“માનવતા ઝળકી ઉઠી: આ IPS અધિકારીએ બિમાર બાળક માટે કરી જોરદાર મદદ, ઊંટડીનુ દૂધ રાજસ્થાનથી મુંબઇ મોકલ્યુ”

માનવતા ઝળકી ઉઠી – IPS અધિકારીએ ત્રણ વર્ષના બાળક માટે રાજસ્થાથી મુંબઈ મોકલી મદદ

image source

સમગ્ર દેશમાં કોરોના વાયરસના પગલે લોકડાઉન ચાલી રહ્યું હોવાથી ધંધા રોજગાર પર તો માઠી અસર પડી જ છે પણ કેટલાક લોકો ગંભીર મુશ્કેલીમાં પણ મુકાઈ રહ્યા છે. અને તે વખતે પોલીસ તેવા લોકોને બનતી મદદ કરવા તત્પર રહે છે. તમે લોકડાઉન દરમિયાનના ઘણા બધા કિસ્સા વાંચ્યા હશે જેમાં પોલીસ જરૂરિયાતમંદોની મદદ કરતી હોય, કોઈને ફૂડ કીટ વહેંચી રહી હોય કે પછી કોઈને બીજી રીતે મદદરૂપ થઈ રહી હોય. આવો જ એક કિસ્સો મુંબઈના ચેંબૂર વિસ્તારમાં બની ગયો છે.

image source

વાસ્તવમાં મુંબઈના ચેંબૂર ખાતે રહેતી એક મહિલા તરફ રેલ્વે પોલીસ તેમજ સામાન્ય પોલીસે મુશ્કેલીના સમયે મદદનો હાથ લંબાવી ઝળહળતી માનવતા પ્રદર્શિત કરી છે. ચેંબૂરમાં રહેતી નેહા કુમારી નામની આ મહિલાનું ત્રણ વર્ષનું બાળક ઓટિઝમનો શિકાર છે. તેના સ્વાસ્થ્ય માટે ઉંટડીનું દૂધ અત્યંત આવશ્યક છે. અને જે લોકડાઉનના કારણે મુંબઈમાં ઉપલબ્ધ ન હોવાથી તેણીએ મદદ માટે વડાપ્રધાન મોદીને ટ્વીટ કરીને મદદ માગી હતી. અને તે ટ્વીટ થોડી જ મિનિટોમાં સોશિયલ મિડિયા પર વાયરલ થઈ ગયું. અને એક IPS અધિકારીએ તેણી તરફ મદદનો હાથ લંબાવ્યો.

image source

મહિલાએ 4થી એપ્રિલે પી.એમને પોતાના ટ્વીટમાં ટેગ કર્યા હતા, જેમાં તેણીએ લખ્યું હતું, ‘નરેન્દ્ર મોદી સર, મારું 3.5 વર્ષનું બાળક છે તે ઓટીઝમથી પીડાય છે અને તેને ગંભીર ફૂડ એલર્જી પણ છે. તે ઉંટડીના દૂધ અને દાળના મર્યાદિત પ્રમાણ પર નભી રહ્યો છે. જ્યારે લૉકડાઉન શરૂ થયું ત્યારે મારી પાસે પુરતા પ્રમાણમાં ઉંટડીનું દૂધ નહોતું જે લાંબો સમય ચાલી શકે. માટે મને ઉંટડીનું દૂધ અથવા તો તેનો પાવડર સાદરી (રાજસ્થાન)થી મેળવવામાં મદદ કરો.’

નેહા કુમારીનું આ ટ્વીટ થોડાં જ સમયમાં વાયરલ થઈ ગયું. અને તેણી પર મદદની વર્ષા થવા લાગી. ઓડિશામાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટિ સપ્લાય યુનિટના CEOની પોસ્ટ પર ફરજ બજાવતા IPS અધિકારી બોથરાના ટ્વિટર અકાઉન્ટ પર ઘણા બધા ફોલોઅર્સ છે. તેમાંના એક ફોલોઅરે નેહા કુમારીની વિનંતી તેમના સુધી પોહંચાડી.

image source

IPS અરુણ બોથરા મૂળ રાજસ્થાનના છે. એક આઈપીએસ અધિકારી હોવાથી ઘણા લોકો તેમની પાસે મદદની અપેક્ષા રાખતા હોય તે સ્વાભાવિક છે. તેમણે નેહા કુમારી સાથે વાત કરતાં તેણીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે તે 2-3 મહિના જેટલું ચાલે તેટલું ઉંટડીનું દૂધ સંગ્રહ કરી રાખે છે. પણ હાલ તેણી પાસે માત્ર 3-4 દિવસ ચાલે તેટલું જ દૂધ હતું. અને આ દૂધ વગર બાળકની સ્થિતિ બગડી શકે છે.

નેહા કુમારીને મદદ કરવા માટે IPS અધિકારી અરુણ બોથરાએ રેલ્વેનો સંપર્ક સાધ્યો હતો. અને તે દરમિયાન તેમના ટ્વિટર અકાઉન્ટ પર એક વ્યક્તિએ તેમને ઉંટડીનું દૂધ વેચતી એક પેઢી વિષે જણાવ્યું હતું જે ઉંટડીના દૂધનો પાઉડર ઉપલબ્ધ કરાવી શકે છે. ત્યાં તપાસ કરતાં તે કંપની પાસે માત્ર 400 ગ્રામ દૂધનો પાઉડર જ મળી શક્યો.

image source

ત્યાર બાદ IPS અધિકારી બોથરાએ પોતાના રાજસ્થાનના વોટ્સએપ ગૃપ પર પણ નેહા કુમારીની સમસ્યા શેર કરી હતી. ત્યારે તે ગૃપના એક સભ્યએ તેમને ઉત્તર-પશ્ચિમ રેલ્વેના ચીફ પેસેન્જર ટ્રાફિક મેનેજર તરીકે કામ કરતા તરુણ જૈન વિષે જણાવ્યું. તેઓ માલગાડીઓના ટ્રાન્સપોર્ટેશનનું કામ સંભાળે છે. IPS અધિકારીએ તરત જ તેમનો સંપર્ક કર્યો અને તેમને ઉંટડીના દૂધ માટે વિનંતી કરી. અને તેમની સાથે વાત થતાં તેમને જાણવા મળ્યું કે લુધિયાણાથી એક માલગાડી પસાર થવાની છે જે પાલી-મારવાડ-જોધપૂર થઈને મુંબઈ પહોંચે છે.

image source

તરુણ જૈને તરત જ રેલ્વેના કોમર્શિયલ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરીને દૂધનો જથ્થો વેચનારા વેપારીનો કોન્ટેક્ટ કરવાનું કહ્યું. જેથી કરીને દૂધની ડીલીવરી લેવા માટે કોઈ નજીકના સ્ટેશનને નક્કી કરવામાં આવે. ઉંટડીનું દૂધ વેચતી કંપની જે સાદરીમાં આવેલી છે ત્યાંથી ટ્રેન પસાર નહોતી થઈ રહી માટે નજીકના ફાલના સ્ટેશન પરથી દૂધની ડીલીવરી લેવાનું નક્કી કરવામાં આવ્યું. સામાન્ય સંજોગોમાં આ ટ્રેન ફાલના પણ ઉભી નથી રહેતી પણ આ દૂધની ડીલીવરી માટે સ્પેશિયલ તેને ત્યાં રોકવામાં આવી હતી.

image source

છેવટે નેહા કુમારી સુધી 20 કિલો ઉંટના દૂધનો પાઉડર અને 20 લિટર ઉંટડીનું દૂધ પહોંચતું કરવામાં આવ્યું હતું. IPS અધિકારી બોથરાએ માહિતી આપતા જણાવ્યું હતું, ‘પાઉડર અને દૂધનો જથ્થો 9મી એપ્રિલે મુંબઈ પહોંચતો કરવામાં આવ્યો છે. 10મી એપ્રિલે સાંજે 5 વાગે નેહા કુમારીએ પાર્સલ મેળવી લીધું છે. આ દરમિયાન બીજા એક પરિવારે પણ ઉંટડીના દૂધ માટે ટ્વીટ કરી મદદ માગી હતી. પણ ત્યાં સુધીમાં દૂધ રવાના થઈ ગયું હતું. પણ ચેંબુરમાં રહેતી નેહા કુમારીએ તે પરિવાર સાથે દૂધ શેર કરવાની દીલદારી બતાવી હતી અને તેમણે બીજા પરિવારને 5 લિટર દૂધ અને પાઉડર આપ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ