આ રીતે કરો મધનો ઉપયોગ, ક્યારે નહિં જવુ પડે પાર્લરમાં…

ચહેરા પર મધ લગાવવાના ફાયદા જાણી તમે પાર્લર જવાનું ભૂલી જશો

જ્યારે ક્યારેય પણ તમે ટેલીવીઝન પર મધની જાહેરાત જોશો ત્યારે હંમેશા તેને ગરમ પાણી કે લીંબુ સાથે લેવાની સલાહ આપવામાં આવે છે પણ તેના બાહ્ય ઉપયોગના ફાયદા વિષે તમને નહીં જણાવે. આપણા ઘરમાં જ કેટલીક એવી કીંમતી સામગ્રીઓ પડી હોય છે જે ખુબ જ નહીં જેવી કીંમતમાં પાર્લરના હજારો રૂપિયા જેવી ટ્રીટમેન્ટ તમને ઘરે જ આપી દે છે.

image source

આયુર્વેદમાં તમારી આસપાસની કુદરતી વસ્તુઓનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય તેમજ સુંદરતાને નિખારવા માટે કરવામાં આવ્યો છે જે યુગોથી થતો આવ્યો છે. આજે અમે તમને જણાવીશું આયુર્વેદમાં જે વસ્તુને અતિ મહત્ત્વ આપવામાં આવ્યું છે તેવા મધના સૌંદર્ય વધારતા લાભો વિષે અને તેને કેવી રીતે વાપરવું તે વિષે.

મધ તમારા શરીરને આંતરીક રીતે તો પોષણ આપે જ છે પણ તે તમારા સૌંદર્યને નીખારવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેને તમે પ્રવાહી સોનું પણ કહી શકો છો. તે તમારા સ્વાસ્થ્ય, તમારી ત્વચા, તમારા વાળ તેમજ બધી જ રીતે તમને લાભ પહોંચાડે છે. ચાલો જાણીએ કેવી રીતે મધ તમને લાભ પહોંચાડે છે.

ત્વચાને ઉજળી બનાવવા મધનો ઉપયોગ

image source

મધને તમે જોયું હશે તો તે દેખાવે ચમકીલું એક પ્રકારનો ગ્લો ધરાવતું હોય છે. તેનામાં ખુદમાં પણ તમારી ત્વચાને ચમકાવવાના ગુણ સમાયેલા છે. તમને જણાવી દઈએ કે પાર્લરમાં કરવામાં આવતી ડી-ટેન ટ્રીટમેન્ટ્સની પ્રોડક્ટમાં મધ એ મુખ્ય સામગ્રી હોય છે. તે તમારી ત્વચા પરના ટેનીંગને દૂર કેર છે અને તમારા કોમ્પ્લેક્શનને નીખારે છે અને તમને કુદરતી ચમક આપે છે.

નેચરલ ગ્લો માટે મધનો આ રીતે કરો ઉપયોગ

તેના માટે તમારે મધ અને દહીંનો ફેસમાસ્ક લગાવવો જોઈએ. આ સિવાય તમે મધ અને ટામેટાના જ્યૂસનું મિશ્રણ પણ ઉપયોગમા લઈ શકો છો.

image source

ચહેરાને હાઇડ્રેટ કરવા માટે મધનો ઉપયોગ

તમારી ઉંમર વધવાથી કે પછી શિયાળાની શુષ્ક આબોહવાથી કે પછી તમારી ડ્રાઈ સ્કીનના કારણે તમને આખું વર્ષ મોઇશ્ચરાઇઝેશનની તાતી જરૂર રહે છે. ત્વચામાં શુષ્કતા ત્વચાને અસ્વસ્થ બનાવે છે, ત્વચાની શુષ્કતા તમારી ત્વચાને જાંખી અને નિસ્તેજ બનાવે છે, અને તેના કારણે તમને ખીલ પણ થઈ શકે છે. જો તમારી ડ્રાઈ સ્કીનની શુષ્કતાને દૂર કરવા માટે તમારે મજબૂરીથી ઓઈલી ક્રીમ કે લોશનનો ઉપયોગ કરવો પડતો હોય તો તમને જણાવી દઈએ કે તે તમારી ત્વચાને લાભ પહોંચાડવાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે.

image source

મધમાં એક પ્રકારનું હ્યુમેક્ટન્ટ તત્ત્વ રહેલું છે છે, તમારી જ ત્વચામાંથી તમને મોઇશ્ચરાઇઝ પુરુ પાડે છે અને તેને સાંચવી રાખવામાં મદદ કરે છે. ટુંકમાં જો તમે તમારી ત્વચા પર મધ લગાવશો તો તમારા ચહેરાને હાઇડ્રેટ રાખશે અને તે પણ ત્વચાને વધારે પડતી ઓઈલી રાખ્યા વગર. મધની ખાસ વાત એ છે કે તે દરેક સ્કીન ટાઇપ માટે અનુકુળ છે.

મધનો આ રીતે કરો ઉપયોગ

image source

તેના માટે તમારે હવેથી ફેસવોશની જગ્યાએ મધનો ઉપયોગ કરવાનો શરૂ કરવો જોઈએ. તેના માટે તમારે એક મોટી ચમચી મધ લેવું તેનાથી તમારા ચહેરા પર હળવા હાથે મસાજ કરવું અને ત્યાર બાદ તેને પાણીથી ધોઈ લેવું.

ચેહરા પરની કરચલી દૂર કરવા માટે મધનો ઉપયોગ

ચહેરા પર માનસિક તાણ, ઓછી ઉંઘ કે પછી મદ્યપાન કરવીથી કરચલીઓ થાય છે જે આંખની આસપાસ પણ જોવા મળે છે. પણ મધ એક સુરક્ષિત પદાર્થ હોવાથી તેનો ઉપયોગ તમે આંખની આસપાસની પાતળી ત્વચા પર પણ કરી શકો છો.

image source

આ રીતે કરો મધનો ઉપયોગ

તેના માટે તમારે ફિલ્ટર્ડ વોટરમાં મધને ડાઇલ્યુટ કરી લેવું. તે મિશ્રણને આંખ પર લગાવવું અને 15-20 મિનિટ તેમજ રાખ્યા બાદ તેને ધોઈ લેવું.

ચહેરા પરના છીદ્રોને ટાઈટ કરવા માટે મધનો ઉપયોગ

image source

મધમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ્સ, એન્ટીસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો સમાયેલા હોય છે અને માટે જ તે બ્લેકહેડ્સમાં મદદ કરે છે આ ઉપરાંત તે વ્હાઇટ હેડ્સને પણ દૂર કરે છે અને અસરકારક રીતે ત્વચા પરના છીદ્રોની સફાઈ કરીને તેને ટાઈટ કરે છે.

આ રીતે કરો મધનો ઉપયોગ

તેના માટે તમારે મધમાં નાળીયેર તેલ અથવા તો જોજોબા તેલને મિક્સ કરીને તેનું ચહેરા પર મસાજ કરવું.

image source

ફાટેલા રુક્ષ હોઠ માટે મધનો ઉપયોગ

ઉપર જણાવ્યું તે પ્રમાણે મધમાં મોઇશ્ચરાઇઝીંગ ગુણધર્મ સમાયેલા હોય છે તેનો હોઠ પર ઉપયોગ કરવાથી હોઠની શુષ્કતા દૂર થઈ જાય છે.

આ રીતે કરે મધનો ઉપયોગ

તેના માટે તમારે મધમાં થોડી ખાંડ ભેળવી તેનુ એક સ્ક્રબર તૈયાર કરી લેવું. ત્યાર બાદ તેને હોઠ પર લગાવી લેવું. આ મિશ્રણ તમારા હોઠને ગુલાબની પાંખડી જેવા ગુલાબી કરી દેશે.

image source

સનબર્ન દૂર કરવા મધનો ઉપયોગ

સનબર્નના કારણે ચહેરા પરના ટીશ્યૂ નુકસાન પામે છે પણ તે નુકસાનગ્રસ્ત ટીશ્યુને મધ પોષણ પુરુ પાડે છે. આજે ઘણા લોકોને સનબર્નની સમસ્યા રહે છે, પણ મધનું પાતળુ લેયર ચહેરા પર લગાવવાથી તે તમારા ચહેરાની બળતરાને દૂર કરી દે છે અને તેની લાલાશને પણ.

આ રીતે કરો મધનો ઉપયોગ

image source

સનબર્નની અસરને દૂર કરવા માટે મધ અને એલોવેરાની સ્મૂધ પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો.

ચેહરા પરના દાગધબ્બા દૂર કરવા માટે મધનો ઉપયોગ

મધ માત્ર ખીલથી જ છુટકારો નથી અપાવતું પણ તે ખીલ મટી ગયા બાદની સંભાળમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ કે ખીલ મટી ગયા બાદ તેના ડાઘ રહી જાય છે અને ઘણીવાર તે આજીવન ચહેરા પર જ રહી જાય છે. તો આવા ડાઘને તમે મધ દ્વારા દૂર કરી શકો છો.

આવા ડાઘા તેમજ ધબ્બા દૂર કરવા માટે તમારે ઓર્ગેનિક કાચું પ્રોસેસ થયા વગરના મધનો ઉપયોગ કરવો જોઈએ.

image source

મધનો ચેહરા પર સ્ક્રબર તરીકે ઉપયોગ

બહારની ગંદકી તેમજ હવામાંનના પ્રદૂષણના કારણે તમારા ચહેરાના સૌંદર્યને જાળવી રાખવા માટે સ્ક્રબરના ઉપયોગની જરૂર પડે છે. તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તો તમારો ચહેરો એક્સફોલિએટ એટલે કે સ્ક્રબ કરવો જ જોઈએ. કેટલાક લોકોની ત્વચા સેન્સીટીવ હોવાથી તે લોકો આ પ્રક્રિયા ટાળતા હોય છે. અને દુકાનમાં મળતા સ્ક્રબરની વાત કરીએ તો તેમાંના કેટલાક ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે. પણ કોઈ પણ સંજોગોમાં જો તમે ત્વચાને સુંદર રાખવા માગતા હોવ તો તમે એટલું જાણી લો કે તમારે તમારી મૃત ત્વચાને તો દૂર કરવી જ પડશે અને તમારે અઠવાડિયામાં આ પ્રક્રિયા તો ક્યારેય ન ચૂકવી જોઈએ. અને આ એક્સફોલિએશનમાં તમને મધ મદદ કરે છે.

image source

સ્ક્રબર માટે આ ઉપાય કરો

તેના માટે તમારે મધ સાથે થોડી બ્રાઉન શુગર લેવાની છે. હા પણ આ બ્રાઉન શુગરના કણ બહુ મોટા ન હોય તે ધ્યાન રાખવું. આ સિવાય તમે મધ સાથે ઓટને મિક્સ કરીને તેનો પણ ફેસ સ્ક્રબ બનાવી શકો છો.

ચહેરાની અન્ય તકલીફોમાં મદદરૂપ મધ

image source

મધમાં રહેલા ગુણધર્મો તમારી ત્વચાને શુદ્ધ કરવામાં મદદ કરે છે. તમારા સ્કીનકેર રુટીન માટે તમારે મધનો ઉપયોગ નિયમિત કરવો જોઈએ. તે તમારા ખીલની સમસ્યાને દૂર કરશે. આ ઉપરાંત તે એક્ઝિમા અને સોરાઇસીસમાં પણ તમારી મદદ કરે છે.

મધનો ખીલ તેમજ એક્ઝિમા અને સોરાયસીસ દૂર કરવા માટે ઉપયોગ કરતી વખતે શરૂઆતમાં ત્વચાના થોડા ભાગ પર ટ્રાયલ લઈ લેવી.

મહત્ત્વની માહિતી

– જો તમે નકલી મધ ખરીદ્યું હશે અને તેનો ઉપયોગ તમે ત્વચા પર કરશો તો તેનાથી કોઈ જ ફાયદો નહીં થાય પણ નુકસાન થઈ શકે છે. તેનાથી એલર્જીક રીએક્શન પણ આવી શકે છે. માટે તમારે શુદ્ધ ઓર્ગેનિક મધનો જ ઉપયોગ કરવો. અને તેનો ઉપયોગ કરતાં પહેલાં તેને ત્વચાના નાનકડા ભાગ પર લગાવીને ટ્રાયલ પણ લઈ લેવી.

– જો તમે મધથી તમારી ખીલની સમસ્યા દૂર કરવા માગતા હોવ તો તમારે શુદ્ધ પ્રોસેસ થયા વગરનું ઓર્ગેનિક મધ વાપરવું જોઈએ. આ ઉપરાંત તમે ન્યૂ ઝીલેન્ડમાં મળતાં મનુકા ઝાડનું મધ પણ વાપરી શકો છો પણ તે મળવું મુશ્કેલ છે.

– મધ સાથે જો તમે હળદરનો ઉપયોગ કરશો તો તે તમારા ચહેરા પરના ખીલ પર અસરકારક રીતે કામ કરશે. જો તેને ટામેટા સાથે વાપરવામા આવશે તો તે ચહેરા પરની કાળાશ દૂર કરશે. અને જો તેને ગુલાબ જળ સાથે વાપરવામાં આવશે તો તે સનબર્ન દૂર કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ