અનોખા લગ્ન: લોકડાઉનને કારણે વિડીયો કોલમાં આ અનોખી રીતે કર્યા લગ્ન, આ રીતે અધધધ..લોકો જોડાયા જાનમાં

અનોખા મેરેજ

image source

લોંગ ડિસ્ટન્સ રીલેશનશીપનું નામ તો આપણે બધાએ સાંભળીયુ જ હોય છે. એક યુગલ પોતાના આ લોંગ ડીસ્ટંસ રીલેશનશિપનો અંત લાવીને ૪ એપ્રિલના રોજ પોતાની નવી જિંદગીની શરુઆત કરવા જઈ રહ્યા હતા. પરંતુ દેશમાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતા અટકાવવા માટે લોકડાઉનને તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવ્યો. આ લોકડાઉનના કારણે બન્ને એવા ફસાઈ ગયા કે કદાચ તેઓએ એકસાથે થવાનો નિર્ણય છોડી દીધો હતો. ૨૯ વર્ષીય નેવી મર્ચન્ટ ઓફિસર પ્રીત સિંહ અને દિલ્લીની દુલ્હન નીત કૌરએ લોકડાઉનની પરિસ્થિતિમાં જ મેરેજ કરવાનો નિર્ણય લઈ લીધો.

image source

મુંબઈનો દુલ્હો અને દિલ્લીની દુલ્હન.:

મુંબઈનો દુલ્હો એટલે કે નેવી મર્ચન્ટ ઓફિસર પ્રીત સિંહ અને દિલ્લી દુલ્હન એટલે કે નીત કૌર બન્નેએ વિડીયો કોલ પર મેરેજ કરવાનો નિર્ણય કર્યો. હવે જ્યાં દુલ્હા એટલે કે પ્રીત સિંહ મુંબઈમાં હતા અને દુલ્હન નીત કૌર દિલ્લીમાં. આ બધું તો ઠીક પણ દુલ્હાની જાનમાં સામેલ થવા માટે જાનૈયાઓ કેનેડા, દુબઈ અને ઓસ્ટ્રેલીયાથી ખાસ મેરેજમાં સામેલ થવા માટે આવ્યા હતા.

દુલ્હા બનેલ પ્રીત સિંહે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું.:

image source

દુલ્હા પ્રીત સિંહનું કહેવું છે કે, અમારા બંનેના દિલ તૂટી ગયા હતા કેમ કે, અમે બધા છ મહિનાથી મેરેજની યોજના બનાવી રહ્યા હતા. પરંતુ જેમ બધાની લવ સ્ટોરી અલગ હોય છે અને અમારી પણ લવ સ્ટોરી અલગ જ છે. અમારે એક અનોખા મેરેજ કરવાના હતા, આ અમારી લવ સ્ટોરી છે અને અમારા અનોખા મેરેજ.

ઓનલાઈન જ થયો હતો પ્રેમ.:

image source

આપને જણાવીએ કે પ્રીત સિંહ અને નીત કૌર બન્ને પહેલીવાર ઓનલાઈન જ મળ્યા હતા. ત્યાર પછી બન્નેને એકબીજા સાથે પ્રેમ પણ ઓનલાઈન જ થઈ ગયો. અને હવે સમયનું કરવું પણ કેવું પ્રીત સિંહ અને નીત કૌરને મેરેજ પણ ઓનલાઈન જ કરવાનો નિર્ણય લીધો. પરંતુ પ્રીત સિંહ જે એક નેવી ઓફિસર છે તેઓનું કહેવું છે કે, ‘પણ અમે માનીએ છીએ કે, મેરેજ વાહે ગુરુજીના આશીર્વાદ મેળવ્યા વગર અધુરી જ છે.’

રીત-રીવાજો સાથે થયા મેરેજ.:

image source

પ્રીત સિંહ અને નીત કૌરના મેરેજમાં જ્યાં ૧૫૦ મહેમાનો સામેલ થવાના હતા તેના બદલે ઓનલાઈન મેરેજમાં ફક્ત ૫૦ મહેમાનો જ સામેલ થયા. તેમજ આ ઓનલાઈન મેરેજમાં મોટાભાગના બધા જ રીત-રીવાજો નિભાવવામાં આવ્યા જે એક સામાન્ય મેરેજમાં નિભાવવામાં આવે છે. પ્રીત સિંહનું કહેવું છે કે, મેરેજ તો ઓનલાઈન થઈ ગયા પણ સૌથી મુશ્કેલ કામ હતું મેરેજ થઈ ગયા પછી પણ એકબીજાને ના જોઈ શકવાનું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ