સનાતન ધર્મની જય હો! જોઇ લો વીરપુર ધામમાં તૈયાર કરાયેલા 200 જાતના રોટલા અને ભક્તોની સગવડની તસવીરો…

વીરપુર ધામમાં વીરબાઈના સદાવ્રતના 200 વર્ષ નિમિતે 200 જાતના રોટલાનો પ્રસાદ

200 વર્ષના સદાવ્રત નીમિતે મોરારી બાપુની રામકથાનું આયોજન – કથા સાંભળવા આવનાર લોકો માટે ભરપૂર સગવડ

આજે જ્યારે મંદીરોમાં પ્રસાદ – પૂજા – વિધિઓના નામે ભક્તોને રીતસરના લૂંટવામાં આવી રહ્યા છે તેવા સમયમાં સૌરાષ્ટ્રની ધરતી પર 200 વર્ષથી સદાવ્રત ચલાવતા વીરપૂર ધામની તો વાત જ અનોખી છે.

અહીં નથી તો ભક્તો પાસેથી કોઈ દાન લેવામાં આવતું કે નથી તો ભોજનાલયમાં જમાડવા માટે એક પાઈ પણ લેવામાં આવતી અહીં ભક્તોને પૂરા ભાવથી વિના મૂલ્યે જમાડવામાં આવે છે.

200 વર્ષ જૂની પરંપરા આજે પણ નિર્વિઘ્ને ચાલી રહી છે. 200 વર્ષ પહેલાં જલારામ બાપા અને મા વીરબાઈના તપથી આ સદાવ્રત શરૂ કરવામાં આવ્યું હતું. 1881માં જ્યારે જલારામ બાપા સ્વર્ગલોક સિધાવ્યા ત્યારથી અહીંના લોકો માટે આ જગ્યા ભક્તિનું ધામ બની ગયું છે.

અને આજ સુધી વીરપુરમાં ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે. અને આ જગ્યાને કોઈ મંદીર નથી કહેતું પણ લોકો તેને જલારામ બાપાની જગ્યા કહે છે.

સદાવ્રતની 200મી જયંતિ નિમિતે અહીં દ્વિશતાબ્દી મહોત્ત્વસનું આયોજન કરવા આવ્યું છે અને આ પૂણ્યકાર્યની ઉજવણી માટે મોરારી બાપુની કથાથી વિશેષ બીજું શું હોઈ શકે. તમને જણાવી દઈએ કે મોરારી બાપુ રામકથા છેલ્લા 60 વર્ષથી કરતા આવ્યા છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે અત્યારસુધીમાં મોરારી બાપુ 839 રામકથાઓ કરી ચૂક્યા છે. જેમાં અત્યાર સુધીમાં વીરપૂર ખાતે માત્ર બે જ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

પણ આ પહેલાં 1982માં તેમણે વીરપુર ખાતે રામકથા ગાઈ હતી. વાસ્તવમાં મોરારી બાપુને તે વખતે જલારામ બાપાના સાનિધ્યમાં રેહવાનું મન થયું અને તેઓ વીરપુર આવી પહોંચ્યા. અને તે વખતે તેમણે ત્યાં કોઈ પણ આયોજન વગર જ રામકથા ગાઈ હતી, આમ વીરપુર ખાતે થઈ રહેલી આ રામકથા ત્રીજી નહીં પણ ચોથી રામકથા છે.

આજે જ્યારે 200 વર્ષના સદાવ્રતની ઉજવણી નિમીતે વીરપુર ખાતે કથાનું આયોજન કરવામા આવ્યું છે ત્યારે માત્ર ગુજરાત કે લોહાણા ધર્મના જ ભક્તો નહીં પણ સમગ્ર દેશ તેમજ વિદેશમાંથી લોકો વીરપુર જેવા પવિત્ર ધામમાં મોરારી બાપુની કથા સાંભળવા આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે વીરપુરમાં રોજ 1000 કરતાં પણ વધારે લોકો દર્શનાર્થે આવે છે. અને અહીં બધા જ જાત્રાળુઓને મફત જમાડવામાં આવે છે. અહીં આવતા ભક્તો માત્ર ભારત જ નહીં પણ યુએસએ, યુકે, કેનેડા, દુબઈ, મસ્કત તેમજ ઓમાનથી પણ આવે છે.

એક વાયકા પ્રમાણે 200 વર્ષમાં એકવાર પણ ભક્તો માટે ભોજન ખુટ્યું નથી. 26મી જાન્યુઆરીએ આ સદાવ્રતની 200મી જ્યંતિ છે જેને ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે.

મળેલા અહેવાલ પ્રમાણે 20,000 કરતાં પણ વધારે લોકો રામકથામાં હાજરી આપશે અને તેમને ભોજન પણ પીરસવામા આવશે. અને અહીં 5000 લોકોના રહેવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જે તમે આ તસ્વીરમાં જોઈ શકો છો કે એક મોટા ડોમમાં નજર જાય ત્યાં સુધી લોકોના આરામ માટે પલંગ પાથરવામાં આવ્યા છે.

ગત રવિવારે રામકથાની શરૂઆત થઈ ગઈ છે. અહીં ભક્તો માટે તેમજ 200મી જયંતિ નિમિતે ભગવાનને 200 પ્રકારના રોટલા ધરવામાં આવ્યા છે. જેમાં જુવાર – પીસ્તા, બાજરો – અજમો, જુવાર – મેથી, રાગ-જવ-રીંગણા, જવ – આદુ, રાગી – ચટણી, જુવાર – કાજુ, મકાઈ – મેથી – ખાંડ વિગેરે એમ 200 જાતના રોટલા ભગવાનને ધરવામાં આવ્યા છે.

આ તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે જલારામ બાપા સમક્ષ વીવીધ જાતના રોટલા ધરવામા આવ્યા છે અને તેની વિગતો આપતી એક નોંધ પણ સાથે મુકામાં આવી છે. એવી એક પણ વેરાયટી રોટલાની બાકી નથી રાખવામાં આવી. તમારી કલ્પના પણ ન હોય તેવા કોમ્બિનેશનના રોટલા બાપાને ધરવામાં આવ્યા છે.

બીજી બાજુ ભક્તો માટે જમીન પર નહીં પણ ટેબલ ખુરશી પર જમવાનું પીરસવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે એક સાથે સેંકડો લોકો જમી શકે તેવી સ્વચ્છ અને સુઘડ, ટેબલ-ખુરશી સાથેની વ્યવસ્થા ભક્તો માટે કરવામા આવી છે.

વીરપુર ધામે આ રામકથા લગભગ એક અઠવાડિયા સુધી ચાલશે. અને તેમાં દેશ વિદેશથી હજારો લોકોના આવવાની શક્યતા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ