ફોલો કરો આ ટિપ્સ, અને ચહેરા પરની કાળાશને ફટાફટ કરી દો દૂર…

માત્ર થોડાક જ દીવસોમાં આ રીતે દૂર કરો ચહેરાની ડાર્કનેસ , શું ચહેરો કાળો પડી ગયો છે ? કોઈ ક્રીમ કામ નથી લાગતી ? તો અજમાવો આ કુદરતી ઉપાય

image source

ડાર્ક અને ખાસ કરીને ઝાંખો ચહેરો જે સામાન્ય રીતે સૂર્ય પ્રકાશ તેમજ હવામાં ફેલાયેલા પ્રદૂષણ તેમજ રુક્ષ હવાના કારણે બની શકે છે. જેને તમે બજારમાં મળતી મોંઘામાં મોંઘી ફેરનેસ ક્રીમ કે પછી બ્લીચ વીગેરેથી પણ નથી દૂર કરી શકતાં કે મોંઘા-મોંઘા ફેશિયલ કરવાથી પણ દૂર નથી કરી શકતાં. પણ તેને તમે ઘરે જ ઉપલબ્ધ એવી, તમારા રસોડામાં સાવ જ હાથવગી રહેતી વસ્તુઓથી દૂર કરી શકો છો.

image source

લગ્ન સિઝન શરૂ થવાની છે બજારમાં લગ્ન માટેની ખરીદીઓની ભીડ જામવા લાગી છે. પણ સારા વસ્ત્રો કે પછી સારી હેરસ્ટાઇલ કરવા છતાં ચહેરાની ઝાંખપ કે કાળાશના લીધે તમારા ફોટોઝ સારા નહી આવે તો ? તો ચિંતા ન કરો આ ઘરગથ્થુ ઉપાય અજમાવીને દૂર કરો ચહેરાની કાળાશ અને મેળવો તાજો-તેજસ્વી ચહેરો.

બટાટાના રસનો પ્રયોગ

image source

બટાટાના રસમાં પણ એક પ્રકારનું ત્વચાનો રંગ ઉઘાડતું એટલે કે બ્લીચીંગ એજન્ટ સમાયેલું હોય છે. આ પ્રયોગ માટે તમારે સૌ પ્રથમ એક કાચુ બટાટુ લેવું તેને છીણી લેવું અથવા તો તેને ક્રશ કરી લેવું. હવે તેમાં એક ચમચી મધ ઉમેરવું.

image source

હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લેવું. અને તેને તમે સામાન્ય રીતે જેમ ફેસપેક લગાવો તે રીતે સમગ્ર ચહેરા તેમજ ડોક પર લગાવી લેવું. તેને તેમ જ 15 મિનિટ માટે છોડી દેવું. હવે તેને સાદા-સ્વચ્છ પાણી વડે ધોઈ લેવું. આ પ્રયોગને તમારે અઠવાડિયામાં ત્રણ વાર પુનરાવર્તિત કરવો. તેને તમારે એકાત્રે દીવસે લગાવવું. આ પ્રયોગ કર્યાના થોડા ક જ દીવસોમાં તમને તમારી ત્વચા ઉજળી-ઉજળી લાગવા લાગશે.

જો તમને કદાચ બટાટાના રસની એલર્જી હોય અને તેના કારણે ચહેરા પર ખજવાળ આવતી હોય અથવા તો બળતરા થતી હોય તો ચહેરા પરથી તરત જ માસ્ક હટાવી લેવો અને ચહેરો ધોઈ લેવો.

બદામનું તેલ

image source

સનબર્ન, પોલ્યુશન કે પછી રુક્ષ હવામાનના કારણે જો તમારો ચહેરો કાળો પડી ગયો હોય તો તેના માટે તમારે શુદ્ધ બદામના તેલના કેટલાક ટીપાં તમારી હથેળી પર લેવા હવે તેને તમારા ચહેરા તેમજ ડોક પર સરખા પ્રમાણમાં લગાવી લેવું અને જ્યાં કાળાશ વધારે હોય જેમ કે ડોક, કપાળ, નાક તો ત્યાં તમારે તેલ થોડા વધારે પ્રમાણમાં લગાવવું.

image source

અહીં તમારે આ તેલનું ચહેરા પર મસાજ કર્યા બાદ ધોવાનું નથી પણ તેને તેમ જ રાખવું. અને તેના માટે તમારે આ પ્રયોગ રાત્રે સુતી વખતે કરવો અને સવારે તમે રોજ જેમ ચહેરો સાફ કરતા હોવ તેમ કરી લેવો.

લીંબુના ઉપયોગથી ચહેરા પરની કાળાશ આ રીતે દૂર કરો

image source

લીંબુથી ચહેરાની કાળાશ દૂર કરવા માટે તમારે સૌ પ્રથમ એક નાની વાટકી લેવી. તેમાં એકથી ડોઢ ટેબલ સ્પૂન પાણી ઉમેરવું અને તેમાં એકલીંબુનો રસ ઉમેરી દેવો. હવે તેને પાણીમાં બરાબર મિક્સ કરી લેવું. હવે તે જ મિશ્રણને ચહેરા પર લગાવી લેવું. તેને તમે હાથેથી અથવા તો સ્પોન્જ કે પછી રૂની મદદથી લગાવી શકો છો.

હવે લીંબુવાળુ પાણી લગાવી લીધા બાદ તેને તેમ જ 20 મીનીટ માટે રાખો અને ત્યાર બાદ તેને નોર્મલ પાણી વડે ધોઈ લો. તેને માત્ર પાણીથી જ ધોવાનું છે ચહેરો ધોવા માટે તમારે કોઈ પણ પ્રકારના સાબુ કે પછી ફેસવોશનો ઉપયોગ ન કરવો. તમે આ પ્રયોગને અઠવાડિયામાં ત્રણ-ચાર વાર એકાત્રે દીવસે કરી શકો છો.

image source

એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે જ્યારે ક્યારેય પણ આ પ્રયોગ કરો ત્યારે તેને કર્યા બાદ તરત જ તડકામાં જવાનું ન રાખવું. બની શકે તો બહાર જવાનું કામ પહેલાં પતાવી લેવું અને ઘરે જ્યારે તમે લાંબો સમય રહેવાના હોવ ત્યારે આ પ્રયોગ કરવો. કારણ કે તરત જ બહાર જવાથી તમારા ચહેરા પર તડકાની અસર વધારે થશે અને તેના કારણે તમારો ચહેરો તડકાથી બળી જશે.

હળદરના લેપનો પ્રયોગ

image source

હળદર આપણે બધા જાણીએ છીએ તેમ સાર્વત્રિક રીતે શરીર માટે અત્યંત ગુણકારી છે. ચહેરાને ગોરો તેમજ કાંતિવાન બનાવવા માટે તમારે હળદરનો પ્રયોગ આ રીતે કરવો જોઈએ. સૌ પ્રથમ એક વાટકી લેવી. તેમાં એક નાની ચમચી હળદર ઉમેરવી, તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરવો અને બે ચમચી કાચુ દૂધ ઉમેરવું.

image source

હવે આ ત્રણે સામગ્રીને બરાબર મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી. હવે તૈયાર થયેલી પેસ્ટને ચહેરા પર જ્યાં ક્યાંય કાળાશ આવી ગઈ હોય ત્યાં અને ડોક પર સમાન રીતે લગાવી લેવી. તેને તમે તેમ જ 15 મિનિટ માટે રાખી મુકી શકો છો અથવા તો તેનું હળવા હાથે મસાજ કર્યા બાદ 15 મીનીટ સુધી રાખી શકો છો. 15 મીનીટથી વધારે ન રાખવું. જો વધારે સમય ચહેરા પર હળદર લાગેલી રહેશે તો ચહેરો પીળો થઈ જશે. 15 મીનીટ ચહેરા પર લેપ રાખી મુક્યા બાદ સાદા પાણી વડે તેને ધોઈ લેવું. આ પ્રયોગ તમે અઠવાડિયામાં ત્રણવાર કરી શકો છો.

એલોવેરા જેલના પ્રયોગથી ચહેરાની કાળાશ કરો દૂર

image source

એલોવેરા જેલના વિવિધ પ્રયોગો આપણે જાણીએ છીએ તે શરીરને આંતરિક રીતે તેમજ બાહ્ય રીતે સુંદર અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. તેનાથી વાળ પણ સારા થાય છે. પણ ચહેરાની કાળાશ દૂર કરવા માટે તમારે એલોવેરા એટલે કે કુંવાર પાઠાનું એક પાન લેવું અને તેમાંથી તાજી જ જેલ કાઢવી.

image source

હવે આ જેલને કોઈ પણ જાતની ભેળસેળ વગર સીધી જ તમારા ચહેરા પર અથવા તમારા ચહેરાનો જે ભાગ કાળો પડી ગયો હોય ત્યાં લગાવી લેવી. હવે તેને તેમ જ 20-25 મિનિટ સુધી રાખી મુકવી. ત્યાર બાદ ચહેરાને સાદા પાણી વડે ધોઈ લેવો. આ પ્રયોગ તમે રોજ કરી શકો છો. તેનો નિયમિત પ્રયોગ કરવાથી માત્ર ગણતરીના દીવસોમાં તમારો ચહેરો કાંતિવાન બની જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ