માસુમની અપીલ, ના નીકળો ઘરની બહાર, તમે પણ ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’

નાની છોકરી

image source

આજે ભારતમાં નોવેલ કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનને એક મહિનો થઈ ગયો છે. તેમ છતાં દેશમાં દરેક જગ્યાએ નોવેલ કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓની સંખ્યામાં સતત વધારો જ નોંધાવામાં આવી રહ્યો છે. ત્યારે દેશમાં નોવેલ કોરોના વાયરસની મહામારીને પહોચી વળવા માટે દરેક વ્યક્તિ પોત પોતાની રીતે દેશને મદદ કરી રહ્યો છે. તેમજ આવા સમયે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટેલીવિઝન શો ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલ દરેક અભિનેતા અને અભીનેત્રીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પોતાના ફેંસને વિડીયો બનાવીને કે પછી લાઈવ વિડીયો ચેટ કરીને લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છે.

image source

આવા સમયે કેટલાક સામાન્ય વ્યક્તિઓ પણ પોતાનો વિડીયો બનાવીને લોકોને લોકડાઉનનું પાલન કરવા માટે અપીલ કરી રહ્યા છે. ત્યારે આવો જ એક નાની છોકરીનો વિડીયો જે હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. પાંચ વર્ષીય રશ્મિ દેસાઈએ એક વિડીયો બનાવીને ખાસ એવા લોકોને અપીલ કરી રહી છે જેઓ કોઈ પણ કારણ વગર ઘરની બહાર ફરવા માટે નીકળી જાય છે. તેમજ આ વિડીયોમાં રશ્મિ દેસાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ ઘણી પ્રસંશા કરી છે.

વિડીયોમાં પીએમની પ્રસંશા પણ કરી :

image source

પાંચ વર્ષીય રશ્મિ દેસાઈ પોતાના આ વીડિયોના માધ્યમથી લોકોને સંદેશ આપી રહી છે કે, આપણે નોવેલ કોરોના વાયરસને ઘરે રહીને જ હરાવી શકીશું. લોકો ઘરની બહાર ના નીકળે, ઘરે જ રહો કેમ કે, આપણા બધાની સૌથી વધારે સુરક્ષા અત્યારે ઘરે રહેવામાં જ છે. રશ્મિ દેસાઈ પોતાના આ વિડીયોમાં દેશના ફ્રંટ વોરીયર્સ એટલે કે ડોક્ટર્સ, નર્સીસ, અન્ય મેડીકલ સ્ટાફ, પોલીસ કર્મચારીઓ વગેરેના યોગદાનને અતુલ્ય ગણાવી રહી છે. ઉપરાંત રશ્મિ દેસાઈએ આ વિડીયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહામારીને નાથવા માટે કરેલા કાર્યોની પણ પ્રસંશા કરી રહી છે.

પાંચ વર્ષીય રશ્મિ દેસાઈ દ્વારા બનાવવામાં આવેલ આ વિડીયોની પ્રસંશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કરી છે. બોલીવુડના સેલેબ્રીટીસ, દેશના ખેલાડીઓ, રાજનેતાઓ દરેક વ્યક્તિ પોતાનું યથાશક્તિ યોગદાન આપી રહી છે. જેમ કે, કોઈ પૈસાની મદદ કરે છે, તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન પહોચાડે છે, ત્યાં જ કેટલાક લોકો ફરજ બજાવી રહેલ પોલીસને પણ ચા-પાણી અને જમવાની વ્યવસ્થા કરીને ત્યારે એક પાંચ વર્ષની છોકરી રશ્મિ દેસાઈ પણ પોતાનો વિડીયો બનાવીને પોતાનું આપી રહી છે તે જોઇને પીએમ પણ તેની પ્રસંશા કરતા પોતાને રોકી શકયા નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ