સમય પર આ રીતે કરાવો હેલ્થ ચેક અપ, અને રાખો આ બાબતોનુ ખાસ ધ્યાન

હેલ્થ ચેક અપ કરાવતા પહેલા રાખો આ ધ્યાન

વિશ્વ સ્વાસ્થ સંગઠન મત મુજબ વિશ્વભરમાં ૭૦ ટકા લોકો કોઈને કોઈ બીમારીથી પીડિત હોય છે. વર્લ્ડ સિન્ડ્રોમ કિટાણુ તેમજ સંક્રમણથી થતી બીમારી નથી પણ ખરાબ જીવન શૈલી અને આહાર સંબધી આદતને કારણે થાય છે.

આના કારણે જાડીયાપણું ,હાઇ બી.પી,ડાયાબિટીસ, હૃદય રોગ,થાઈરોઈડ જેવા રોગો આપણી જીવન શૈલીથી જોડાઈ ગયા છે,જે આપણી પેઢી દર પેઢી આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે.

image source

જો કે આનાથી બચવાનો સૌથી સરળ ઉપાય છે જાગરૂકતા અને સમય સમય પર જરૂરી શરીરનું ચેક અપ ખૂબ જ જરૂરી છે.

તો આજે અમે તમને જણાવીશું કે હેલ્થ માટે જરૂરી એવી હેલ્થ ચેક અપના પેકજ વિશે…

શા માટે જરૂરી છે હેલ્થ ચેક અપ

image source

કોઈ પણ સમસ્યા શરૂ થાય એટલે શરીર આપણને સંકેત આપે છે.

ઝડપથી વધતું અથવા ઘટતું વજન, વાળ ખરવા અને શરીર પર વધુ પડતા વાળ, આંખો ઝીણી થવી, ખોરાક પ્રત્યે અણગમો, વિચારશક્તિ નબળી પડવી, માથાનો દુખાવો,શ્વાસ ચડવો આ બધા લક્ષણ ભલે નાના હોય પણ પરંતુ એની અવગણના કરવાથી આપણે ગંભીર બીમારીનો ભોગ બની જઇએ છીએ.

image source

જો આમાંની કોઈ પણ સમસ્યા તમને જણાય તો તમે હેલ્થ ચેક અપ કરાવીને તેની જાણકારી મેળવી શકો છો. આમ કરવાથી તમે એનાથી બચવાનો ઉપાય પણ સમયસર લઈને સ્વસ્થ રહી શકો છો આના માટે જરૂરી છે પેકેજની જાણકારી.

કેવી રીતે પસંદ કરશો પેકેજ

શારીરિક લક્ષણો મુજબ ડોક્ટર ટેસ્ટ કરવાનુ કે છે જેને આપણે અલગ અલગ કરાવી શકીએ છીએ. હોસ્પિટલ અથવા લેબમાં પેકેજ હોય છે જે સરળ વિકલ્પ છે.

image source

આનાથી સમય અને પૈસાની બંનેની બચત થાય છે. આપણા સ્વાસ્થ્યની કાળજી માટે પણ આપણે આ ટેસ્ટ કરાવી શકીએ છીએ. બસ આપણા શરીરના લક્ષણોને નજરઅંદાજ ના કરીએ તેનુ આપણે ખાસ ધ્યાન રાખવાનુ હોય છે.

આના આધારે કોઈ વિશ્વનીય લેબ ક હેલ્થ પેકેજને ધ્યાનથી વાંચીને નક્કી કરી લો કે કયું પેકેજ તમારા ઉદયેશ પર લાગુ પડશે.

ક્યા-ક્યા વિકલ્પ છે

દરેક મોટી હોસ્પિટલમાં નિવારક હેલ્થ પ્રોગ્રામ(પીએચપી) મુજબ હેલ્થ પેકેજની સુવિધા હોય છે જેમાં વ્યક્તિની ઉમર અને જરૂરી ટેસ્ટ મુજબ બેસિક ,બ્રોંજ ,સિલ્વર ,ટાઈટેનિયમ ,અને પ્લેટિનયમ જેવા પેકેજ હોય છે.

દરેક પેકેજનો ખર્ચ ટેસ્ટ ની સંખ્યા પર નિર્ભર છે. આજકાલ તો ઓનલાઇન પણ પેકેજ મેળવી શકાય છે. આના માટે સૌથી પહેલા આની રેટિંગ પર ચોક્કસ નજર નાખજો.

ચેક અપ પેહલા

image source

ચેક અપ માટે જતાં પહેલા ધ્યાનથી વાંચી લો કે તે ભૂખ્યા પેટે કરવાનો છે કે નાસ્તા પછી. કોઈ પણ પ્રકારના વ્યસન, ધૂમ્રપાન, ભારે ખોરાક અને દવાઓ ટેસ્ટ પહેલા નથી લેવાતી.

મહિલાઓ માટે થોડું વિશેષ હોય છે .ઘણા ટેસ્ટ માસિકના દિવસોની ગણતરી પર આધારિત હોય છે.

આ પણ જાણો

image source

– ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ મુજબ જાડપણું એ કોઈ બીમારી નથી પરંતુ આપણી જીવનશૈલીથી જોડાયેલી અનેક રોગોનું મુખ્ય કારણ છે.

– શરીરથી પાતળી હોય એવી મહિલાઓની કમરનો ઘેરાવો ૮0 સેમી અને પુરુષોનો ૯૦ સેમીથી પણ વધારે હોય છે જે જાડિયાપણાંનો સંકેત છે. આવા લોકોને હૃદયની કે ડાયાબિટીસની સંભાવનાહોય છે

image source

– ભારતના ૭૦%લોકો જાડીયાપણું અથવા વધુ પડતુ વજન ઘરાવે છે.

– ૨૦% સ્કૂલના બાળકો જાડિયાપણાંનો શિકાર હોય છે.

– ૩૬%યુવાન છોકરીઓ ને પેટ ની સમસ્યા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ