ઇલાયચીની ચા સ્વાસ્થય માટે છે એકદમ બેસ્ટ, જાણી લો કેવી રીતે બનાવશો ઘરે…

ઠંડીમાં એલચીવાળી ચા જરૂર પીવો, કેન્સર સહિત બીજા આ છ રોગોનું જોખમ તેનાથી થઈ જશે દૂર…

image source

એલચી એ આપણા ઘરોમાં વારંવાર ઉપયોગમાં લેવામાં આવતા મુખ્ય મસાલા તેજાનામાંથી એક છે. એક રીતે જોઈએ તો તેને મસાલાની રાણી પણ કહેવામાં આવે છે, ઇલાયચી વિશ્વનો ત્રીજો સૌથી મોંઘા તેજાના તરીકે જાણીતી છે. તે થોડી મીઠી વાનગી હોય કે તીખી શાકભાજી હોય, આપણે હંમેશા એલચીનો અનેક વાનગીઓમાં ઉપયોગ કરીએ છીએ.

image source

સોઈમાં વપરાતા ગરમ મસાલા તૈયાર કરવાથી લઈને સવારની ગરમમાગરમ ચામાં ઉમેરવા સુધી આપણે બધે જ એલચીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ કેટલાક લોકો દરરોજ તેમની ચામાં એલચીને બદલે આદુનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. જો તમે તમારી રોજની ચામાં આદુને બદલે અથવા આદુની સાથે એલચીનો ઉપયોગ પણ કરો છો, તો તમને તેનાથી વધુ સ્વાસ્થ્યપ્રદ લાભ મળશે.

image source

ખરેખર, જો તમે દરરોજ તમારી ચામાં એલચી ઉમેરો છો, તો તે તમને કેન્સર અને ડાયાબિટીઝ જેવા રોગોથી બચાવી શકે છે. તે તમારા પાચનને વધુ સારીરીતે સુધારવામાં પણ મદદ કરે છે. આટલું જ નહીં, તાણવથી કે ડિપ્રેશનથી પીડિત લોકો માટે પણ એલચી ખૂબજ ફાયદાકારક છે. આ સિવાય જો તમે દૂધમાં ઇલાયચી નાખીને પીશો અથવા તો દરરોજ રાત્રે કે સવારની ચામાં ઉકાળીને ઉમેરો કરો છો, તો તમને તેનાથી અન્ય ઘણા વધુ આરોગ્યપ્રદ લાભ મળી શકે છે. ચાલો તમને એલચી, ચા અને દૂધના ફાયદાઓ વિશે જણાવીએ… જે જાણીને તમે એલચીને દરરોજ ઉપયોગ કરતા થઈ જશો…

એલચીને ચા, દૂધ અને સૂપમાં ઉમેરીને પીવાના ફાયદા-

image source

હ્રદયની સારવારમાં મદદગાર

image source

એલચી એ અનેક રોગોને નિવારવામાં ઉપયોગી છે સાથે તે મુખ્યત્વ એન્ટીઓકિસડન્ટ પણ છે, જે તમારા હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં પણ મદદ કરે છે. એલચીના ઉપરના છોતરાંમાંથી સારા પ્રમાણમાં ફાઇબર પણ હોય છે, જે કોલેસ્ટરોલનું સ્તર ઘટાડે છે અને તમારા લોહીનું પરિભ્રમણ સુધારે છે. આ સિવાય તે હાઈ બ્લડ પ્રેશરને યોગ્યરીતે નિયંત્રિત રાખવામાં પણ મદદરૂપ થઈ શકે છે. આ માટે તમે એક ચમચી ધાણાજીરુંના બીજ નાખીને તેનો પાવડર બનાવી લેવો તેમાં એક ચપટી એલચીનો પાવડર ભેળવી દેવું તેને દૂધ અને ચામાં મિક્સ કરીને પી શકો છો.

કેન્સર નિવારણમાં મદદરૂપ છે…

image source

એલચીમાં કુદરતી રીતે કેન્સર મટાડવાની ક્ષમતા છે. ઘણા તબીબી સંશોધન દર્શાવે છે કે તે શાકમાં ઉમેરીને રાંધતી વખતે અથવા ઇલાયચીનો મસાલા તરીકે ઉપયોગ કરતી વખતે કેન્સરના કોષોની બનવાની રચનાને અટકાવે છે. શરીરમાં જ્યાં પણ કેન્સરના કોષોનું આયોજન કરવામાં આવે છે ત્યાં એલચીની અસર થવાથી તેને રોકવા માંડે છે. તેથી, જો શક્ય હોય તો, તમારે સવારે ચામાં એલચીનો ઉપયોગ કરવો જોઈએ અથવા રાત્રે ઇચ્છા પ્રમાણે દૂધમાં ઉમેરીને ઉકાળીને પીવું જોઈએ.

હતાશા સામે લડવામાં મદદ કરે છે…

image source

કેટલાક આરોગ્ય વિશેષ અહેવાલ મુજબ, એ જાણીને નવાઈ લાગશે કે એલચી ખરેખર લોકોને હતાશાનો સામનો કરવામાં મદદ કરી શકે છે. હકીકતમાં, ઇલાયચી તમારી અંદર ઉત્પન્ન થતા ઝેરી તત્વોને (ટોક્સીક્સને) અને નકારાત્મક વિચારને બંધ કરીને તમને વધુ સારું લાગે એવો અનુભવ આપે છે. એલચી શીતળ પ્રકૃતિનું છે. તેથી તે મૂડ સારો કરવામાં મદદરૂપ થાય છે. આ માટે, થોડી ઇલાયચીના દાણાને ફોલીને તેના ફોતરાં અલગ કરી લેવાં. તેના દાણાંનો પાઉડર બનાવો અને તેને તમારી રોજની ચા અથવા દૂધ કે પાણીમાં ઉકાળો બનાવીને કે શરબતમાં ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ. એચલીના સ્વાદવાળી વાનગી ખૂબ જ ભાવે તેવી હોય છે. તેથી, સારા, પરિણામ માટે તમારે તેનું નિયમિત વપરાશ કરવો પડશે.

અસ્થમામાં ફાયદાકારક

image source

અસ્થમા, કફ – ઉધરસ, શ્વાસની તકલીફ અને છાતીમાં દુખાવો જેવા અસ્થમાના લક્ષણો સામે લડવામાં એલચી સારી એવી ભૂમિકા ભજવી શકે છે. તે ફેફસાંમાં રક્ત પરિભ્રમણ વધારીને શ્વાસને સરળ બનાવે છે. તે ઓક્સિજનને યોગ્ય માત્રામાં શરીર સુધી પહોંચાડીને શ્વાસનળી, શ્વસનતંત્ર અને ગળા સાથે જોડાયેલ નળીઓને સાફ કરવામાં મદદ કરે છે. આ સિવાય જો તમને શરદી હોય તો પણ તમે એલચી ચાવી શકો છો. કે પછી દૂધ કે ચામાં ઉમેરીને પણ પીવાથી તમારા ગળાને આરામ મળશે.

ડાયાબિટીઝની સારવારમાં મદદરૂપ

image source

ઇલાયચીમાંથી ખૂબ સમૃદ્ધ પ્રમાણમાં મેંગેનીઝ નામનું ખનીજ તત્વ પ્રાપ્ત થાય છે આને કારણે તે નીચા પ્રમાણનું ડાયાબિટીઝ કે ઉચ્ચ પ્રમાણનું ડાયાબિટીઝનું જોખમ ઘટાડી શકે છે. જો કે, તે ડાયાબિટીસ પ્રકાર ૨ અને ૩માં ખૂબ અસરકારક નથી પણ થઈ શકતું. પરંતુ જો કોઈને પ્રારંભિક તબક્કે ડાયાબિટીસ હોય, તો તે સમયે તે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. તેનો સ્વાદ જરા મીઠો હોય છે અને એલચીની સુગંધ પણ ખૂબ જ મનભાવન હોય છે. તેથી જેમને ડાયાબિટીસ હોય તેવા દર્દીઓને મીષ્ઠાન્ન ખાવાની ઇચ્છા થતી હોય તેવા લોકો મોંમાં એલચી મૂકી દે તો તેમની જીભને ખૂબ જ સારું લાગતું હોય છે. ડાયાબિટીસમાં મોં કે ગળું સુકાઈ જાય ત્યારે તે ખૂબ જ કામ આવી શકે છે.

એલચી ભૂખમાં વધારો કરે છે…

image source

જો તમને યોગ્ય રીતે ભૂખ ન લાગે અથવા તો તમને ભૂખ, ભોજન કે પાચનને લગતી કોઈ સમસ્યા નડતી લાગે તો એલચી તમારા માટેના ઉપચારનો ઉપાય સાબિત થઈ શકે છે. એ જ રીતે ઇલાયચીના તેલનો ઉપયોગ ભૂખ ઉત્તેજીક તરીકે થાય છે. આ માટે, રોજ એક ગ્લાસ ઠંડા દૂધમાં એલચી નાખીને પીવો. તમને લાગશે કે તમારી ભૂખ ધીરે ધીરે વધી રહી છે. જમ્યા પછી એક એલચીની કળી મોંમાં મૂકી દેવાથી તે મુખવાસ તરીકે પણ ઉપયોગી થઈ શકે છે. તે પાચનમાં પણ મદદરૂપ થઈ શકે છે. જમ્યા બાદ થતી એ.સી.ડી.ટી કે ઉબકા આવવા જેવી તકલીફોમાં પણ તે ઉપયોગી છે. કાંદા, લસણ કે મસાલેદાર ખોરાક ખાધા પછી એલચી ખાવાથી મોં ચોખ્ખું થાય છે, મોંમાંથી ગેસ કે અપચાને કારણે આવતા ખરાબ ઓડકાર અને બદબૂ આવતી અટકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ