વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં તૈયાર, જોઇ લો ઉદ્ગાટન પહેલાની ખાસ તસવીરો

અમદાવાદનાં મોટેરા ખાતે નિર્માણાધિન વિશ્વનાં સૌથી મોટાં ક્રિકેટ સ્ટેડિયમ એવાં સરદાર પટેલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થવાં જઇ રહ્યું છે,જેનાં સુંદર ફોટો આઈસીસીએ કર્યાં શેર.

image source

વિશ્વનાં સૌથી મોટાં ક્રિકેટ સ્ટેડિયમ એવાં સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન કરવાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ BCCI સજ્જ થઈ ચૂક્યું છે.1,10,000 લોકોની કેપિસિટી ધરાવતાં આ ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમની ઝલક દર્શાવતી ખુબસુરત તસવીરો શનિવારે રાતે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC એ શેર કરી હતી..જેને જોતાં જ આ ક્રિકેટ સ્ટેડિયમ કેટલું ભવ્ય છે એની જાણી શકાય એમ હતું.

ક્રિકેટ સંલગ્ન સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 2 માર્ચ 2020 નાં રોજ આ ભવ્ય સ્ટેડિયમમાં એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે પ્રદર્શન મેચનું આયોજન કરવામાં આવશે.1 લાખથી વધુ દર્શકો ધરાવતાં આ પ્રથમ ક્રિકેટ સ્ટેડિયમમાં ચિક્કાર લોકો વચ્ચે ક્રિકેટ મેચ જોવાનો લ્હાવો કંઈક અલગ જ હશે.નેશનલ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ સિવાય આ સ્ટેડિયમમાં ઇન્ડોર ક્રિકેટ એકેડેમી પણ શરૂ થશે.

image source

જ્યારથી આપણાં ગુજરાતનાં મોટાંમાં મોટાં શહેર અમદાવાદમાં બનનારાં આ સ્ટેડિયમ અંગે જાહેરાત થઈ હતી એ દિવસથી જ ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું.આખરે 2 જી માર્ચથી એ લોકોની આતુરતાનો અંત આવી જશે.ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL ની ફાઈનલ પર આ સ્ટેડિયમમાં યોજાવાની સંભાવનાં છે.

image source

આ ક્રિકેટ સ્ટેડિયમ 80,000 ની કેપિસિટી ધરાવતાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું હશે..સ્ટેડિયમની અંદર જ ઓલમ્પિક સ્વિમિંગ પુલની સાઇઝનો એક સ્વિમિંગ પુલ પણ મોજુદ હશે.આ ઉપરાંત આ સ્ટેડિયમની બીજી પણ ખાસ વિશેષતાઓ વિશે પણ તમને આગળ જણાવીશું.

image source

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ અને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની ડિઝાઇન કરનારી કંપની પોપ્યુલસે જ આ સ્ટેડિયમની ડિઝાઇન તૈયાર કરી છે. ક્રિકેટ સ્ટેડિયમની ડિઝાઇન તૈયાર કરનારી કંપની પોપ્યુલસ કંપનીનાં કહ્યાં મુજબ કોમ્યુનિટી સેન્ટર આ સ્ટેડિયમનાં પોડિયમ નીચે તૈયાર થયું છે.આ કંપની દ્વારા ભારતનાં યુવા ક્રિકેટરોને તૈયાર કરી શકાય એ હેતુથી છ ઇન્ડોર ક્રિકેટ પિચ અને ત્રણ આઉટડોર ક્રિકેટ પિચ નું નિર્માણ કરવામાં આવ્યું છે.

image source

જે ત્રણ આઉટડોર પિચ બનાવાઈ છે એમાં પણ ઘણું વૈવિધ્ય છે..સ્પિનર ફ્રેન્ડલી ટ્રેક,સિમ ફ્રેન્ડલી ટ્રેક અને સ્પિન અને સિમ બંનેને અનુકૂળ પિચ તૈયાર કરાઈ છે જેથી જરૂર મુજબ અલગ-અલગ પિચ પર મેચ રમાડી શકાય.

ગુજરાત ક્રિકેટ કાઉન્સિલ નાં વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નાથવાણીનાં જણાવ્યાં મુજબ અલગ અલગ પ્રકારની પિચ બનાવવાં લાલ અને કાળી એમ બંને પ્રકારની માટી ઉપયોગમાં લેવાઈ છે.આંતરાષ્ટ્રીય ધારા-ધોરણ મુજબ આ ક્રિકેટ સ્ટેડિયમ દરેક સુવિધાઓથી લેશ હશે એમાં કોઈ મીનમેખ નથી.

image source

આ સ્ટેડિયમની બીજી સૌથી મોટી ખાસ બાબત છે આ સ્ટેડિયમની ડ્રેનેજ ફેસિલિટી..

આ સ્ટેડિયમની ડ્રેનેજ ફેસિલિટી એટલી જબરજસ્ત છે કે ફક્ત 30 મિનિટમાં આ મેદાનમાં ભરાયેલું વરસાદનું પાણી દૂર કરી શકાશે.આમ થવાથી જે ક્રિકેટ મેચ વરસાદનાં લીધે ભીનાં થયેલાં મેદાનનાં લીધે રદ્દ થતી એ હવે રદ્દ નહીં થાય.

image source

700 કરોડનાં ખર્ચે બનનારાં આ નવાં સ્ટેડિયમ પહેલાં જે જૂનું સ્ટેડિયમ અહીં મોજુદ હતું એને ડિસેમ્બર 2016માં તોડી પાડવામાં આવ્યું.63 એકરમાં ફેલાયેલાં આ ભવ્ય સ્ટેડિયમમાં 3000 કાર અને 10000 ટુ વ્હિલરનાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે.આ ઉપરાંત સ્ટેડિયમમાં 76 કોર્પોરેટ ઓફિસ અને 4 ટીમ ડ્રેસિંગ રૂમની સુવિધા આપવામાં આવી છે.

image source

જૂનું સ્ટેડિયમ ઘણી ઐતિહાસિક ક્રિકેટ ઘટનાઓનું સાક્ષી રહ્યું છે જેમાં સુનિલ ગાવસ્કરનાં 10,000 રન સચિનની પ્રથમ ડબલ સેન્ચુરી અને કપિલ દેવની 432મી ટેસ્ટ વિકેટ લઈ રિચર્ડ હેડલીનાં રેકોર્ડને તોડવું મુખ્ય હતું.આશા રાખીએ કે આ નવું સ્ટેડિયમ પણ ભવિષ્યમાં ભારતીય ક્રિકેટનાં આવાં જ સુવર્ણ પ્રસંગોનું સાક્ષી બને.

image source

તો હવે તૈયાર થઈ જાઓ 2 માર્ચ 2020નાં રોજ આ સ્ટેડિયમમાં યોજાનારી પ્રથમ ક્રિકેટ સ્પર્ધાનાં સાક્ષી બનવા માટે..!!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ