જાણો કેમ Facebookનો રંગ વાદળી હોય છે…

શા માટે facebookનો રંગ છે વાદળી?, જાણો આવી જ રસપ્રદ માહિતી facebook વિશેની.

image source

આજે (4 ફેબ્રુઆરી) વિશ્વવ્યાપી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકનો જન્મદિવસ છે. તે 2004 માં શરૂ થયું હતું, અને તેના 16 વર્ષ પૂરા થયા છે. 4 ફેબ્રુઆરી 2004 ના રોજ શરૂ થયેલ ફેસબુકમાં ઘણા ફેરફારો થયા છે.

આપણે ફેસબુક પર ઘણો સમય વિતાવીએ છીએ પરંતુ તેની સાથે જોડાયેલી ઘણી બાબતો એવી છે જે કદાચ આપણને ખબર ના હોય. ચાલો જાણીએ ફેસબુકના જન્મદિવસ પર તેને લગતી કેટલીક રસપ્રદ વાતો.

ફેસબુકના ceo નું પૂરું નામ માર્ક એલિયટ ઝુકરબર્ગ છે. જેનો જન્મ 14 મે 1984માં થયો હતો.

image source

માર્ક ઝુકરબર્ગ અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં ભણ્યા છે.

ફેસબુક પહેલા ખાલી તેની યુનિવર્સીટી માટે જ લોન્ચ કર્યું હતું. ત્યારબાદ તેને અમેરિકા અને પછી આખા વિશ્વમાં લોન્ચ કર્યું.

ફેસબુક પર લંડનમાં ડેટા ચોરી કરી ને વેચવાનો કેસ થયો હતો અને તે કેસમાં ફેસબુકે કરોડો ડોલરની પેનલ્ટી ભરી હતી.

image source

ફેસબુકના ceo માર્ક ઝુકરબર્ગે 2012 મા ચીનની છોકરી પ્રિસિલા ચાન સાથે લગ્ન કર્યા હતા.

ફેસબુકની કમાણી 2020 મા 80.7 બિલિયન ડોલર હતી.

માર્ક ઝુકરબર્ગ ને ફેસબુકના સીઈઓ તરીકે વાર્ષિક ઈનકમ માત્ર 1 ડોલર મળે છે.

image source

શું તમે જાણો છો કે ફેસબુકના વાદળી રંગનું કારણ કલર બ્લાઈંજનેસ છે. ઝકરબર્ગ લાલ અને લીલો રંગ વચ્ચેનો તફાવત જાણતો નથી અને વાદળી તે રંગ છે જે તે શ્રેષ્ઠ જોઈ શકે છે.

તમને ખાતરી નહીં થાય પણ જો તમારે ફેસબુક પર માર્ક ઝુકરબર્ગના પેજ પર જવું હોય તો ફેસબુક ડોટ કોમ/4. ટાઇપ કરો. આની મદદથી તમે સીધા જ માર્ક ઝુકરબર્ગની પ્રોફાઇલ પર જઈ શકો છો.

image source

શરૂઆતમાં ફેસબુકનું લાઈક બટનનું નામ ‘AWESOM’ હતું, જેનું નામ પાછળથી ‘LIKE’ રાખવામાં આવ્યું.

જો કોઈ ફેસબુક વપરાશકર્તા મૃત્યુ પામે છે, તો તેના/તેણીના મિત્રો, પરિવારના સભ્યો અથવા અન્ય પરિચિતો ફેસબુકને રિપોર્ટ કરી શકે છે અને તેમની પ્રોફાઇલને ‘Memorialized Account’ તરીકે બદલી શકે છે.

image source

ફેસબુક ઘણા સાઉન્ડ ઈફેક્ટ અને મ્યૂઝિક પ્રદાન કરે છે. આ મ્યુઝિક નમૂનાઓ વિશેની ખાસ વાત એ છે કે તે ફેસબુકના પ્લેટફોર્મ પર સંપૂર્ણ મફત છે. જેનો ઉપયોગ તમે તમારા પ્રોજેક્ટમાં કરી શકો છો. આ સિવાય ફેસબુક થોડા સમય પહેલા યુઝર્સ માટે મોબાઈલ રિચાર્જ કરવાનો પણ એક વિકલ્પ શરૂ કર્યો હતો.

image source

થોડા સમય પહેલાજ ફેસબુકે વોટ્સએપ કંપની ને ખરીદી હતી. હાલ વોટ્સએપ માર્ક ઝુકરબર્ગની કંપની છે.

ચીનની સરકારે ચીનમાં ફેસબુક વાપરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ