લૉકડાઉનમાં જાણો એવું તો શું થયુ કે પતિએ પત્નીને અડધો કિલોમીટર સુધી દોડાવી જોરદાર, હસી પડશો તમે પણ સુરતની આ રમુજી ઘટના વાંચીને

કેન્દ્ર સરકારક દ્વારા કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે 21 દિવસનું લૉકડાઉન લંબાવીને 3જી મે સુધી કરવામાં આવ્યું છે.

image source

અને આ દરમિયાન ઘણા બધા એવા લોકો છે જેમને બહાર ગયા વગર ચેન નથી પડી રહયું અને તેવા લોકો પર પોલીસ કડક જાપતો રાખી રહી છે. અને જો આવા કારણ વગર બહાર ફરતા લોકો તેમની નજરે પડે ત્યારે તેઓ તેમને બરાબરનો પાઠ ભણાવતા હોય છે.

કેટલીક જગ્યાએ પોલીસ લાઠી પણ વરસાવે છે તો કેટલીક જગ્યાએ ઉઠબેસ પણ કરાવવામાં આવે છે. અને તેમ છતાં લોકો આ સાહસ કરવામાંથી ઉંચા નથી આવતા. સુરતની વાત કરીએ તો તાજેતરમાં સુરતમાં એક હાસ્યાસ્પદ કિસ્સો બની ગયો છે. અહીંના પોશ વિસ્તાર એવા વેસુમાં એક દંપત્તિ લૉકડાઉન હોવા છતાં કારમાં ફરવા નીકળ્યું હતું. અને પછી જે થયું તે વાંચીને તમે તમારું હસવાનું નહીં ખાળી શકો.

image source

આ પતિ પોતાની પત્નીને લઈને બહાર ફરવા નીકળ્યો હતો. અને ચાર રસ્તા પર જેવી તેની નજર પોલીસ પર પડી કે તેણે તરત જ પોતાની પત્નીને કારમાંથી ઉતરવા કહી દીધું. કહ્યાગ્રી પત્ની કારમાંથી ઉતરી પણ ગઈ અને પછી પતિ કાર લઈને ભાગી ગયો. જેની પાછળ પત્નીએ અરધો કીલો મીટર દોડવું પડ્યું હતું તેમ છતાં પતિ રોકાયો નહોતો.

આ ઘટના ગત સોમવારની સુરતના વેસુ વિસ્તારની છે. આ વિસ્તારના ખાટુ શ્યામ મંદિર પાસે પતિ-પત્ની કારમાં લટાર મારવા નીકળ્યા હતા. અહીં પોલીસે કારને ઉભી રાખવાનો ઇશારો કરતા પતિએ પત્નીને કારમાંથી નીચે ઉતારી દીધી હતી. અને ત્યાર બાદ તરત જ તેણે કાર દોડાવી મૂકી હતી. પતિના આવા વર્તનથી પત્ની મુંઝાઈ ઉઠી અને પતિના નામની બૂમો પાડતી કાર પાછળ દોડવા લાગી હતી. અને આમ પતિએ પત્નીને અરધો કીલોમીટર સુધી દોડાવી અને તેમ છતાં કાર તો ના જ રોકી.

image source

ત્યાર બાદ ત્યાં હાજર મહિલા પોલીસે પોલીસ વાન લઈને મહિલાને ચાર રસ્તા લઈ આવી હતી. જેણે મહિલાને ફોન કરીને પોતાના પતિને બોલાવવા જણાવ્યું હતું. 10-15 મિનિટ બાદ પતિના પાછા આવ્યા બાદ પોલીસે દંપત્તિને સમજાવીને ઘરે મોકલી દીધા હતા. જોકે પતિના આ કૃત્યથી પત્ની ભારે ગુસ્સે ભરાઈ ગઈ હતી. ઘરે જઈને ચોક્કસ પતિનું તો આવી જ બન્યું હશે !

image source

હાલ લૉકડાઉન દરમિયાન લોકો બીનજરૂરી કારણસર ઘરની બહાર ન રહે તે માટે પોલીસ કડક પગલા લઈ રહી છે. તમે સોશિયલ મિડિયા પર એવા ઘણા બધા વિડિયોઝ તેમજ તસવીરો જોતા હશો જેમાં પોલીસ આવા લોકોને લાઠી ફટકરારી રહી હોય છે અથવા તો ઉઠબેસ કરાવતી હોય છે અથવા તો મુર્ગા બનાવીને ચલાવતી પણ હોય છે. આ બધું જ જોઈ સામાન્ય માણસ તો બહાર નીકળતા સો વાર વિચાર કરે છે પણ કેટલાક લોકો મુર્ખતાનું પ્રદર્શન કરતા રહે છે અને પછી પોલીસે પોતાનું કામ કરવું પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ