ધન્ય છે આ મહિલા ASIને, કે જે દોઢ વર્ષના બાળકને ઘરે મુકીને બજાવે છે પહેલા પોતાની ફરજ, બાળક રડે તો પણ માતા નથી કરી શકતી સ્પર્શ

મહિલા ASIની મજબૂરી – 12 કલાક ફરજ બજાવી રહેલી માતા પોતાના દોઢ વર્ષના બાળકને અડી નથી શકતી

image source

કોરોના વાયરસને અટકાવા હેતુ હાલ સમગ્ર દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે જેનું લોકો પાસે પાલન કરાવવા માટે પોલીસ 24×7 ફરજ બજાવી રહી છે. ફ્રન્ટલાઇન્સ પરના ડૉક્ટર્સ પોતાની ફરજ બજાવી રહ્યા છે તો વળી પોલીસ પણ લૉકડાઉનના નિયમોનું કડક રીતે લોકો પાસે પાલન કરાવી રહી છે.

પુરુષ હોય કે મહિલા પોલીસ તેઓ પોતાની ફરજ બજાવવાનું જરા પણ નથી ચુકી રહ્યા જેના માટે તેમને ચોક્કસ સલામ કરવું જોઈએ. કારણ કે તેઓ પોતાના કુટુંબીજનો તેમજ ઘરની જવાબદારીઓને બાજુ પર મુકીને પોતાની ફરજને પ્રાથમિકતા આપી રહ્યા છે. ખાસ કરીને મહિલા પોલીસ પોતાના બાળકોને પણ પુરતો સમય નથી આપી શકતા.

image source

તાજેતરમાં રાજકોટનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં બી ડિવિઝનમાં ASI તરીકે ફરજ બજાવતા મિતલબેન ઝાલા સતત 12 કલાક સુધી ફરજ બજાવી રહ્યા છે. સવારના 8થી સાંજના 8 સુધી તેઓ ખડે પગે ડ્યૂટી પર રહે છે. પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે અને તેમના પર સમ્માન પણ ઉપજશે કે તેઓ પોતાના દોઢ વર્ષના બાળકને ઘરે મુકીને ફરજ નિભાવી રહ્યા છે. માતા-પિતા તરીકે આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે આટલા નાના બાળક માટે માતાનો સહવાસ કેટલો જરૂરી હોય છે. પણ આ મહિલા અધિકારી પોતાની ફરજને પ્રાથમિકતા આપી રહી છે.

સ્વાભાવિક રીતે આટલી નાની ઉંમરે બાળકને વારંવાર માતાની યાદ આવતી હોય છે. પણ અહીં કરુણા એ છે કે મિતલબેન પોતાના બાળકને મળી તો શકે છે પણ તેને ખોળામાં લઈને રમાડી નથી શકતાં કે વહાલ પણ નથી કરી શકતા. તેમણે તો દૂરથી જ તેને રમાડવું પડે છે. જેથી કરીને મહામારી ફેલાવનાર વાયરસનો ચેપ તે નાનકડા જીવને ન લાગી શકી.

image source

જ્યારે જ્યારે પણ તેમનો દોઢ વર્ષનો દીકરો માતાને યાદ કરીને રડવા લાગે છે ત્યારે તેમના પતિ તેને માતાનો ચહેરો બતાવવા તેણી પાસે દોડી જાય છે. અને રડતાં બાળકને આ કર્મનિષ્ઠ મહિલા અધિકારી શાંત પાડવા માટે ઉંચકી પણ નથી શકતી કે થપથપાવી પણ નથી શકતી.

આ વિષે મહિલા ASI ના પતિ જણાવે છે કે માતાની ગેરહાજરીમાં બાળક સુઈ રહે તેવું જ શેડ્યુલ ગોઠવામાં આવ્યું છે. પણ બાળક તો બાળક જ હોય છે ગમે ત્યારે જાગી પણ જાય અને માતાની યાદ આવે એટલે રડવા પણ લાગે અને શાંત પાડવા માટે તેને તરત જ માતા પાસે લઈ જવો પડે છે. દિવસમાં ઓછામાં ઓછું 2-3 વાર તો આવું થાય જ છે.

ઘરે આવ્યા બાદ પોતાને સેનેટાઇઝ કર્યા બાદ જ માતા દીકરાને પોતાના ખોળામાં લઈ શકે છે

image source

કોરોના વાયરસની મહામારી જે રીતે ફેલાઈ છે તેને જોતાં તેને અટકાવવા માટે બહાર રહેતી વ્યક્તિએ ઘરના લોકોના સંપર્કમાં આવતા પહેલાં પોતાની જાતને સંપૂર્ણ સ્વચ્છ કરવી પડે છે. ત્યાર બાદ જ તે ઘરના લોકોને અડી શકે છે. મિતલબેને પણ તેવું જ કરવું પડે છે. તેઓ ઘરે જઈને સીધા જ પોતાના બાળકને હાથમાં નથી લઈ શકતાં.

image source

મિતલબેન જણાવે છે કે તેઓ ફરજ દરમિયાન તો બાળકને દૂરથી જ રમાડીને સંતોષ મેળવી લે છે અને ડાહ્યું બાળક શાંત પણ પડી જાય છે. પણ ડ્યૂટી દરમિયાન તેમણે ઘણા બધા લોકોને તપાસવા પડતા હોવાથી, તેમજ કેટલાએ લોકોના લાયસન્સ વિગેરે અડ્યા હોવાથી તેમને પણ સંક્રમણનું જોખમ રહે છે. અને તેમનું સંક્રમણ બાળકને ન લાગે તે માટે સાવચેતી જાળવતા તેઓ ઘરે પહોંચતા જ સૌ પ્રથમ તો પોતાના વસ્ત્રો પલાળીને સ્નાન કરી લે છે અને સેનેટાઇઝર કે સાબુથી હાથ ધોયા બાદ જ તેઓ બાળકને પોતાના હાથમાં લે છે. ધન્ય છે આવા મહિલા અધિકારીઓને જે પોતાની ફરજને પહેલું પ્રાધાન્ય આપા રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ