બ્રાઉન રાઇસ ખાવાના છે અઢળક ફાયદાઓ, જે તમને નહિં જ ખબર હોય

ચોખા નો વિકલ્પ બ્રાઉન રાઈસ

વજન વધવાનો ડર ધરાવતા લોકો તેમજ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના દર્દી પણ ભાત ખાવાનું ટાળતા હોય છે. જોકે આપણા આહારમાં ભાત ઘણો પ્રિય રહ્યો છે અને લોકોને એવી માન્યતા પણ છે કે ભાત ખાવાથી જમ્યા નો સંતોષ થાય છે. પણ જેમના માટે ચોખા નુકસાનકારક છે તેવા લોકો માટે ખુશ ખબર છે કે ચોખા ની અવેજીમાં તેઓ brown rice ઉપયોગમાં લઇ શકે છે. brown rice

ચોખાની ઉણપ પૂરી કરે છે એટલું જ નહીં વજન નિયંત્રણમાં રાખી વજન ઓછું કરવામાં પણ મદદરૂપ છે. ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના દર્દી પણ brown rice નો ઉપયોગ કરી શકે છે.brown rice પણ ચોખાની જેમ પોષક તત્વો ધરાવે છે.brown rice ના ફાયદા અને તેમાંથી બનતી વાનગીઓ વિશે જાણીએ પહેલા brown rice શું છે એ અંગેની પૂરી માહિતી મેળવી લઈએ.

સાવ સરળ વાત સમજીએ તો રિફાઇન્ડ કર્યા વગરના ચોખા એટલે બ્રાઉન રાઈસ . તેના રંગને કારણે તેને બ્રાઉન રાઈસ કહેવામાં આવે છે જે સફેદ ચોખા ની સરખામણીમાં બનવામાં વધુ સમય લે છે અને તેનો સ્વાદ પણ થોડો જુદો હોય છે પરંતુ તેમાં સફેદ ચોખા ની સરખામણીએ પોષક તત્વો વધારે હોય છે. સફેદ ચોખાને રિફાઈન્ડ અને પોલીસ કરવામાં આવે છે. જેમાં તેની ઉપરનું ફોતરાં વાળું આવરણ નીકળી જવાથી તેના પોષક તત્ત્વોમાં ફેર પડી જાય છે. સફેદ ચોખા માં કેલરીની માત્રા પણ વધારે હોય છે જ્યારે બ્રાઉન રાઈસ પ્રમાણમાં ઓછી કેલરી ધરાવે છે તેથી તે વિશેષ આરોગ્યપ્રદ માનવામાં આવે છે.

image source

બ્રાઉન રાઈસમાં પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ ,ફોસ્ફરસ જેવા ખનીજ તત્વ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે . આ તમામ ખનિજતત્વો આરોગ્ય માટે તો ઉત્તમ છે જ પરંતુ તે ચામડી અને વાળ માટે વિશેષ રીતે મહત્વના છે.

બ્રાઉન રાઈસ કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરે છે. શરીરમાં વધારે પડતું કોલેસ્ટ્રોલ હૃદયરોગના જોખમને વધારે છે જ્યારે બ્રાઉન રાઈસમાં રહેલું ફાઇબર ખોરાકના પાચનમાં વિશેષ રીતે મદદરૂપ થાય છે. બ્રાઉન રાઈસ ભૂખને પણ નિયંત્રિત કરે છે તેમજ કોલેસ્ટ્રોલ વઘુ યોગ્ય રીતે લોહીમાં ભળવા માં પણ મદદરૂપ છે. બ્રાઉન રાઈસ શરીરમાં ખરાબ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલ.ડી.એલ ની માત્રા પણ ઘટાડે છે.

image source

brown rice અંગે થયેલા વૈજ્ઞાનિક સંશોધન મુજબ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ brown rice ઉપયોગી છે. લોહીમાં શુગર લેવલને ઓછું રાખવામાં મદદરૂપ ફાઇબર પ્રોટીન ફાઈટોકેમિકલ્સ અને મિનરલ્સ brown rice માંથી વિશેષ માત્રામાં ઉપલબ્ધ થઇ શકે છે.

brown rice માં રહેલી વધુ ફાઈબરની માત્રા વજનને કાબૂમાં રાખવામાં પણ ઉપયોગી છે. ફાઇબરને કારણે ખોરાકનું સુવ્યવસ્થિત પાચન થઈ શકે છે તેને કારણે ભૂખ પર પણ નિયંત્રણ રહે છે. ઉપરાંત પેટ પણ સાફ આવે છે. બ્રાઉન રાઈસ માં કેલેરી અને ફેટની માત્રા ઓછી હોવાથી પણ વજન ઘટાડવામાં ઉપયોગી બને છે.

image source

brown rice કેન્સર વિરોધી તત્વો પણ ધરાવે છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ brown rice માં રહેલું ગામાએમિનોબ્યૂટીરિક એસિડ બ્લડ કેન્સરના સેલને ફેલાતા અટકાવવામાં મદદરૂપ છે. હાડકાને મજબૂત અને સ્વસ્થ રાખવામાં ઉપયોગી મેગ્નેશિયમ બ્રાઉન રાઈસ માં ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે. જે હાડકાની સ્થિતિસ્થાપકતા વધારવામાં મદદ કરે છે.

ચેતાતંત્ર માટે પણ brown rice અતિ ઉપયોગી છે. અલ્ઝાઇમર, પાર્કિંન્સન અને માઈગ્રેન જેવી બીમારીઓ ની સામે રક્ષણ પૂરું પાડતું મેગ્નેશિયમ brown rice માંથી પૂરતી માત્રામાં મળી રહે છે તેથી ખોરાકમાં brown rice નો ઉપયોગ કરવાથી નર્વસ સિસ્ટમનુ સંચાલન પણ યોગ્ય રીતે થાય છે અને તેને કારણે થતા રોગની સામે રક્ષણ મળે છે.

brown rice રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. એમાં રહેલું વિટામિન ઈ શરીરમાં એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. brown rice આખું અનાજ છે જેમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે. ફાઇબર લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે એક brown rice ખાવાથી હૃદયરોગ જેવી સમસ્યાથી પણ બચી શકાય છે.

image source

બ્રોન્કાઇટીસ અને અસ્થમાના દર્દી માટે પણ brown rice મારા હેલો ફાઇબર અને તેમાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો ગુણકારી સાબિત થાય છે. brown rice નિયમિત ઉપયોગથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે જેને કારણે પણ શ્વાસ જેવી બીમારી સામે લડવામાં શરીરને મદદ મળી રહે છે.

brown rice પર રહેલું બ્રેન લેયર અને તેમાં રહેલા ફાઇબર પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે જેને કારણે આંતરડાની કાર્યવાહીમાં પણ brown rice મદદરૂપ છે. કબજીયાતની સમસ્યા માટે પણ brown rice શ્રેષ્ઠ ઉપાય છે.

image source

brown rice અનિંદ્રા ના દર્દીઓ માટે પણ ઉપયોગી છે. તેમાં રહેલું ગામાએમિનો બ્યૂટીરીક એસિડ તણાવમાં ઘટાડો કરે છે એટલું જ નહીં નશાકારક પદાર્થોનું સેવનથી થતી અનિદ્રાની સમસ્યા સામે પણ રાહત આપે છે.

પિત્તાશયમાં થયેલી પથરીમાં પણ brown rice નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. brown rice માં રહેલું ફાઇબર પિત્તાશયમાં થતી પથરી સામે રક્ષણ આપે છે.

સ્તનપાન કરાવતી મહિલાઓને પણ brown rice માં રહેલા વિટામિન અને મિનરલ્સ થાક,તણાવ અને અન્ય બીમારીઓની સામે સુરક્ષા કવચ પુરું પાડે છે.

image source

brown rice માં રહેલા એન્ટી ડિપ્રેશન તત્વો, એન્ટી ઓક્સિડન્ટ તત્વો, તેમજ glutamine એમિનો એસિડ ડિપ્રેશન ના દર્દી માટે પણ રાહતરૂપ છે. glutamine એમિનો એસિડ ન્યુરોટ્રાન્સમીટર નું નિર્માણ કરે છે જેને કારણે તાણ અને નિરાશા જેવી નકારાત્મક ભાવનાનો પ્રભાવ ઘટે છે.

brown rice માં રહેલી એન્ટીઓક્સીડેન્ટ ગુણ કોશિકાઓ ફ્રી રેડિકલ્સ ના પ્રભાવમાં પણ ઘટાડો કરે છે.

ન્યૂરો ડીજે નેરેટિવ ની બીમારીને કારણે શરીરમાં ઉત્પન્ન થતા neurons પર નકારાત્મક પ્રભાવ પડે છે જે શરીરનું માનસિક સંતુલન ખોરવી શકે છે. brown rice માં રહેલા પોષક તત્વો ન્યૂરોડીજે નેરેટિવ ની સમસ્યા ને રોકવામાં ઉપયોગી સાબિત થયા છે.

image source

બાળકોનો વિકાસ બહુ ઝડપથી થતો હોય છે તેથી તેમને વિશેષ માત્રામાં ઉર્જાની જરૂર પડે brown rice માં રહેલી કાર્બોહાઈડ્રેટ અને ફેટની વિશેષ માત્રા બાળકોને વિશેષ પ્રમાણમાં ઊર્જા પૂરી પાડી શકે છે તેથી brown rice બાળકો માટે પણ ઉપયોગી છે.

ત્વચા ઉપર ની હારે આવવામાં પણ brown rice નો વિશેષ ઉપયોગ કરી શકાય છે. બાય પ્રદૂષણ અને કેમિકલને કારણે ત્વચા ની તાજગી અને ચમક ઓછી થાય છે ત્યારે brown rice માં રહેલા એન્ટી ઓક્સિડન્ટ તત્વો ત્વચાને સુંદર અને સ્વસ્થ બનાવવામાં ફાયદાકારક નીવડે છે.brown rice માં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્વો ઉપરાંત વિટામીન્સ અને મીનરલ્સ પડતી કરચલીઓ અને પિગ્મેન્ટેશન માં ઘટાડો કરે છે ઉપરાંત brown rice માંથી ઉત્તમ સ્કિન ટોનર પણ બનાવી શકાય છે.

image source

અડધો કપ brown rice ને એક કપ પાણીમાં પંદરથી વીસ મિનિટ પલાળી દેવા brown rice માં રહેલા પોષક તત્વો પાણીમાં સારી રીતે ભળી જાય છે. ત્યારબાદ તે પાણીને ગાળી લેવું. વધેલા ચોખા આહારમાં વાપરી શકાય છે. પરંતુ ચોખા પલાળેલું પાણી ત્વચા માટે અને ક્લોઝિંગ નું કામ કરે છે. ચોખા પલાળેલા પાણીને રૂની મદદથી ચહેરા તથા ગરદન ઉપર સારી રીતે લગાવવું ત્યારબાદ હવે સાથે તેનાથી મસાજ કરવું. ચહેરા પર લગાડેલું ચોખાનું પાણી 10 થી 15 મિનિટ સુધી ચામડીમાં ઉતરી જવા દેવું પછી ચોખ્ખા પાણીથી ચહેરો ધોઈ નાખવો.

નિયમિત પણે આ પાણીથી ચહેરા પર મસાજ કરવાથી ચહેરાની ચમક અને ચામડીની સ્વસ્થતા જળવાઈ રહે છે. brown rice માં રહેલું સેલેનિયમ ત્વચાનું લાવણ્ય જાળવી રાખે છે. પ્રદૂષણથી ડેમેજ થયેલા ટિશ્યુને રિપેર કરવામાં સેલેનિયમ ઉપયોગી છે.

brown rice થી ફેસપેક પણ બનાવી શકાય છે.

ચોખાને વાટીને તેનો લોટ બનાવી લેવો. તેને દહીમાં પલાળીને તેની પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને ચહેરા પર લગાવી દસ મિનિટ સૂકાવા દેવી. ત્યારબાદ ચહેરો હુંફાળા પાણીથી ધોઈ નાખવાથી ચહેરાનુ સૌંદર્ય સચવાઈ રહે છે. ત્વચા પર પડેલા ડાઘા અને ખીલ દૂર થાય છે. ચામડી નીચે આવેલી તૈલીય ગ્રંથિઓ પણ તેમાં રહેલા નિયાસીન તેમજ વિટામિન સીને કારણે સક્રિય થાય છે. આ ફેસપેક માં રહેલું એન્ટિ-ઇન્ફ્લેમેટરી તત્વ ત્વચાની વિશેષ સાફ સફાઇ કરે છે અને ખીલ ઉત્પન્ન કરતા બેક્ટેરિયા સામે લડવામાં મદદરૂપ છે.

brown rice નું પાણી નિયમિત પણે ખીલ પર લગાડવાથી ખીલની સમસ્યા પણ દૂર થાય છે. એક્ઝિમા પણ રાહત મળે છે. ત્વચા પર પડતી કરચલીઓ પણ એનાથી દૂર થાય છે અને ત્વચા યુવાન તેમજ ચમકદાર બને છે.

વાળ માટે પણ brown rice માંથી ઉત્તમ પ્રોટીન પેક તૈયાર થઈ શકે છે ઉપરાંત તમારા રહેલું ફોલેટ વાળ અકાળે સફેદ થતા અટકાવે છે. brown rice ને વાટીને તૈયાર થયેલા લોટમાં ૧ ઈંડુ તેમજ એક કપ પાણી મેળવી પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને માથા માં સારી રીતે લગાવી દસ મિનિટ સુધી રાખવી. ત્યારબાદ સારા ગુણવત્તાસભર શેમ્પુથી વાળ ધોવા. આ પ્રોટીન પેક અઠવાડિયામાં બે વાર લગાવી શકાય છે. માથા માં થયેલો ખોડો તેમજ ફોડલીઓ પણ તેનાથી દૂર થાય છે.

brown rice માંથી તૈયાર થયેલું પ્રોટીન પેક કુદરતી કંડીશનરનું કામ પણ કરે છે. એટલું જ નહીં brown rice પલાળીને તૈયાર કરેલું પાણી માં ત્રણ-ચાર ટીપા એસેન્શીયલ ઓઇલના નાખી વાળમાં શેમ્પૂ કર્યા બાદ તૈયાર કરેલા પાણીના મિશ્રણ ને વાળ માં 10 થી 15 મિનિટ લગાડવું ત્યારબાદ ચોખ્ખા પાણીથી વાળ ધોવા.

brown rice માંથી સાદા ચોખાની જેમ જ બનતી તમામ વાનગી પણ બનાવી શકાય છે. brown rice ના જેમ ફાયદા છે તેવા જ તેના ગેરફાયદા પણ છે પરંતુ તેના ગેરફાયદા ની માત્રા ઓછી છે. જમને brown rice માફક ના આવે તેમને brown rice ના ઉપયોગથી ઊલટી, ડાયેરિયા તેમજ બેચેની થઈ શકે છે. brown rice ના ઉપયોગથી ઓર્ગેનિક ની માત્રા શરીરમાં વધી જાય તો તે ચામડી મૂત્રાશય અને ફેફસાના કેન્સર માટે કારણભૂત પણ બની શકે છે. માટે brown rice નો ઉપયોગ સીમિત માત્રામાં કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ