રેખા કરતા દેખાવ સ્માર્ટ છે તેની બહેન, જોઇ લો આ લેટેસ્ટ તસવીરોમાં તમે પણ

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી રેખાનું નામ જ તેમની ઓળખ માટે ઘણું છે. હિન્દી સિનેમાની એવરગ્રીન બ્યુટી રેખા જે પણ ઇવેન્ટમાં જાય છે ત્યાંના બધાનું અટેન્શન પોતાના નામ પર કરી ળે છે. રેખાના લૂકમાં ટ્રેડિશનલ આઉટફિટ અને જ્વેલરી હમેશા યુનિક હોય છે.

image source

રેખાને કેટલીકવાર રિયાલિટી શોમાં જોવામાં આવી છે. હાલ માંજ રેખા એકવાર ફરીથી કેમેરામાં કેદ થઈ છે. અહિયાં રેખાએ પોતાના લુક્સથી ફેન્સના દિલ જીતી લીધા છે. આ ઇવેન્ટમાં રેખા એકલી જ જોવા નથી મળી પરંતુ રેખા પોતાની બહેન રાધા સાથે પહોંચી હતી.

રેખા આનાથી પહેલા પણ કેટલીક વાર પોતાની બહેનની સાથે ઇવેન્ટમાં જોવા મળી ચૂક્યા છે. રેખા અને તેની બહેન રાધા બંને જ ઘણી સુંદર લાગી રહી હતી.

image source

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી રેખાની જેમ રાધા પણ મોટા પરદા પર કામ કરી ચૂકી છે. આપને જણાવીએ કે રાધાએ સાઉથની કેટલીક ફિલ્મોમાં પોતાની અદાકારીથી જલવા વિખર્યા છે.

રાધા પોતાની બહેન રેખાની જેમજ ખૂબસુરત છે. એટલું જ નહિ રાધાની મુસ્કાન અને નજાકત બિલ્કુલ્ એક જેવી જ છે.

બી-ટાઉનમાં પહેલા ક્યારેય પણ બંને બહેનો રેખા અને રાધાને આ રીતે સાથે જોવામાં આવી નથી પરંતુ કેટલાક સમય થી બંને બહેનોને એકસાથે જ સ્પોટ કરવામાં આવી રહી છે.

image source

રેખા અને રાધાના પિતા જેમિની ગણેશન તામિલ ફિલ્મોના સ્ટાર રહ્યા છે. રેખા અને રાધા આ બંને બહેનો જેમિની ગણેશનની બીજી પત્ની પુષ્પાવલીની દીકરીઓ છે. રેખાનો જ્યારે જન્મ થયો ત્યારે તેમની માતા પુષ્પાવલી અને જેમિની ગણેશનના વિવાહ થયા હતા નહિ. માં અને ઘરની જવાબદારીઓ ઉઠાવવાના કારણથી રેખા અને રાધા નાની ઉમરથી જ એક્ટિંગની દુનિયામાં આવી ગઈ હતી.

image source

રેખા અને રાધા તાજેતરમાં જ એક મેરેજ પાર્ટીમાં સામેલ થયા હતા. જ્યાં રાધા પણ પોતાની મોટી બહેન રેખાની જેમ કાંજીવરમ સાડી પહેરેલી જોવામાં આવી. આ ખાસ અવસર પર રાધાએ રેખાની જેમ જ વાળમાં ગજરો અને માંગ ટીકો લગાવ્યો હતો. રેખાએ જ્યાં લાલ અને ગોલ્ડન કલરના આઉટફિટ અને જ્વેલરી પહેરેલ હતી ત્યાં જ તેમની બહેન રાધાએ ગ્રીન કલરનું ખૂબસુરત આઉટફિટ કેરી કર્યું હતું.

આપને જણાવીએ કે રેખાને એક સગી બહેન છે અને પાંચ સોતેલી બહેનો છે. આ બધી બહેનો પોતપોતાનાં કાર્યક્ષેત્રમાં ખૂબ કામયાબી મેળવી છે. રેખાની બહેન કૃષ્ણા એક આર્ટિસ્ટ છે અને તે ખૂબ પોપ્યુલર છે.

image source

રેખાના વર્કફ્રંટની વાત કરીએ તો ૯૦ ના દશકની સુપરહિટ એક્ટ્રેસ રહ્યા છે. આ સાથે જ પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણીવાર ચર્ચામાં બની રહ્યા છે. રેખા તેમના અને અમિતાભના સંબંધને લઈને પણ ચર્ચામાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ