાયરસ સામે લડી રહેલ લોકોની મદદ કરવા માટે બોલીવુડ અને હોલીવુડના મોટા સ્ટાર્સ ઓનલાઈન કોન્સર્ટ ‘આઈ ફોર ઇન્ડિયા’માં લાઈવ પર્ફોમન્સ દ્વારા કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની મદદ કરી રહ્યા છે. અક્ષય કુમાર ઉપરાંત કરણ જૌહર અને ફરહાન અખ્તર પણ ‘આઈ ફોર ઇન્ડિયા’ને સપોર્ટ કરી રહ્યા છે. આ ઇવેન્ટ દ્વારા અંદાજીત ૬ કરોડ રૂપિયા જમા કરવાનો લક્ષ રાખવામાં આવ્યો છે. આપને જણાવીએ કે, ઇવેન્ટ શરુ કર્યાના દોઢ કલાક દરમિયાન જ અંદાજીત ૧ કરોડ ૭૦ લાખ રૂપિયા એકઠા થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

આ દરમિયાન આમીર ખાનએ પત્ની કિરણ રાવની સાથે રાજ કપૂરની ફિલ્મનું ગીત ‘જીના ઇસીકા નામ હૈ..’ ગાયું છે. ત્યાર પછી શંકર મહાદેવન, કરણ જૌહર અને અનીલ કપૂરએ લાઈવ પરફોર્મ કર્યું. તેમજ તબલા વાદક ઉસ્તાદ જાકીર હુસૈનએ ‘i for india’ નું બેકગ્રાઉન્ડ પોસ્ટર લગાવીને તબલાની તાલ પર શાનદાર રજૂઆત કરી. ઉસ્તાદ જાકીર હુસૈનએ કહ્યું કે, ‘આપણે બધાએ આગળ આવીને કોરોનાની લડાઈમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.’

-કાર્તિક આર્યનએ ‘i for india’નું પોસ્ટર બતાવીને રોજીંદા મજુર વર્કર માટે મદદ કરવાની અપીલ કરી. કાર્તિક આર્યનએ કહ્યું છે કે, આજે આપે પોતાના લાંબા હાથ ફેલાવો અને એ લોકોની મદદ માટે આગળ આવો. સિંગર સુનિધિ ચૌહાણએ અગ્નિપથ ફિલ્મનું ફેમસ સોંગ- ‘ગુન ગુન ગુના રે, ગુન ગુન ગુના રે ગાયા’ કોઈપણ બેકગ્રાઉન્ડ મ્યુઝીક વગર સુનિધિ ચૌહાણએ આખું ગીત ગાયું છે. અને ફેંસને ડોનેટ કરવાની અપીલ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk) on

વિદ્યા બાલન કહે છે કે, છેલ્લા ૧૦૦ વર્ષમાં આવી કોઈ બીમારીનો સામનો કોઈએ નથી કર્યો. ઘરમાં રહેવું જ સુરક્ષિત છે. પરંતુ કેટલાક એવા લોકો પણ છે જેઓ ખુબ ખરાબ રીતે પીડાઈ રહ્યા છે. આ સમય છે એકબીજાનો ધ્યાન રાખવાનો. એકબીજાને સાથ આપવાનો. માધુરી દિક્ષિતએ આ ઇવેન્ટમાં ‘એડ શીરીન’નું અંગ્રેજી ગીત ગાયું- ‘I found a love, to carry more than just my secret, to carry love, to carry love’ ગાયું અને પિયાનો પર માધુરી દિક્ષિતના દીકરા આરીન નેનેએ સાથ આપ્યો.

 

View this post on Instagram

 

A post shared by Bhumi✨ (@bhumipednekar) on

-ભૂમિ પેડનેકરએ શુદ્ધ હિન્દીમાં પોતાનો મેસેજ આપ્યો. તેમણે ભાઈચારો, એકતાની અપીલ કરતા કહે છે કે, મારું દિલ એકલાપણા સાથે લડી રહેલ લોકો અને તેઓ જે ફ્રંટ લાઈન વર્કર માટે વ્યાકુળ છે જેઓ પોતાના જીવની ચિંતા કર્યા વગર ડ્યુટી કરી રહ્યા છે. દિયા મિર્ઝા પોતાની અપીલમાં કહે છે કે, લોકડાઉન દરમિયાન આપણે જોયું છે કે, ભલેને આપણે ઘરમાં બંધ છીએ પરંતુ કુદરતનું રૂપ ફરીથી નીખરી ગયું છે. તેમણે જાનવરો માટે મદદ કરવાની અપીલ કરી છે અને કહે છે કે, આવો આપણે ફક્ત માણસો માટે જ નહી પણ આખી કુદરત માટે પણ આગળ આવો અને મદદ કરો. આપણે કુદરત પાસેથી જે લીધું છે, તેને પાછું આપીએ.

કરણ જૌહરએ શુક્રવારના રોજ સોશિયલ મીડિયા પર આ કોન્સર્ટ વિષે જણાવ્યું હતું. કરણ જૌહરએ લખ્યું છે કે, અમે આ કોન્સર્ટ દ્વારા એ લોકોને એન્ટરટેઈન કરવા ઈચ્છીએ છીએ, જેઓ લોકડાઉનના લીધે ઘરમાં છે. આ સાથે જ એ લોકોને પણ ધન્યવાદ કરીશું જેઓ આ સમયે કોરોના વાયરસથી સીધી લડાઈ લડી રહ્યા છે અને જેમના કારણે અમે પોતાના ઘરેથી કામ કરી રહ્યા છીએ. આ કોન્સર્ટ દ્વારા અમે એ લોકો માટે પૈસા પણ ભેગા કરીશું, જેમની પાસે અત્યારે કોઈ રોજગાર નથી. ફંડમાં ભેગા થયેલ બધા જ પૈસા ‘કોવિડ રીલીફ’માં આપવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by GiveIndia (@give_india) on

આપને જણાવીએ કે, આ ઇવેન્ટ ‘ગીવ ઇન્ડિયા’ દ્વારા ફંડ કલેક્ટ કરવામાં આવશે. ૨૦ વર્ષ જુના આ ફાઉન્ડેશનના સંસ્થાપક વેંકટ કૃષ્ણન છે. આ પ્લેટફોર્મ ૧૨૫૦ કરતા વધારે એનજીઓને ૧૩ લાખ કરતા વધારે ડોનર્સ તરફથી ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેનો ઉપયોગ ઘણા પ્રકારના સોશિયલ વર્કમાં થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar) on

આ કોન્સર્ટમાં દેશ-વિદેશના સેલીબ્રીટી ફેસબુક પર લાઈવ પર્ફોમન્સ આપશે. જેમાં શાહરૂખ ખાન, કરીના કપૂર, આલિયા ભટ્ટ, એ.આર રહેમાન, અરીજીત સિંહ, અનુષ્કા શર્મા, હ્રીતિક રોશન, ફરહાન અખ્તર, જાવેદ અખ્તર, માધુરી દિક્ષિત, વીકી કૌશલ જેવા કલાકારો સામેલ થશે. આ લીસ્ટમાં પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનાસની સાથે નિકના મોટાભાઈ જો જોનાસ, બ્રાયન એડમ્સ, સોફી ટર્નર પણ સામેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ