આ છે રેખાની સુંદરતાનું રહસ્ય, વાંચીને ફોલો કરો તમે પણ

65 વર્ષની ઉંમરે પણ જુઓ રેખાની સુંદરતાનું રહસ્ય શું છે?, જાણો અહીંયા એ વિશે વિગતે:-

image source

રેખાની અગાઢ સુંદરતાનું રહસ્ય:

હિન્દી ફિલ્મ ઉદ્યોગની હિન્દી અભિનેત્રીઓમાંની એક એટલે રેખા, આજે 10 ઓક્ટોબરના રોજ પોતાનો 65 મો જન્મદિવસ મનાવી રહી છે. રેખાને જોઈને દરેકના મનમાં એક જ સવાલ થાય છે કે આ ઉંમરે પણ રેખા આટલી સુંદર લાગે છે તેનું રહસ્ય શું હશે?

image source

રેખાને જોઈને એવું લાગે છે કે જાણે કે તેની ઉંમર જ વધવાની બંધ ન થઈ ગઈ હોય. તે છેલ્લાં ઘણાં વર્ષોથી આમની આમ જ દેખાઈ રહી છે. બોલીવુડની આ જાણીતી અભિનેત્રીની અગાઢ સુંદરતાનું રહસ્ય, આજે અમે તમને જણાવીએ છીએ.

રેખાને યોગ અતિ પ્રિય છે:-

image source

રેખા એ એક ફિટનેસ ફ્રીક છે, એટલે કે તેણે પોતાની જાતને હંમેશાં ફીટ રાખવી પડે એમ છે એટલે આ માટે તે દરરોજ જીમમાં જઈ કસરત કરવા કરતાં યોગ પર વધારે વિશ્વાસ કરે છે. નિયમિત યોગાભ્યાસની સાથે, રેખા ધ્યાનમાં પણ બેસે છે. જેનાથી તેનું મગજ શાંત રહે છે. તેનાથી જ શરીરની અંદરની સુંદરતા તેના ચહેરા પર સ્પષ્ટ પ્રતિબિંબિત થાય છે.

રેખાના આહારમાં સામેલ ચીજવસ્તુઓ જે તે નિયમિત ખાય છે:-

image source

રેખા હંમેશાં ફિટ, તંદુરસ્ત અને સુંદર દેખાવા માટે ફરજિયાતરૂપે અને સંતુલિત આહાર યોજનાઓનું પાલન કરે છે અને હંમેશાં કોઈપણ પ્રકારના જંક ફૂડથી હંમેશા દૂર રહે છે.

દરરોજ રેખાના રોજિંદા આહાર વિશે જો વાત કરીએ તો, તે ખૂબ જ ઓછા તેલ અને મસાલામાં બનેલી શાકભાજી, 2 રોટલી અને 1 બાઉલ દહીં ખાવાનું પસંદ કરે છે. આ સિવાય તે સાંજે સાડા સાત વાગ્યે રાત્રિભોજન કરે છે અને તે પછી કંઇ પણ ખાતી નથી.

ચમકતી ત્વચાનું રહસ્ય:-

image source

રેખા માને છે કે તમારી ત્વચા ત્યારે જ સુંદર બની શકે છે જ્યારે તમે ખૂબ જ પાણી પીતા હોવ અને તેથી રેખા દરરોજ ઓછામાં ઓછા 10 થી 12 ગ્લાસ પાણી પીવે છે. આમ કરવાથી, તેમની ત્વચા ડિટોક્સ થાય છે અને સાથે સાથે હાઇડ્રેટેડ રહે છે. આ જ કારણ છે કે રેખાની ત્વચા અને તેનો ચહેરો પુરા સમય માટે ચમકતો રહે છે.

ચહેરા પરથી મેકઅપ દૂર કર્યા વગર સૂઈ જતી નથી:-

image source

રેખા હંમેશાં એક રોજિંદા નિયમને અનુસરે છે અને તે એ છે કે તે ચહેરા પરના મેક-અપને દૂર કર્યા વિના ક્યારેય સૂતી નથી. આ સિવાય તે દરરોજ સીટીએમ બ્યુટી રૂટીનને સંપૂર્ણ રીતે અનુસરે છે એટલે કે ક્લીનસિંગ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ.

આ સિવાય, પોતાની ત્વચાનું તૈલી સંતુલન જાળવવા માટે રેખા ઇસેંશલ ઓઇલ દ્વારા તેની ત્વચા માટે એરોમાથેરાપીનો ઉપયોગ પણ કરે છે.

image source

વાળના માટે ખાસ હેરપેકનો ઉપયોગ:

રેખાની માત્ર ત્વચા જ નહીં પરંતુ, તેના સુંદર અને લાંબા વાળ પણ હંમેશાં એક આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. રેખા તેના વાળની જાળવણી માટે,આ ઘરેલું હેરપેકનો ઉપયોગ કરે છે, જે દહીં, મધ અને ઇંડાની સફેદી ના મિશ્રણ દ્વારા તૈયાર કરવામાં આવે છે.

image source

આ સિવાય, રેખા તેના વાળ પર કોઈ પણ પ્રકારના હેર ડાય, સ્ટ્રેઈટનર, કલર અથવા કૃત્રિમ વાળના ઉત્પાદનોનો બિલકુલ ઉપયોગ કરતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ