ટ્રમ્પ લેશે મોટેરા સ્ટેડિયમની મુલાકાત, જાણો સ્ટેડિયમની આ અનેક ખાસિયતો વિશે..

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં લાખોની મેદનીને પહોંચી વળવા 28 વાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરાવાઈ

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ બે દિવસ બાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય જનતાને સંબોધતા જોવા મળશે. આ કાર્યક્રમને નિહાળવા લાખોની જનમેદની હાજર રહેવાની છે. ત્યારે ટ્રમ્પની સુરક્ષાની વ્યવસ્થા તો જડબેસલાક થઈ જ રહી છે પણ લોકોના વાહનોના પાર્કિંગને લઈને પણ સ્ટેડિયમ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

image source

મોટેરા સ્ટેડિયમ નજીક 1.5 કિલોમીટરના વિસ્તારમાં 28 પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. વીઆઈપી લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા સ્ટેડિમયની નજીક રાખવામાં આવી છે જ્યારે સામાન્ય લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા થોડી દૂર રાખવામાં આવી છે અને તેના માટે 28 અલગ અલગ પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે.

વાહન વ્યવહારમાં કોઈ પણ જાતની અવ્યવસ્થા ન સર્જાય અને બધું જ સરળ રીતે થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવાં આવી છે. ટ્રાફિંક પોલીસને પણ આ વ્યવસ્થાને કડક પણે જાળવી રાખવાના સૂચનો આપવામાં આવ્યા છે.

image source

આ ઉપરાંત સુરક્ષા હેતુસર સ્ટેડિયમમાં કોઈ પણ વ્યક્તિને પાણીની બોટલ કે નાશ્તો વિગેરે વસ્તુઓ લઈને પ્રવેશવા દેવામાં આવશે નહીં. તેમજ આમંત્રિત મહેમાનોએ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

જે મોટેરા સ્ટેડિયમમાં વિશ્વની મહાશક્તિના પ્રમુખ ભાષણ આપવા જઈ રહ્યા છે તે વિષે કેટલીક મહત્ત્વની જાણકારીઓ પણ મેળવી લો. તમને પણ ભારતના આ નિર્માણ પર ગર્વ થશે.

image source

જ્યારથી આપણાં ગુજરાતનાં મોટાંમાં મોટાં શહેર અમદાવાદમાં બનનારાં આ સ્ટેડિયમ અંગે જાહેરાત થઈ હતી એ દિવસથી જ ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું.આખરે 2 જી માર્ચથી એ લોકોની આતુરતાનો અંત આવી જશે. જો કે તે પહેલાં સ્ટેડિયમનું ઉદ્ઘાટન ડોનાલ્ડ ટ્રમના હાથે થઈ રહ્યું છે. પણ ત્યાર બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL ની ફાઈનલ આ સ્ટેડિયમમાં યોજાવાની સંભાવનાં સેવવામાં આવી રહી છે.

મોટેરા ક્રીકેટ સ્ટેડિયમની ખાસિયતો

image source

આ ક્રિકેટ સ્ટેડિયમ 80,000 ની કેપિસિટી ધરાવતાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું હશે..સ્ટેડિયમની અંદર જ ઓલમ્પિક સ્વિમિંગ પુલની સાઇઝનો એક સ્વિમિંગ પુલ પણ મોજુદ હશે. આ ઉપરાંત આ સ્ટેડિયમની બીજી પણ ખાસ વિશેષતાઓ વિશે પણ તમને આગળ જણાવીશું.

વિશ્વની ખ્યાતનામ ક્રીકેટ સ્ટેડિયમ બનાવતી કંપનીનું નિર્માણ છે, મોટેરા સ્ટેડિયમ

image source

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ અને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની ડિઝાઇન કરનારી કંપની પોપ્યુલસે જ આ સ્ટેડિયમની ડિઝાઇન તૈયાર કરી છે. ક્રિકેટ સ્ટેડિયમની ડિઝાઇન તૈયાર કરનારી કંપની પોપ્યુલસ કંપનીનાં કહ્યાં મુજબ કોમ્યુનિટી સેન્ટર આ સ્ટેડિયમનાં પોડિયમ નીચે તૈયાર થયું છે.આ કંપની દ્વારા ભારતનાં યુવા ક્રિકેટરોને તૈયાર કરી શકાય એ હેતુથી છ ઇન્ડોર ક્રિકેટ પિચ અને ત્રણ આઉટડોર ક્રિકેટ પિચ નું નિર્માણ કરવામાં આવ્યું છે.

જે ત્રણ આઉટડોર પિચ બનાવાઈ છે તેમાં પણ ઘણું વૈવિધ્ય છે..સ્પિનર ફ્રેન્ડલી ટ્રેક,સિમ ફ્રેન્ડલી ટ્રેક અને સ્પિન અને સિમ બંનેને અનુકૂળ પિચ તૈયાર કરાઈ છે જેથી જરૂર મુજબ અલગ-અલગ પિચ પર મેચ રમાડી શકાય.

image source

ગુજરાત ક્રિકેટ કાઉન્સિલ નાં વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નાથવાણીનાં જણાવ્યાં મુજબ અલગ અલગ પ્રકારની પિચ બનાવવાં લાલ અને કાળી એમ બંને પ્રકારની માટી ઉપયોગમાં લેવાઈ છે.આંતરાષ્ટ્રીય ધારા-ધોરણ મુજબ આ ક્રિકેટ સ્ટેડિયમ દરેક સુવિધાઓથી લેશ હશે એમાં કોઈ મીનમેખ નથી.

આ સ્ટેડિયમની બીજી સૌથી મોટી ખાસ બાબત છે આ સ્ટેડિયમની ડ્રેનેજ ફેસિલિટી

આ સ્ટેડિયમની ડ્રેનેજ ફેસિલિટી એટલી જબરજસ્ત છે કે ફક્ત 30 મિનિટમાં આ મેદાનમાં ભરાયેલું વરસાદનું પાણી દૂર કરી શકાશે. આમ થવાથી જે ક્રિકેટ મેચ વરસાદનાં લીધે ભીનાં થયેલાં મેદાનનાં લીધે રદ્દ થતી એ હવે રદ્દ નહીં થાય.

image source

800 કરોડનાં ખર્ચે બનનારાં આ નવાં સ્ટેડિયમ પહેલાં જે જૂનું સ્ટેડિયમ અહીં મોજુદ હતું એને ડિસેમ્બર 2016માં તોડી પાડવામાં આવ્યું. 63 એકરમાં ફેલાયેલાં આ ભવ્ય સ્ટેડિયમમાં 3000 કાર અને 10000 ટુ વ્હિલરનાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે.આ ઉપરાંત સ્ટેડિયમમાં 76 કોર્પોરેટ ઓફિસ અને 4 ટીમ ડ્રેસિંગ રૂમની સુવિધા આપવામાં આવી છે.

આ સ્ટેડિયમમાં BOSSની મ્યુઝિક સિસ્ટમ લગાવવામાં આવી છે. મેદનામાં ફ્લડ લાઇટના બદલે LED લાઇટ લગાવવામાં આવી છે. આ ફ્લડ લાઇટની ચાઈ 90 મીટરની રહશે.

જૂનું સ્ટેડિયમ ઘણી ઐતિહાસિક ક્રિકેટ ઘટનાઓનું સાક્ષી રહ્યું છે જેમાં સુનિલ ગાવસ્કરનાં 10,000 રન સચિનની પ્રથમ ડબલ સેન્ચુરી અને કપિલ દેવની 432મી ટેસ્ટ વિકેટ લઈ રિચર્ડ હેડલીનાં રેકોર્ડને તોડવું મુખ્ય હતું.આશા રાખીએ કે આ નવું સ્ટેડિયમ પણ ભવિષ્યમાં ભારતીય ક્રિકેટનાં આવાં જ સુવર્ણ પ્રસંગોનું સાક્ષી બને.

image source

તો હવે તૈયાર થઈ જાઓ 2 માર્ચ 2020નાં રોજ આ સ્ટેડિયમમાં યોજાનારી પ્રથમ ક્રિકેટ સ્પર્ધાનાં સાક્ષી બનવા માટે..!! અથવા જો તમારું નસીબ વધારે પાવરધું હોય તો પહોંચી જાઓ ટ્રમ્પના સ્વાગત માટે.

વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતેનું ક્રીકેટ ગ્રાઉન્ડ વિશ્વનું સૌથી મોટાં ક્રીકેટ ગ્રાઉન્ડનો ખીતાબ ભોગવે છે પણ ટુંક જ સમયમાં તે બીજા સ્થાને આવી જશે અને પ્રથમ સ્થાને હશે અમદાવાદનું મોટેરા ખાતેનું ક્રીકેટ ગ્રાઉન્ડ.

image source

અમદવાદના ક્રીકેટ રસીયાઓ માટે આ સુખદ સમચારા કહેવાય કારણ કે હવે ભારતમાં રમાનારી ઇન્ટરનેશનલ ક્રીકેટ સીરીઝ કે પછી આઈપીએલમાંની મેચમાંની કેટલીક મેચ તમે લાઈવ અમદાવાદના સ્ટેડિયમમાં પણ જોઈ શકશો. અને ક્રિકેટ ગ્રાઉન્ડની આવી ખાસિયતના કારણે અવારનવાર અહીં ક્રીકેટ મેચ રમાતી રહેશે અને શહેરને વારંવાર લાઈવ જોવાનો લાહવો મળતો રહેશે.

ગુજરાતના ક્રીકેટ રસીયાઓ માટે ખરેખર એ દુઃખની વાત હતી કે અમદાવાદના સ્ટેડિયમના ફાળે ઘણી ઓછી મેચો આવતી હતી અને જેના કારણે સ્થાનીક લોકો ક્રીકેટ મેચને લાઈવ સ્ટેડિયમમાં જોઈ નહોતા શકતાં. પણ હવે તેમ નહીં થાય કારણ કે અમદાવાદમાં બની રહ્યું છે વિશ્વનું સૌથી મોટું ક્રીકેટ સ્ટેડિયમ. અને જો વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં હોય તો એવું બની જ ન શકે કે મહત્ત્વની મેચ અહીં ન રમાય. ચોક્કસ રમાશે.

અમદાવાદના મોટેરા ખાતેના વિશ્વના સૌથી મોટા ક્રીકેટ સ્ટેડિયમમાં 1,10,000 દર્શકોને સમાવી લેવાની ક્ષમતા છે. થોડા સમય પહેલાં ગુજરાત ક્રીકેટ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નાથવાણીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર સ્ટેડિયમનું નિર્માણ કાર્ય લગભગ પુરું થવા જઈ રહ્યું છે તેની તસ્વીરો શેયર કરી હતી. એવું કહેવાય છે કે આ પ્રોજેક્ટ ગુજરાત ક્રીકેટ એસોસિએશનનો ડ્રીમ પ્રોજેક્ટ છે આ સ્ટેડિયમનું નિર્માણ કાર્ય સતત 3 વર્ષ ચાલ્યું છે.

એકવાર આ સ્ટેડિયમનું નિર્માણ પૂર્ણ થતાં જ તે ક્રીકેટ ખેલાડીઓ માટે એક આઇકોનીક સ્પોર્ટ્સ પ્લેસ બની જશે. વિશ્વનું સૌથી વિશાળ સ્ટેડિયમ બનતાં જ ગુજરાત ક્રીકેટ એસોસિએશનને વિશ્વના ખેલ જગતમાં એક આગવું સ્થાન મળી જશે. ડોનાલ્ડ ટ્રમ ભલે આવીને લોકોને સંબોધીને જતા રહે પણ ક્રીકેટનું ખરુ ઉદ્ઘાટન તો ત્યાં ક્રીકેટ રમાશે ત્યારે જ ગણાશે. મળતી માહિતી પ્રમાણે સ્ટેડિયમના ઉદ્ઘાટન પાછળ પણ 100 કરોડ રૂપિયા ખર્ચાવાનો અંદાજો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ