ઇન્ટરનેટ પર ડેટાને આ રીતે રાખો સુરક્ષિત, નહિં પડે ક્યારે કોઇને ખબર…

ઈંટરનેટનો ઉપયોગ કરો છો ને? તો કાને કોડીની જેમ બાંધી લો આ વાતો નહીં તો થશે ભયંકર નુકસાન

આજના સમયમાં ઈંટરનેટનો ઉપયોગ સરળ છે. કરોડો લોકો ઈંટરનેટનો ઉપયોગ કરે છે. તેમાં પણ સૌથી વધારે યૂઝ થાય છે ગૂગલ. લોકો કોઈપણ પ્રશ્નનો જવાબ શોધવા માટે સૌથી પહેલા ગૂગલનો ઉપયોગ કરે છે.

આ પ્લેટફોર્મ પર તેમને તમામ જાણકારી વિગતવાર મળી રહે છે. જો કે કેટલીકવાર લોકો ભુલથી એવી વેબસાઈટ પર પહોંચી જાય છે જેના કારણે તેમના ડેટાથી માંડી અન્ય અકાઉંટ હૈક થવાનું જોખમ વધી જાય છે.

image source

ટેકનોલોજી જેમ જેમ વધી રહી છે તેવી જ રીતે હૈકર્સ પણ નવા નવા રસ્તા શોધી લે છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે પોતાના ફેસબુક અને જીમેલ અકાઉંટ માટે એક જ આઈડી પાસવર્ડ રાખે છે.

તેનાથી ડેટા લીક થવા કે ચોરી થવાનું કામ સરળ થઈ જાય છે. આજે તમારા માટે આવા જ જોખમથી બચાવે તેવી જાણકારી શેર કરવામાં આવી છે. ઈંટરનેટ પર બ્રાઉસિંગ કરતી વખતે આ ટીપ્સને ફોલો કરશો તો તમને લાભ થશે.

1. ડેટા સુરક્ષિત રાખવા માટે બ્રાઉઝિંગ કુકીઝ પર નજર રાખો. કારણ કે કૂકીઝ જ અન્ય સાઈટને તમારી જાણકારી પૂરી પાડે છે. પ્રાઈવસી ટૂલ તમારી કૂકીઝ પર નજર રાખે છે. આ ઉપરાંત બ્રાઉઝરના સિક્યોરિટી ફીચર્સનો પણ ઉપયોગ કરી શકો છે. તેનાથી ડેટા પણ લીક થશે નહીં

image source

2. બ્રાઉઝિંગ સુરક્ષિત કરવા માટે તમારે સેટિંગ અને ઓટોમેટિકને બદલે મેન્યુઅલ રાખવી જોઈએ. મેન્યૂઅલ સેટિંગ રાખવાથી તમારી પરમિશન વિના બ્રાઉઝર અપડેટ નહીં થાય. તમારે માત્ર થોડા થોડા સમયે બ્રાઉઝર અપડેટ કરવું પડશે જેથી તમને નવા સિક્યોરિટી ફીચર્સ મળતા રહે.

3. જ્યારે પણ કોઈ વેબસાઈટ પર જાઓ તો તેના યૂઆરએલ પર ધ્યાન જરૂરથી આપવું. જણાવી દઈએ કે સુરક્ષિત સાઈટ્સના યૂઆરએલની શરૂઆત https થી થાય છે.

જો યૂઆરએલમાં માત્ર http જ જોવા મળે તો આવી વેબસાઈટ પર જવાનું ટાળો. અહીં જે s હોય છે તેનો અર્થ થાય છે કે વેબસાઈટ સિક્યોર છે.

image source

4. જો તમે તમારા કોમ્પ્યૂટર સિવાય અન્ય કોઈ સિસ્ટમ પર ફેસબુક કે જી-મેલ લોગ ઈન કરતા હોય તો તેનાથી પણ તમારી અંગત જાણકારી લીક થઈ શકે છે. તમારી બ્રાઉઝિંગ ઈંટરનેટ સર્વિસ પ્રોવાઈડર પર રેકોર્ડ થઈ જાય છે. આ ઉપરાંત તમારે બ્રાઉઝિંગ પછી તમામ હિસ્ટ્રી પણ ડિલીટ કરી દેવી જોઈએ.

5. ભુલથી પણ ક્યારેય કોઈ વિજ્ઞાપન પર ક્લિક ન કરો. આ પ્રકારના વિજ્ઞાપન મોબાઈલ કે કોમ્પ્યૂટરમાં વાયરસની જાણકારી શેર કરે છે. હૈકર્સ પણ આ પ્રકારના વિજ્ઞાપનનો ઉપયોગ કરી લોકોને પોતાનો શિકાર બનાવે છે.

image source

આવા વિજ્ઞાપન પર એન્ટર કરવાથી તમારા ડિવાઈસમાં વાયરસ એન્ટર થઈ જશે અને તેની મદદથી હૈકર્સ તમારા ડેટાથી માંડી તમારા બેન્ક અકાઉંટને પણ ખાલી કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ