જાણો મહિનામાં એક ઉપવાસ કરવાથી સ્વાસ્થ્યને થતા આ લાભ વિશે..

વૈજ્ઞાનિકોના મત મુજબ મહિનામાં એક વખત 24 કલાકનો ઉપવાસ તમને જીવનભર સ્વસ્થ રાખે છે અને સાથે-સાથે તમારી ઉંમરમાં પણ વધારો કરે છે.

તો શું તમે જાણો છો કે મહિનામાં એક દિવસનો ઉપવાસ તમને સારું સ્વાસ્થ્ય આપે છે? જો કે આજકાલ લોકો ફિટ રહેવા માટે તેમજ વજન ઘટાડવા માટે અનેક પ્રકારના ડાયટ પ્લાન ફોલો કરતા હોય છે.

આમ, જો તમે ડાયટ પ્લાન પણ બરાબર ફોલો નથી કરતા તો તમારું વજન વધી પણ શકે છે.પણ, જો તમને ભૂખ્યા રહેવું મુશ્કેલ કે કંટાળાજનક લાગતું હોય તો અમે લાવ્યા છીએ તમારા માટે ખુશખબરી.

image source

આમ,હાલમાં જ થયેલા એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે માહિનામાં 1 દિવસ ઉપવાસ રાખવાથી તમે તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો અને સાથે-સાથે વજન પણ ઓછુ કરી શકો છો.

માત્ર 24 કલાકનો ઉપવાસ વધારશે જીંદગી

વૈજ્ઞાનિકોના મત મુજબ 30 દિવસમાં એકવાર 24 કલાકનો ઉપવાસ તમને જીવનભર સ્વસ્થ રાખે છે. આ રિસર્ચ સોલ્ટ લેક સિટીના ઇન્ટર માઉન્ટેન હેલ્થ કેર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ધ્વારા કરવામાં આવ્યો છે.

image source

વૈજ્ઞાનિકોનું માનવુ છે કે આ એક સારો રસ્તો છે જેનાથી તમે સ્વસ્થ પણ સારુ રાખી શકો છો અને સાથે-સાથે તમારી ઉંમર પણ વધારી શકો છો.

આ રિસર્ચ બેંજામિન હોર્ને (પી એચ .ડી )અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ રિસર્ચ લગભગ 2000થી પણ વધુ હ્રદય રોગ થી પીડાતા લોકો પર કરવામાં આવ્યું છે.

જાણો ઉપવાસના ફાયદા

image source

આ રિસર્ચ કરવા માટે વૈજ્ઞાનિકોએ એવા લોકોનો સમૂહ તૈયાર કર્યો જે લોકો દર મહિનાના પહેલા રવિવારે 24 કલાકનું વ્રત રાખી રહ્યા હતા.

આ રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે શારીરિક તકલીફો અને સામાન્ય વ્યક્તિઓ કે જેમણે આ નિયમનું પાલન સળંગ 5 વર્ષ કર્યું એવા લોકો સામાન્ય લોકો કરતાં વધુ જીવ્યા અને એમનું સ્વાસ્થ્ય પણ વ્રતના કરતા લોકો કરતાં વધુ સારું રહ્યું.

આ રિસર્ચ એવા લોકો માટે ખુશખબરી સમાન છે જે લોકો પોતાની ફિટનેસ માટે તૂટક તૂટક ઉપવાસ કરે છે અને આખો દિવસ પોતાની ભૂખ મારી નાંખે છે.

કેન્સરનુ જોખમ ઘટે

image source

સાત્વિક ખોરાકથી કેન્સરનું જોખમ ઓછું રહે છે. ઉપવાસથી તમે કેન્સર જેવી બીમારીને પણ દૂર રાખી શકો છો. ઉપવાસ કરવાથી કેન્સર ટ્યુમરમાં પણ ઘટાડો નોંધાયો છે.

જેટલા ઉપવાસ કરીએ એટલી શરીરમાં એનર્જી વધે છે. ઉપવાસના દિવસે સાત્વિક ભોજન કરતી વખતે લસણ-ડુંગળી અને માંસાહારથી દૂર રહેવું અને બને ત્યાં સુધી ફ્રૂટનું સેવન કરવું.

ઉપવાસ કરવાથી મનુષ્યનું આયુષ્ય વધે છે અને ડાયાબિટિસ – કેન્સર જેવી બીમારીનું જોખમ ઘટી જાય છે.

image source

ઉમર લાંબી થશે

વૈજ્ઞાનિકોના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે મહિનામાં એક દિવસનો ઉપવાસ લાંબા ગાળે તમારી ઉંમરમાં વધારો કરે છે.

આનું કારણ એ છે કે, 24 કલાકનો ઉપવાસ હ્રદયને સ્વસ્થ રાખે છે અને શરીરમાં સોડિયમની માત્રા ઘટાડે છે જેના કારણે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને આ ઉપવાસ તમારા શરીરમાં રેડ બ્લડ સેલ (લાલ રક્ત કણો)ને વધારે છે.

image source

જો કે તમને જાણીને નવાઇ લાગશે કે, ઉપવાસ કરવાથી હોર્મોન્સ રીલીઝ કરનારી ગ્રંથિઓ વધુ સારી રીતે કાર્ય કરવા લાગે છે.

પેટની બીમારી દૂર થાય

image source

પેટની બીમારી માટે ઉપવાસનું વિશેષ મહત્ત્વ હોય છે. ઉપવાસ કરવાથી પેટ સંબંધી બીમારીમાંથી જલ્દી છૂટકારો મળે છે. દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે સપ્તાહમાં એક વખત ઉપવાસ કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ