રામાયણ, મહાભારત TRP મામલે બની NO.1, બધા જ શોને છોડ્યા પાછળ, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં વાગ્યો ડંકો

રામાયણ મહાભારતે ટીઆરપીમાં બધા જ શોને છોડ્યા પાછળ – દૂરદર્શનનો ચાલી રહ્યો છે સુવર્ણકાળ – ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ડંકો

image source

લોકડાઉન દરમિયાન ઘરે બેસીને કંટાળી રહેલા લોકોને મનોરંજન પુરુ પાડવા માટે દૂરદર્શન દ્વારા તેમના જૂના શોઝ ફરીવાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. આ શોમાં રામાયણ તેમજ મહાભારતે ભારે લોકપ્રિયતા મેળવી છે. માત્ર તેટલું જ નહીં પણ દૂરદર્શનની સફળતાને જોઈ અન્ય ટેલિવિઝન ચેનલો પણ પોતાના જૂના ધાર્મિક શોઝનું ફરી પ્રસારણ કરી રહી છે અને તેને પણ સફળતા મળી રહી છે.

તાજેતરનો BARC Nielson નો નવો અહેવાલ બહાર પડ્યો છેે જે પ્રમાણે ટીવી પર હાલ રામાયણ તેમજ મહાભારત જેવા શોઝ જોનારાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. એવું કહી શકાય કે આ શોઝ લોકડાઉન દરમિયાન લોકોના મનોરંજનનો મહત્ત્વનો સ્રોત બની ગયો છે.

image source

બાર્ક નીલ્સન એડિશન 5ના અહેવાલ પ્રમાણે 15માં અઠવાડિયામાં આ સિરિયલો દરમિયાન જાહેરાતો જોનારાઓની સંખ્યામાં 43 ટકાનો વધારો થયો છે. 15માં અઠવાડિયામાં હિન્દી Gec પર 8.5 મિલયન દર્શકોની ઇમ્પ્રેશનનો રેકોર્ડ નોંધાયો છે. જે દૂરદર્શન માટે અત્યંત સારા સમાચાર કહી શકાય.

દૂરદર્શનના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટ પ્રસાર ભારતી પરથી એક ઇમેજ ટ્વીટ કરવામાં આવી છે જેમાં તેના પર પુનઃપ્રસારિત થતાં ક્લાસિક શોના વ્યૂઅરશીપ શેર કરવામાં આવી છે જે પ્રમાણે રામાયણ જોનારા લોકોની સંખ્યા 759 મિલિયન એટલે કે 75.9 કરોડથી વધારે છે જ્યારે 22.8 કરોડથી વધારે દર્શકો મહાભારત ધરાવે છે. તો શક્તિમાન સિરિયલના દર્શકોની વાત કરીએ તો 3.7 કરોડથી વધારે છે. અને ચાણક્ય સિરિયલના દર્શકો 1.7 કરોડથી વધારે છે. તો વળી જંગલ બૂકના પણ 5.6 મિલિયન વ્યૂઅર્સ છે. શાહરુખ ખાનની સિરિયલ સરકસના પણ 21 મિલિયન કરતા વધારે દર્શકો છે.

image source

અને એવું નથી કે આ ધાર્મિક સિરિયલો માત્ર હીન્દુઓ જ જોઈ રહ્યા છે પણ આ સિરિયલોે માટે દર્શકોએ કોઈ જ ભેદભાવ રાખ્યો નથી એટલે કે મુસલમાન દર્શકો પણ તેમાં રસ ધરાવે છે. 80-90ના દાયકામાં પ્રસારિત થયેલી રામાયણ તે વખતે પણ ખૂબ જ સફળ રહી હતી પણ તેનું પુનઃ પ્રસારણ ઘણા બધા રેકોર્ડ તોડી રહ્યું છે. રામાનંદ સાગરની રામાયણ સિરિયલે તે વખતે તેમાં કામ કરનારા કલાકારોને સમગ્ર વિશ્વમાં વસેલા ભારતીયો માટે પૂજનિય બનાવી દીધા હતા. અને હિન્દુ – મુસ્લિમ દર્શકોએ દેશની એકતાનો પણ પરિચય આપ્યો છે.

image source

કારણ કે આ ધાર્મિક સિરિયલને મુસ્લિમ દર્શકો પણ પૂરા રસથી જોઈ રહ્યા છે. તે સમયે સાંપ્રદાયિક વર્ચસ્વ જેવું કંઈ જ નહોતું. તે વખતે ઘણા બધા મુસ્લિમ કલાકારોએ રામાયણમાં મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ સિરિયલમાં અસ્લમ ખાન અને બશીર ખાને મુખ્ય ભુમિકાઓ ભજવી હતી. તો વળી રામાયણના ક્રૂમાં પણ ઘણા બધા મુસ્લિમ કર્મચારીઓ હતા. સિરિયલમાં કામ કરી ચૂકેલા અસલમ ખાન જણાવે છે કે તે વખતે રામ બનેલા અરુણ ગોવિલથી લઈને દીપિકા ચિખલિયા તેમજ રામાનંદ સાગર પણ અમારી સાથે બેસીને જમતા હતા સેટ પર કૌટુંબિક વાતાવરણ રહેતુ હતું.

image source

તેમાં કોઈ જ શંકા નથી કે રામાયણ અને મહાભારત ટીઆરપીના બધા જ રેકોર્ડ હાલ તોડી રહ્યું છે. અને દૂરદર્શનને અભૂતપુર્વ દર્શકો મળી રહ્યા છે અને સાથે સાથે એડવર્ટાઇઝ પણ મળી રહી છે. લોકો આ સિરિયલોના પુનઃ પ્રસારણના કારણે ફરી પોતાના ભૂતકાળની યાદો વાગોળવા લાગ્યા છે અને એકવાર ફરી થોડી વાર માટે પણ તેમને તે સમય જીવવા મળી રહ્યો છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ