પ્રેમ સંબંધને વધુ ગાઢ બનાવવા આ બાબતોને કરી દો ઇગ્નોર, નહિં તો થશે ઝઘડા

પ્રેમ સંબંધમાં સોશિયલ મીડિયાને આડે ન આવવા દો, તેથી પાર્ટનર્સમાં અંતર વધે છે.

image source

આજે આપણા જીવનના દરેક ભાગમાં સોશિયલ મીડિયાની દખલગિરી રોજબરોજ વધતી જ જઈ રહી છે. સોશિયલ મીડિયાએ પ્રેમ સંબંધોમાં પણ તેની ઘૂસણખોરી કરી લીધી છે. એવું પણ જોવા મળ્યું છે કે, સોશિયલ મીડિયાને કારણે જ ઘણી વખત પાર્ટનર્સ વચ્ચે અંતર આવી જાય છે.

રિલેશનશિપ ડેસ્ક:

image source

આજે આપણા જીવનના દરેક ભાગમાં સોશિયલ મીડિયાની દખલગિરી વધતી જઈ રહી છે. સોશિયલ મીડિયાએ પ્રેમ સંબંધોમાં પણ તેની ઘૂસણખોરી કરી લીધી છે. એવું પણ જોવા મળ્યું છે કે સોશિયલ મીડિયાને કારણે ઘણી વખત પાર્ટનર્સ વચ્ચે અંતર આવી જાય છે. સોશિયલ મીડિયાએ થોડા જ સમયમાં આપણા અંગત જીવનને ઘણી રીતે અસર કરવાનું શરૂ કરી દીધું છે.

image source

આનું મહત્વનું કારણ એ છે કે આપણે તેનો યોગ્ય રીતે અને સાવચેતીપૂર્ણ ઉપયોગ કરતા નથી. જ્યારે આપણે સોશિયલ મીડિયાને વ્યક્તિગત જીવનમાં સમાવીએ છીએ ત્યારે ઘણીખરી સમસ્યાઓ ઉભી થાય છે. જાણો કેવી રીતે તેની આડઅસરથી બચી શકાય.

1. વ્યક્તિગત રૂપે (પર્સનલ) પોસ્ટ કરશો નહીં:

image source

સોશિયલ મીડિયા નો અર્થ એ છે કે, તેના પર એવી ચીજો કે વસ્તુઓ મુકવી જોઈએ, જે સમાજના અન્ય લોકો માટે પણ કામ આવી શકે. સોશિયલ મીડિયા પરના લોકોને તમારા વ્યક્તિગત જીવન સાથે કોઈ લેવાદેવા હોતો નથી. તેથી વારંવાર સોશિયલ મીડિયા પર તમારા રિલેશનશિપ સ્ટેટસને ના મુકશો. તે છબીને સારી બનાવતું નથી.

2.જીવનસાથીની (પાર્ટનર્સ) પોસ્ટ પર ગુસ્સે ન થાવ:

image source

કેટલાક લોકો સોશિયલ મીડિયા પર તેમના પાર્ટનરની કોઈ પોસ્ટ પસંદ ન આવતા તેના પર ગુસ્સો કરે છે અને તેને જેમતેમ ખરાબ બોલવા લાગે છે. ઘણા કેસોમાં એવું પણ જોવા મળ્યું છે કે તેઓ પાર્ટનરને એ નાપસંદ પોસ્ટ હટાવવા માટે દબાણ કરે છે. કારણ ગમે તે હોય પણ આ રીતે જીવનસાથી પર તમારી ઇચ્છા મૂકવી કે થોપવી તે બિલકુલ યોગ્ય નથી. જો તમને એ પોસ્ટ પસંદ નથી, તો તમે તેને અવગણો અને આગળ વધી જાવ.

3. વિવાદને આગળ લાવો નહીં:

image source

કેટલાક લોકોને એવી આદત હોય છે કે, કોઈપણ નાની મોટી સામાન્ય વાત કે વસ્તુ હોય તેને ફેસબુક પર પોસ્ટ કરી જ દે હોય છે, પછી ભલે ગમે તે થાય. જ્યારે આવા લોકોનું પોતાના પાર્ટનર સાથે કોઈ મુદ્દે વાદ- વિવાદ થાય છે, ત્યારે તેઓ તેને પણ વગર વિચાર્યે પોસ્ટ કરી દે છે. આનાથી વ્યક્તિગત બાબતો સામાજિક ડોમેનમાં આવી જાય છે અને લોકો તેનો આનંદ માણવાનું શરૂ કરી દે છે. આમ કરવાનું ટાળો, નહીં તો તમારી છબી ખરાબ થઈ જઈ શકે છે.

4. અનફ્રેન્ડ અથવા અવરોધિત (બ્લોક) કરશો નહીં:

image source

જીવનસાથી સાથે કોઈ સામાન્ય નાનો વિવાદ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર તેમને અવરોધિત કરનારા લોકોની હવે કોઈ કમી રહી નથી. આમ ન કરવું જોઈએ. છેવટે, લડ્યા પછી પણ તમે એક જ બની રહેવાના છો, પરંતુ ફેસબુક પર આમ પોસ્ટ કરવાથી લોકો તમારા પર હસસે અને મજાક ઉડાવશે.

5. ઘનિષ્ઠ ફોટા (ઇન્ટિમેન્ટ) મુકશો નહીં:

image source

આજકાલ એક એવો ટ્રેન્ડ બની ગયો છે કે લોકો તેમના પાર્ટનર સાથેના ઘનિષ્ઠ ફોટા સોશિયલ મીડિયા પર મૂકે છે અને જ્યારે તેને લાઈક મળે છે ત્યારે તેઓ ખુશ થાય છે. પરંતુ ભૂલશો નહીં કે સોશિયલ મીડિયા પર તમારા સંપર્કમાં તમામ પ્રકારના લોકો હોય છે.

image source

આમાં તમારા પરિવારના વડીલો અને તમારા પોતાના ઘરના યુવાન લોકો પણ સામેલ હોઈ શકે છે. એટલે તમે ઘનિષ્ઠ ફોટા (ઇન્ટિમેન્ટ) મૂકશો એ સારું નહીં લાગે. સોશિયલ મીડિયા પર સૌજન્ય જાળવવું મહત્વપૂર્ણ બાબત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ