કેરલમાં થયો છે કોરોના વાયરસનો પહેલો કેસ દાખલ, જાણો કેવી રીતે બચશો

જગતમાં ખળભળાટ મચાવનારા કોરોના વાયરસનો પ્રથમ કેસ કેરેલામાં દાખલ

image source

છેલ્લા 15-20 દિવસથી કોરોનાવાયરસે આખાએ જગતમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે. ચીનમાં મૂળિયા ધરાવાતા કોરોના વાયરસથી આજે 213 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે અને 9800 લોકો આ વાયરસથી ગ્રસ્ત છે. મોટા ભાગના દેશોએ ચાઈનાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું છે અને ચાઈનાથી આવતી દરેક ફ્લાઇટ પર જાપતો રાખવામાં આવી રહ્યો છે.

image source

તો વળી પોતાના દેશના નાગરીકો જે ચાઈનાથી આવી રહ્યા છે તેમને પણ પરિક્ષણ માટે આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે. અમેરિકાએ પોતાના ચીનથી આવતા નાગરિકો માટે અલાસ્કામાં આઇસોલેશન સાઇટ રાખી છે જ્યારે ઓસ્ટ્રેલિયા પણ પોતાના દૂરના ટાપુઓ પર ચીનથી આવતા પોતાના નાગરીકોને મોકલી રહી છે જેથી કરીને તેમના દેશમાં કોરોનાવાયરસ ફેલાઈ ન શકે.

image source

ભારતની વાત કરીએ તો અત્યાર સુધી ભારત આ વાયરસથી સુરક્ષિત હતું પણ ગઈ કાલે કેરાલામાં કોરાનાવાયરસનો એક કેસ નોંધાયો છે જેને કારણે હવે ભારતનું તંત્ર પણ સજાગ બન્યું છે. આ વાયરસ ગ્રસ્ત વ્યક્તિ ચીનની વુહાન યુનિવર્સિટીની સ્ટુડન્ટ છે જેની સ્થિતિ હાલ સ્ટેબલ છે અને તેને હોસ્પિટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવી છે.

image source

આથી વધારે માહિતી હજુ સુધી મળી શકી નથી. હેલ્થ મિનિસ્ટર ડો. હર્ષ વર્ધન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જેવી વધારે વિગત મળશે કે તરત તેને જાહેર કરવામાં આવશે. યુનિયન મિનિસ્ટરના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા નોવેલ કોરોનાવાયરસ ગ્રસ્ત દર્દીની પુરતી તકેદારી લેવામાં આવી રહી છે.

આ ઉપરાંત દેશના 20 કરતાં પણ વધારે એરપોર્ટ પર યાત્રીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે, ખાસ કરીને તેવા યાત્રીઓ કે જેઓ ભૂતકાળમાં ચીનનો પ્રવાસ કરી આવ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં કોરોનાવાયરસને દૂર કરવાની કે તેના રોગીને સ્વસ્થ કરવાની હજુ સુધી કોઈ જ વેક્સિન કે દવા શોધી શકાઈ નથી. અને માટે જ હાલ તો આ વાયરસ સ્વસ્થ લોકોને ન થાય તેના માટે કેટલીક સાવચેતીઓ રાખવાની જ સલાહ આપવામાં આવી રહી છે, હાલ પુરતું આ જ પગલું તમને આ જીવલેણ વાયરસથી બચાવી શકે છે.

image source

સૌ પ્રથમ તો તમારે તેવી કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં ન આવું જોઈએ જે બિમાર હોય જેથી કરીને તમને ઇન્ફેક્શન લાગવાનો ભય ન રહે. આ ઉપરાંત તમારે અહીં જણાવેલા સાવચેતીઓને ફરજિયાત રીતે અનુસરવી જોઈએ.

– તમારા હાથને સતત સ્વચ્છ રાખો. ખાસ કરીને ત્યારે જ્યારે તમે કોઈ પબ્લીક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા હોવ. અને તમારા હાથે તમારે 30 સેકન્ડ સુધી સાફ કરવાના છે જેથી કરીને તેના પરના મોટા ભાગના જીવાણુઓ નાશ પામે.

image source

– જે કોઈ વ્યક્તિને ફ્લુની અસર હોય તેવી વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળો.

– તમારા હાથને સ્વચ્છ રાખવા માટે આલ્કોહોલ આધારીત સોલ્યુશનનો ઉપયોગ કરો.

– કાચુ કે રાંધ્યા વગરનું માસ આરોગવાનું સદંતર બંધ કરી દો.

image source

– ઢોર તેમજ પાલતુ પ્રાણીઓના સંપર્કમાં આવવાનું ટાળો.

– વારંવાર તમારું નાક, મોઢું તેમજ આંખને અડ્યા ન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ