ખરાબ મુડને સારો કરી દેશે આ ફની તસવીરો, જોતાની સાથે જ હસી પડશો તમે

21મી સદીમાં રહીને 22મી સદીના આઇડિયા પર જીવતા આ લોકોની તસ્વીરો જોઈ તમે પણ વિચારતા રહી જશો.

image source

આપણે ઘણીવાર આપણા વડીલોની આદતોને જોઈને તેમની મઝાક ઉડાવતા હોઈએ છે કે તેઓ કઈ સદીમાં જીવી રહ્યા છે કે તેમને ફલાણાની ખબર નથી.

પણ જો તમને તમારા પર ગર્વ હોય કે તમે આજના યુગમાં જીવી રહ્યા છો, તમે પોતાની જાતને એડવાન્સ માનતા હોવ તો તમને જણાવી દઈએ કે આ દુનિયમાં કેટલાક એવા લોકો પણ અસ્તિત્ત્વ ધરાવ છે જેઓ જન્મ્યા ભલે 21મી સદીમાં થયો હોય પણ જીવી રહ્યા છે બાવીસમી સદીમાં.

image source

તમે પણ તેમના આઇડિયાઝ અપનાવી શકો છો. જુઓ તેવી જ કેટલીક તસ્વીરો.

ગરમાગરમ નૂડલ્સને ફૂંક માર્યા વગર ઠંડી કરો

image source

પોર્ટેબલ ફેનનો ઉપયોગ તમે ક્યારેય આ તો નહીં જ વિચાર્યો હોય. ફૂંક મારી મારીને મોઢું દુખાડવું તેના કરતાં આ રીતે નાનકડા ફેનથી પણ તમે તમારા નૂડલ્સને ઠંડા કરી શકો છો અને જીભ દઝાડ્યા વગર નૂડલ્સ ખાઈ શકો છો.

ગેસના બાટલાનો ગજબનો ઉપયોગ

image source

આ વ્યક્તિ શું કરવા જઈ રહ્યો છે તે તો તે જ જાણે પણ તેના બજેટમાં કદાચ આ જ ઉપાય થઈ શકતો હશે. આ વ્યક્તિ ખરેખર કંઈક કોર્સ બહારનું જ વિચારી રહ્યો લાગે છે. હવે આ ગેસનો બાટલો તેને તારશે કે મારશે તે તો તે જ જણે.

લાઇવ મેચ જોવા જાઓ ત્યારે આ ઉપાય ચોક્કસ અજમાવો

image source

તમે બાયનોક્યૂલરનો ઉપયોગ માત્ર દૂરનું નજીક જોવા માટે જ કર્યો હશે પણ આ ઉપાય તમે હવે જ્યારે લાઇવ મેચ જોવા જાઓ ત્યારે અપનાવી શકો છો. બાયનોક્યૂલર અને મોબાઈલના ઉપયોગથી તમે સ્પોર્ટ્સને નજીકથી જોઈ પણ શકો છો અને ગમે તો તસ્વીર પણ લઈ શકો છો.

સ્કેટ્સ મેન

image source

તમે સુપર મેન, સ્પાઇડર મેન, એન્ટ મેન સાંભળ્યું હશે પણ ક્યારેય સ્કેટ્સ મેન વિષે નહીં સાંભળ્યું હોય. આ રહ્યો નવો સુપર હીરો સ્કેટ્સમેન. આ વ્યક્તિને જોતાં લાગે છે કે તેને સ્કેટ્સ પોતાના પ્રાણથી પણ પ્યારા છે અને માટે જ તેના અંગ અંગ પર સ્કેટ્સ છે. આવો સ્કેટ્સ પ્રેમી તો તમે ક્યારેય નહીં જોયો હોય.

નો હેડલાઇટ્સ !

image source

આ વ્યક્તિને હેડલાઇટ્સ ઘણી મોંઘી પડતી હશે અને માટે જ તેણે જુગાડ કરીને એક સસ્તો ઉપાય શોધી લીધો છે.

ખીસ્સાનો ખરો ઉપયોગ તમે પણ શીખી લો

image source

આ બાળકે ચોક્કસ તમારા દિમાગને એક સદી પાછળ ધક્કેલી દીધું છે અથવા તો તે એક સદી આગળ જતો રહ્યો છે. છેવટે એક તો એવી વ્યક્તિ મળી જ ગઈ જેણે ખિસ્સાનો યોગ્ય ઉપયોગ કરી બતાવ્યો.

વાળ કપાવાનું બજેટ નથી

image source

ભારતમાં વાળ કપાવવા સસ્તા છે પણ વિદેશમાં વાળ કપાવવા માટે તમારે તમારા ખિસ્સાને ઘણું બધું હળવુ કરવું પડે છે પણ આ યુવાન તેના પૈસા બચાવવા માગે છે અને જાતે જ હેરકટ કરવા માગે છે. અને તેણે તેના માટે એક ઉત્તમ ઉપાય શોધી જ લીધો. આ વ્યક્તિને તો તેના સંશોધન પર એક પુરસ્કાર તો ચોક્કસ મળવો જોઈએ !

ઉનાળો આવી રહ્યો છે !

image source

ઉનાળાની ગરમીથી ત્રસ્ત થાઓ તે પહેલાં તમે પણ આ ઉપાય અજમાવી શકો છો. આ ટાબરિયાએ પોતાના ફ્લેટમાં જ પોતાની બાલ્કનીમાં પોતાનો પૂલ બનાવી લીધો. જો તમારી પાસે પણ તમારા પ્રાઇવેટ પૂલ માટે બજેટ ન હોય તો આ ઉપાય તમે પણ અજમાવી શકો છો.

જુગાડુ છોકરો

image source

બુફેમાં ઘણા બધા લોકોને પ્લેટ પકડીને ભોજન કરવામાં સમસ્યા રહેતી હોય છે અને માટે હવે લગ્નોમાં લોકો માટે ટેબલ ખુરશીની પણ વ્યવસ્થા કવરામાં આવે છે. પણ કેટલીક જગ્યાએ તે સગવડ ન મળતાં કોઈક તો ઉપાય અજમાવવો પડે છે આ નાનકડા છોકરાએ પણ પોતાની વ્યવસ્થા કરી જ લીધી છે જે તમે આ તસ્વીરમાં જોઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ