અનુષ્કા શર્માથી લઇને આ સેલેબ્રિટીની જોઇ લો પ્લાસ્ટિક સર્જરી કરાયા પહેલાની અને પછીની તસવીરો

ભારતીય તેમજ વિદેશી સેલેબ્રિટિઝની પ્લાસ્ટિક સર્જરી પહેલાં અને પછીની તસ્વીરો જોઈ તમારી આંખો પહોળી થઈ જશે.

image source

ફિલ્મો હોય કે ફેશન જગત હોય આપણે હંમેશા તેની ગ્લેમરસ એટલે કે સુંદર આકર્ષક બાજુ તરફ જ આકર્ષાતા હોઈએ છે પણ તેની પાછળ કેટલીક કદરૂપતા પણ છૂપાયેલી હોય છે. અહીં જે સુંદર છે તે જ વેચાય છે. બાકી જે સામાન્ય છે અથવા તો સામાન્યથી નીચેનું સૌંદર્ય ધરાવે છે તેના માટે અહીં કોઈ જ જગ્યા નથી.

image source

માટે જ સેલેબ્રિટિએ પોતાની જાતને સુંદર આકર્ષક અને સંપૂર્ણ દેખાવા માટે કુદરત વિરુદ્ધ જવું પડે છે અને મેડિકલ સાયન્સનો સહારો લેવો પડે છે. કોઈ પોતાનું મોટું નાક નાનું કરાવે છે તો કોઈ પોતાના લીપ ફિલ કરાવે છે તો કોઈ પોતાનો વાન ગોરો કરાવે છે. તો આજે અમે તમને બોલીવૂડ તેમજ હોલીવૂડની કેટલીક એવી જ સેલેબ્રિટિઝની તસ્વીરો બતાવીશું.

તમે તેમનો પ્લાસ્ટિક સર્જરી પહેલાની અને પછીની તસ્વીર જોઈને ચકિત થઈ જશો. જો કે તેમાંના કેટલાક કમભાગિયા પણ છે જેમને પ્લાસ્ટિક સર્જરી ફળી નથી અને તેઓ પહેલાં જેટલું સૌંદર્ય પણ ગુમાવી બેઠા છે.

અનુષ્કા શર્મા

image source

અનુષ્કા શર્માએ બોલીવૂડમાં પ્રવેશ્યા બાદ અને સફળતા મેળવ્યા બાદ ઘણા સમય બાદ આ પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. અને તેણીની તે બાબતે ઘણી નિંદા પણ થઈ હતી. તેણીએ પ્લાસ્ટિક સર્જરી દ્વારા પોતાના હોઠને સુંદર બનાવડાવ્યા હતા.

image source

તેણીએ તે વાતનો સ્વિકાર પણ કર્યો છે કે તેણીના ભરેલા ઘેરા હોઠ એક લિપ એન્હેન્સિંગ ટૂલની કમાલ છે. તમે આ તસ્વિરોમાં તેના હોઠ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે જોઈ શકો છો.

શ્રૃતિ હસન

image source

શ્રૃતિ હસન પર પ્લાસ્ટિક સર્જરીની સૌથી સારી અસર થઈ છે. કારણ કે તેના કારણે તેણીની સુંદરતામાં ઘણો ફરક પડ્યો છે. અને તે બાબતે તેણીએ ક્યારેય કશું છુપાવ્યું પણ નથી.

જો કે તે બાબતે તેણીએ જણાવ્યુ હતું કે તેણે પોતાનુ સૌંદર્ય વધારવા નહીં પણ તેણીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી આ નોઝ જોબ કરાવ્યું હતું. તેણીએ પોતાના લીપની પણ સર્જરી કરાવી હોય તેવી પણ અફવા હતી જેને તેણીએ મૂળથી નકારી કાઢી હતી.

પ્રિયંકા ચોપરા

image source

માત્ર બોલીવૂડ નહીં પણ હોલીવૂડમાં પણ પોતાનો ઝંડો લહેરાવનારી પ્રિયંકા ચોપરા એક ભૂતેપૂર્વ મિસ વર્લ્ડ રહી ચૂકી છે. તેણી એક સામાન્ય યુવતિમાંથી હોટેસ્ટ દિવા બની ગઈ છે. તમને જણાવી દઈ કે તેણીએ ઘણી બધી પ્લાસ્ટિક સર્જરી કરાવી છે જેમાં તેણીએ પોતાના નાકનો આકાર સુધરાવ્યો છે અને પોતાના હોઠ પણ સુંદર કરાવ્યા છે.

અહીં તમે જોઈ શકો છો કે તેની પ્લાસ્ટિક સર્જરી પહેલા અને પછીની તસ્વીર વચ્ચે કેટલો બધો તફાવત છે. તેણી પર આ પ્લાસ્ટિક સર્જરી સાચે જ કામ કરી ગઈ છે.

નર્ગીસ ફખરી

image source

નર્ગીસ ફખરી અમેરિકાઝ ટોપ મોડેલની એક પ્રતિસ્પર્ધિ રહી ચુકી છે. અને ત્યાર બાદ તેણીએ બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. પોતાની કિશોરાવસ્થામાં અથવા કહો તો અત્યંત જુવાનીમાં તેણીએ પોતાના હોઠને પાતળા બનાવવા સર્જરી કરાવી હતી. તમે જોઈ શકો છો કે તેણીના દેખાવમાં પણ ઘણો બધો તફાવત છે.

શ્રી દેવી

image source

શ્રી દેવીએ પોતાની કેરિયર દરમિયાન ઘણી બધી પ્લાસ્ટિક સર્જરી કરાવી હોય તેવા એહવાલ છે. જે તમે આ તસ્વીરમાં જોઈ જ શકો છો. જો કે તેના ફેન્સે ક્યારેય શ્રી દેવીની પ્લાસ્ટિક સર્જરી બાબતે કોઈ જ ટીકા નથી કરી. તેણીએ નોઝ જોબ ઉપરાંત બોટોક્સ અને ફેસ લિફ્ટિંગ પ્રોસિજર પણ કરાવી છે તેવી પણ અફવા હતી જેને શ્રીદેવીએ નકારી કાઢી હતી.

અદિતિ રાઉ હૈદરી

image source

અદિતિ રાઉ હૈદરીને બોલીવૂડમાં સફળતા નથી મળી તેમ છતાં તેણી જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે પોતાનો જાદૂ વિખેરતી જાય છે. તેણીએ પોતાના નાક પર પ્લાસ્ટિક સર્જરી કરાવી છે જેથી કરીને તે સીધુ અને પાતળુ લાગે.

ઐશ્વર્યા રાય બચ્ચન

image source

ઐશ્વર્યા રાયે પણ પોતાના હોઠને સુંદર બનાવવા લીપ ફિલર, ફેશિલ ફિલર, અને નાકની સર્જરી તેમજ ચીક ઇમ્પ્લાન્ટ કરાવ્યા હોવાની જાણકારી છે જો કે તેણે ક્યારેય તે વાતનો સ્વિકાર કર્યો નથી. પણ તમે આ તસ્વિરમાં જોઈ શકો છો કે તેના લૂકમાં ઘણો બધો તફાવત અત્યારસુધીમાં આવ્યો છે.

કેટરિના કૈફ

image source

કેટરિના કૈફે પણ કેટલીક પ્લાસ્ટિક સર્જરી કરાવી હોય તેવી અફવા છે. જો કેતેણે ક્યારેય તેવી કોઈ જ વાતનો સ્વિકાર કર્યો નથી. પણ તેમ છતાં તમે તેની કેરિયરની શરૂઆતન તસ્વીરો અને આજની તસ્વીરોને સરખાવશો તો તમને તેમાં ઘણો બધો ફરક જોવા મળશે. જેમાં સૌથી વધારે નજર તમને તેના બદલાયેલા નાક અને ચીક તેમજ લીપ ફીલર્સ પર જશે.

વાણી કપૂર

શુદ્ધ દેશી રોમાન્સ ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ કરનારી વણી કપૂરે પોતાની ફિલ્મોથી તો લોકોનું ધ્યાન ન દોર્યું પણ ફિલ્મ બેફિકરેમાં તેણીના કોસ્મેટિક સર્જરીથી સુંદર બનેલા ચહેરાએ લોકોનું ઘણું ધ્યાન ખેંચ્યુ. તેણીએ પ્લાસ્ટિક સર્જરી દ્વારા પોતાના હોઠ, પોતાની ચીન તેમજ પોતાના ચહેરાના સ્ટ્રક્ચરને સુધાર્યું છે.

બીપાશા બાસુ

image source

એક અફવા પ્રમાણે બીપાશા બાસુએ કેટલીક કોસ્મેટિક પ્રક્રિયાઓ કરાવી છે જેમાં બોટોક્સ અને નોઝ જોબનો સમાવેશ થાય છે. તમે જોઈ શકો છો કે તેણીનું નાક પહેલા કરતા વધારે તીખુ અને સીધું છે. અને તેના સૌંદર્યમાં ઉત્તમોત્તમ વધારો થતો જાય છે. જો કે તેણે પણ ક્યારેય તે વાતને માની નથી.

કંગના રનૌત

image source

કંગના રનૌતના દેખાવમાં તેની કેરિયરની શરૂઆતથી અત્યાર સુધીમાં ઘણો બધો તફાવત આવ્યો છે. તેણીના હોઠ બદલાયા છે જે પેહલાં કરતાં વધારે જાડા થયા છે તો તેણે ફેસ લિફ્ટિંગ પણ કરાવ્યું હોય તેવું લાગે છે. જો કે આ બાબતોને તેણે સતત નકારી છે.

જાહ્નવી કપૂર

image source

જાહ્નવી કપૂરે બોલીવૂડમાં પ્રવેશતા પહેલાં જ પોતાના નાક, હોઠ તેમજ તેની જોલાઇન પર વિવિધ સર્જરી કરાવી છે. જાહ્વવી પોતાની પ્રથમ ફિલ્મમાં આવી તે પહેલાં તેણીનું નાક પહોળુ હતું જે હવે થોડું તીખુ અને પાતળુ છે. જે સર્જરી તરફ જ ઇશારો કરે છો. જે તમે આ તસ્વીરો વચ્ચેના તફાવત દ્વારા જોઈ શકો છો.

શિલ્પા શેટ્ટી

image source

શિલ્પા શેટ્ટીના નાકની પ્લાસ્ટિક સર્જરી બોલીવૂડના કોઈ પણ ફેન્સથી અજાણ નહીં હોય. આજે તેણીની ગણતરી દેશની સૌથી જાણીતી સેલેબ્રિટીઓમાં થાય છે. એવું કહેવાય છે કે તેણી બે વાર પોતાના નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવી ચૂકી છે. તેણીના આ નિર્ણયે તેણીની કેરિયર પણ સુધારી અને તેણીનો દેખાવ પણ સુધાર્યો છે જે તમે આ તસ્વીરોમાં જોઈ શકો છો.

કરિશ્મા કપૂર

image source

કરિશ્મા કપૂર જ્યારે ફિલ્મોમાં પ્રવેશી હતી ત્યારથી તે અત્યાર સુધીમાં તેના સૌંદર્યમાં કોઈ ઘટાડો નથી થયો. તેણીને પોતાના સૌંદર્યને વધારવાની કોઈ જ જરૂર નહોતી પણ તેમ છતાં તેણીએ પણ દેખાવને સુધારવા માટે નોઝ જોબ અને લિપ સર્જરી કરાવી છે.

પ્રિતિ ઝિન્ટા

image source

પ્રિતિ ઝિન્ટા પોતાની ચાલીસી વટાવી ચૂકી છે અને કોઈ પણ પ્લાસ્ટિક સર્જરી વગર જ તેણીએ એક સફળ કારકીર્દી ભોગવી છે. તેમ છતાં તેણીએ કારકીર્દીના અંતે કેટલીક પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાના અહેવાલ મળ્યા હતા. જે તમે અહીં તેની પહેલાની અને હાલની તસ્વીરોમાં જોઈ શકો છો.

મેગન ફોક્સ

image source

ટ્રાન્સફોર્મર મૂવી ફેમ હોલીવૂડની જાણીતી અભિનેત્રી મેગન ફોક્સ પહેલેથી જ સુંદર રહી છે. તમે આ બનને તસ્વીરમાં જોઈ શકો છો કે તેનો પહેલાના અને સર્જરી બાદના દેખાવમાં ઘણો બધો ફરક છે.

જેનિફર એનિસ્ટોન

image source

ફ્રેન્ડ્સ સિરિઝની લીડ એક્ટ્રેસ અને ત્યાર બાદ હોલીવૂડની ફિલ્મોમાં ધૂમ મચાવનારી જેનિફર એનિસ્ટોને પણ પોતાના ચહેરાને સુંદર બનાવવા માટે કેટલી કોસ્મેટિક પ્રોસેસ કરાવી હતી જેનો તેણીએ સ્વિકાર કર્યો હતો અને તેણે પોતાના આ નિર્ણયને બેસ્ટ ગણાવ્યો હતો.

નિકોલ કીડમેન

image source

હોલીવૂડની આ ઓક્સાર અવોર્ડ વિનર એક્ટ્રેસ પહેલેથી જ અત્યંત સુંદર છે તેમ છતાં તેણીએ પણ પોતાના ચહેરાને પર્ફેક્ટ બનાવવા પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. બોટોક્ષ કરાવ્યા બાદ તેણીને ચહેરાના ફિચર્સ ઘણા બધા બદલાઈ ગયા છે અને તેણી હવે ઘણી અલગ લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ