દેશની આ કંપનીએ તૈયાર કરી કોરોના વાયરસની એન્ટીબોડી કિટ, મળી મોટી સફળતા

એંટી બોડી કીટ

image source

આખી દુનિયા નોવેલ કોરોના વાયરસના સંકટ સામે લડી રહી છે. કોરોના વાયરસની મહામારીને કારણે દુનિયામાં લાખો લોકો પ્રભાવિત થયા છે જયારે ભારત દેશમાં પણ હજારો લોકો પ્રભવિત થયા છે ઉપરાંત ભારતમાં ૨૧ દિવસ સુધી લોકડાઉન પણ લાગુ કરી દેવામાં આવ્યું છે. તેમજ નોવેલ કોરોના વાયરસના કારણે હજારો વ્યક્તિઓને પોતાનો જીવ ગુમાવી દીધો છે.

image source

કોરોના વાયરસની સામે વિકસિત દેશ જેવા કે, સ્પેન, ઇટલી, અમેરિકા જેવા દેશોને ઘૂંટણીએ પાડી દીધા છે. જયારે ભારતમાં પણ કોરોના વાયરસ પોતાના પગ પસારી રહ્યો છે. આ બધામાં ભારતને એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. એચએલએલ (HLL) લાઈફ કેર લીમીટેડ દ્વારા કોરોના વાયરસની એંટી-બોડી કીટ બનાવી લેવામાં આવી છે. આ એંટી-બોડી કીટ આપણને કોરોના વાયરસ સામે લડવામાં ખુબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

કોરોના વાયરસની આ એંટી-બોડી કીટને એનઆઈવી (NIV) તરફથી લીલીઝંડી આપી દેવામાં આવી છે. સમાચાર એજંસી એએનઆઈ મુજબ, આ એંટી-બોડી કીટનો ઉપયોગ કરવાની મંજુરી પણ મળી ગઈ છે. આ એંટી-બોડી કીટની મદદથી દર્દીના સીરમ, પ્લાઝમા અને લોહી લઈને એંટી-બોડીની તપાસ કરવામાં આવશે. HLL લાઈફ કેર લીમીટેડ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ હેઠળ કામ કરે છે.

image source

આપને જણાવી દઈએ કે, એંટી-બોડી બ્લડ ટેસ્ટ કીટમાં સામાન્ય રીતે દર્દીના લોહીનું સેમ્પલ લેવામાં આવે છે. આ એંટી-બોડી ટેસ્ટ કરવાથી દર્દીના લોહીનું પરિણામ ૧૫ થી ૨૦ મીનીટમાં આવી જાય છે. આ ટેસ્ટ માટે દર્દીની આંગળીમાંથી જ સોય ચુભાવીને લોહીનું સેમ્પલ લેવામાં આવે છે. આના દ્વારા ખબર પડી જાય છે કે, દર્દીના લોહીમાં કોરોના વાયરસ સામે લડવા માટે એંટી-બોડી કામ કરી રહ્યા છે કે નહી.

image source

આ એંટી-બોડી ટેસ્ટ એ વ્યક્તિઓ માટે ખુબ મદદગાર સાબિત થઈ શકે છે જેમની અંદર નોવેલ કોરોના વાયરસના શરૂઆતના લક્ષણો જોવા મળતા નથી. જો કે, રેપીડ એંટી-બોડી બ્લડ ટેસ્ટ કીટ આપને એ નથી જણાવતું કે આપ કોરોના વાયરસથી સંક્રમિત છો કે નહી. પરંતુ આ ટેસ્ટની મદદથી એ જાણી શકાય છે કે, કોરોના વાયરસની મામલાઓ ક્યાં વિસ્તારમાં વધારે ઝડપથી આગળ વધી રહ્યા છે.

image source

જો દર્દીનો રેપીડ એંટી-બોડી બ્લડ ટેસ્ટ નેગેટીવ આવે છે તો, ત્યાર પછી દર્દીનો આરટી-પીસીઆર (RT-PCR) ટેસ્ટ કરવામાં આવે છે અને આરટી-પીસીઆર ટેસ્ટનું રીઝલ્ટ પોઝેટીવ આવે છે તો દર્દીને પ્રોટોકોલ મુજબ આઇસોલેશનમાં રાખીને ઉપચાર કરવામાં આવે છે. આ સાથે જ દર્દીના સંપર્કમાં આવેલ બધી વ્યક્તિઓને શોધવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ