ઇશાએ પહેર્યો 3ડી રોઝ મોતીફનો બ્લાઉઝ, એકવાર જોશો તેની આ રોયલ તસવીરો તો વારંવાર થશે જોવાનુ મન

પેસ્ટલ પિંક રંગના ચણિયાચોળીમાં ઇશા અંબાણી લાગી રોયલ

ઇશા અંબાણી પણ માતા નીતા અંબાણીની જેમ જ પોતાના સુંદર આકર્ષક વસ્ત્રોના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણીએ એક ઇવેન્ટમાં હાજરી આપી હતી જેમાં તેણીના પેસ્ટલ પીંગ લહેંગાએ લોકોમાં આકર્ષણ ઉભું કર્યુ હતું. હાલ સોશિલય મિડિયા પર એક સુંદર તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં ઇશા અંબાણી પેસ્ટલ પિંક ચણીયાચોળીમાં ખુબ જ એલિગન્ટ લાગી રહી છે.

image source

ઇશાએ સુંદર સ્લિવલેસ સિક્વિન્સ બ્લાઉઝ પેહર્યો છે. અને તેને સુંદર થ્રીડી રોઝ મોતીફથી સજાવવામાં આવ્યો છે. તેની સાથે તેણીએ સુંદર ઘેરવાળો ચણિયો પહેર્યો છે અને તેની સાથે પ્લેઇન દુપટ્ટો પહેર્યો છે. અને તેણીના આ લૂકને તેણીએ અંબાણી ફેમિલિની ટ્રેડમાર્ક સમાન ડાયમન્ડ જ્યુલરી પહેરીને ચારચાંદ લગાવી દીધા છેઅને સાથે હાથમાં ઘણી બધી બંગડીઓ પણ તેણીએ પહેરી છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambanifamily) on

તેણીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને મેકઅપ પણ સિંમ્પલ રાખ્યો છે. જો કે તેણીએ તેની સુંદર મોટી આંખને કોહ્લથી હાઇલાઇટ કરી છે જ્યારે લિપસ્ટિક ગ્લોસી વાપરી છે. આ તસ્વિર ઇશા અંબાણીના એક ફેન પેજ પર શેર કરવામાં આવી છે જ્યાં તેણીના ફેન્સે તસ્વીરને હજારો લાઇક્સ આપી છે અને કમેન્ટ કરીને પણ તેણીના લૂક્સને વખાણવામાં આવ્યો છે.

image source

ઘણા સમય બાદ ઇશા ટ્રેડિશનલ ઇન્ડિયન વિયરમાં જોવા મળી છે. આ પહેલાં તેણીએ 4000 જરૂરિયાતમંદ બાળકો સાથે જ્યારે જીઓ વન્ડરલેન્ડમાં ક્રિસ્મસ સેલિબ્રેશન કર્યું હતું ત્યારે તેણીએ સુંદર સિન્ડ્રેલા રેડ ફ્રોક પહેર્યું હતું. તે લૂક પણ તેણીના ફેન્સને ખુબ પસંદ આવ્યો હતો.

તો વળી ઇશા અને સોનમ કપૂર દ્વારા યોજવામાં આવેલા એક ફંડ રેઇશર પ્રોગ્રામમાં પણ તેણીએ સિલ્વર શિમરી ગાઉન પહેરીને લોકોનું પોતાના તરફ ધ્યાન ખેંચ્યું હતું.

image source

જો કે આ ઇવેન્ટમાં સૌથી વધારે તસ્વીર જો કોઈની ક્લીક કરવામાં આવી હોય તો તે હતી શ્લોકા મેહતા અંબાણીની. તેણી બ્લેક જંપસૂટમાં ઘણી બોલ્ડ લાગી રહી હતી અને સાથે સાથે એલિગન્ટ પણ. આ ઇવેન્ટમાં નીતા અંબાણી, મુકેશ અંબાણી અને તેમના દીકરા આકાશ અંબાણીએ પણ હાજરી આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ