આ સાબુની કિંમત જાણીને તમારા પણ ઉડી જશે હોંશકોંશ…

મોંઘવારીએ આજકાલ તો હદ જ વટાવી દીધી છે. પેટ્રોલ-ડીઝલ હોય, દૂધ – ઘી હોય કે શાકભાજી હોય મોંઘવારી દિવસે નથી વધતી એટલી રાત્રે વધે છે અને રાત્રે નથી વધતી એટલી દિવસે વધે છે. આ મોંઘવારી માત્ર ખાવાપીવાની ચીજવાસ્તુઓમાં જ વધતી હોય તોય સારું પણ એણે આપણી રોજબરોજની જરૂરિયાતની ચીજવસ્તુઓને પણ ભરડામાં લીધી છે.

image source

જો આપણે રોજિંદા વપરાશમાં આવતી ચીજવસ્તુઓ પૈકી એક સાબુની વાત કરીએ તો જે નહાવાના સાબુની ગોટી હમણાં સુધી જ આપણે 5 થી 15 રૂપિયામાં ખરીદતા એ જ ગોટી હવે 30 થી 45 રૂપિયાની મળતી થઈ છે. અલબત્ત 5 – 10 રૂપિયામાં પણ સાબુ મળે તો છે જ પણ એની સાઈઝ અને પેલા સાબુની સાઈઝમાં હાથી ઉંદરનો ફેર છે.

image source

ખેર, અહીં તમને અમે આજે એક એવા સાબુ વિશે જણાવવાના છીએ જેનો ભાવ સાંભળી તમારી આંખો ખુલીની ખુલી જ રહી જશે. એનો ભાવ જાણ્યા પછી તમને આપણો સાબુ 40 રૂપિયા વાળો સાબુ પણ સસ્તો લાગશે.

image source

એ સાબુની અમે વાત કરી રહ્યા છીએ તેની એક સાબુની કિંમત એક લાખ એંસી હજાર ભારતીય રૂપિયા છે. તમને થશે કે હવે એવું તે શું હશે એ સાબુમાં કે જેથી તેનો ભાવ આટલો બધો ઊંચો છે.

image source

તો તેનો જવાબ એ છે કે આ સાબુની બનાવટમાં મધ અને ઓલિવ ઓઈલ ભેળવવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ તેમાં ડાયમંડ અને ગોલ્ડ પાવડર પણ છે. આ ખાસ સાબુનું ઉત્પાદન લેબેનોનમાં થાય છે.

image source

ત્યાંનો એક સ્થાનિક પરિવાર આ સાબુ બનાવે છે. તેમના કહેવા મુજબ તેઓનો પરિવાર છેલ્લા 100 વર્ષથી પેઢી દર પેઢી આ પ્રકારના સાબુ બનાવે છે. અને અનેક શ્રીમંત પરિવારના લોકો તેમના આ સાબુના ગ્રાહકો છે.

image source

સાલુ, આપણને આ જાણીને એમ થાય કે આ લોકો નહાવાના સાબુ પાછળ આટલા રૂપિયા બગાડવા કરતા આટલા રૂપિયાનું ગોલ્ડ ખરીદી ઘરમાં સાચવી મુકતા હોય તો.. એમની જગ્યાએ આપણે હોઈએ તો તો ચોક્કસ એમ જ કરીએ..

image source

ખેર, તમને એ પણ જણાવી દઈએ કે લેબનોન દેશની ગણના વિશ્વના સૌથી શ્રીમંત દેશ પૈકી એક તરીકે થાય છે. અને ત્યાંનું ચલણ લેબેનીઝ પાઉન્ડ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ