ઋતીક તેની એક્સ વાઇફ સુઝેન સાથે દેખાયો જાહેરમાં, વિશ્વાસ ના હોય તો ક્લિક કરીને જોઇ લો તસવીર

ઋતીકના એક્સ વાઇફ સુઝાન સાથેના વેકેશનના ફોટોઝ થઈ રહ્યા છે વાયરલ

ઋતીક રોશન અને સુઝાન ખાન જ્યારે એકબીજા સાથે લગ્ન સંબંધથી જોડાયેલા હતા તે સમયે અને તે પહેલાં બોલીવૂડનું માનીતુ કપલ હતું. પણ કોઈક કારણોસર તેમણે ડીવોર્સ લઈ લીધા હતા અને બન્ને પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. તેમ છતાં તેમના બાળકોએ તેમને જોડી રાખ્યા અને તેમના બાળકોને ખાતર તેઓ પોતાની વચ્ચેના મતભેદો ભૂલીને પણ સાથે સમય પસાર કરતાં અવારનવાર જોવા મળ્યા છે.

image source

તાજેતરમાં આ એક્સ કપલ પોતાના કુટુંબ સાથે નવા વર્ષની રજાઓ માણતા જેવા મળી રહ્યા છે. તેમની સાથે તેમના બાળકો તેમજ કુટુંબના અન્ય સભ્યો પણ હાજર છે. તેમની રજાઓની આ તસ્વીરો તમારામાં પણ કુટુંબ સાથે હોલીડેઝ પર જવાની લાલચ જન્માવશે.

 

View this post on Instagram

 

A post shared by Sussanne Khan (@suzkr) on

આ તસ્વીર સુઝાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે જે ખુબ વાયરલ થઈ રહી છે. તેણીએ તસ્વીર શેર કરતાં કંઈકે આમ કેપ્શન લખ્યું છે. ‘એક મોડર્ન ફેમિલી. બે છોકરાઓ, એક માતા અને એક પિતા, પિતરાઈઓ, ભાઈઓ, બહેનો, દાદા-દાદી, દાદાકાકા, દાદાકાકી અને બે મિત્રો… નવા બંધનો અને એક હૃદયથી ભરપૂર સ્મિત.’

આ તસ્વીરમાં સુઝાન, ઋતિક, તેમના બાળકો અને અન્ય નજીકના સગાઓ જોઈ શકાય છે. તેઓ ફ્રાન્સના બર્ફીલા પહાડોમાં સ્કિઇંગની મજા માણી રહ્યા છે.

image source

બીજી એક તસ્વીરમાં આ બધા જ સભ્યો પોતાના વાહલા ફેમિલિ સાથે ડીનર એન્જોય કરી રહ્યા છે. તો બીજી એક તસ્વીરમાં ઋતિકના માતાપિતા રાકેશ રોશન અને અને પિન્કી રોશન પણ જોઈ શકાય છે.

આ ઉપરાંત સુઝાને કેટલીક સ્કિઇંગ કરતી વિડિયોઝ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તેણી પોતાના મિત્રો સાથે સ્કિઇંગની મજા માણી રહી છે.

image source

તમને જણાવી દઈએ સ્વદેશ ફિલ્મથી જાણીતી બનેલી ગાયત્રી સુઝાન ખાનની નજીકની મિત્ર છે. તે બન્નેને એકબીજા સાથે સમય પસાર કરવો ખુબ પસંદ છે. સુઝાને ગાયત્રી સાથે પણ કેટલીક તસ્વીરો શેર કરી છે જે તેણીની ફ્રાન્સની રજાઓ દરમિયાનની છે. જેમાં તેણી પોતાના દીકરા, ગાયત્રી અને તેણીના દીકરા સાથે જોઈ શકાય છે. આ રજાઓની સુઝાને ઘણી બધી તસ્વીરો શેર કરી હતી.

image source

સુઝાન એક ઇન્ટિરિયર ડિઝાઈનર છે અને તેણી મુંબઈમાં પોતાનો એક સ્ટુડીયો પણ ધરાવે છે જ્યાં અવારનવાર બોલીવૂડ સેલેબ્રિટિઝ પણ જોવા મળે છે. આ ક્રિસ્મસમાં તેણીએ એક ક્રિસ્મસ કલેક્શન લોન્ચ કર્યું હતું જેને જોવા માટે બોલીવૂડની જાણીતી હસ્તીઓ આવી હતી, જેમાં, અજય દેવગન, કાજોલ, જેકી શ્રોફ, નીલમ, રવીના ટંડન વિગેરે અભિનેત્રીઓનો સમાવેશ થાય છે જેમને તમે આ તસ્વીરમાં જોઈ શકો છો.

image source

ઋતીકે ગયા વર્ષે બે સુપરહીટ ફિલ્મો આપી વૉર અને સુપર 30. હવે તેના ફેન્સ તેની આવનારી ફિલ્મોની પણ રાહ જોઈ રહ્યા છે. અહેવાલ પ્રમાણે ઋતિક ફિલ્મ સત્તે પે સત્તાની રીમેકમાં જોવા મળશે. એવા પણ અહેવાલ છે કે દીપીકા પદુકોણેના પ્રોડક્શન હેઠળ બનનારી ફિલ્મ દ્રૌપદીમાં કૃષ્ણના પાત્ર માટે ઋતીકનો સંપર્ક કરવામાં આવ્યો છે. સોનેરી પરદે ઋતિકને ક્રિષ્ન તરીકે જોઈને તેના ફેન્સ ચોક્કસ ખુશ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ