કટોકટીના સમયે લોક્ડ થયેલા મોબાઈલમાંથી ઇમર્જન્સી કોલ કેવી રીતે કરવો ? જાણો જરૂરી માહિતી
આજે દેશના લગભગ 70-80 ટકા લોકો જોડે સ્માર્ટ ફોન આવી ગયો છે. અને લોકો તેમાં પોતાની પર્સનલ માહીતીઓ રાખતા થઈ ગયા છે.
એમ કહો કે તે એક તીજોરી સમાન નાનકડું યંત્ર જ બની ગયું છે.

અને તીજોરીમાં જેમ તાળા મારવામાં આવે છે તેવી જરીતે હવે મોબાઈલને પણલોક કરી શકાય છે અને પોતાની માહિતિને અંગત રાખવા માટે મોટા ભાગના લોકો પોતાના ફોનમાં લોક રાખતા હોય છે.
પણ ઘણીવાર ઇમર્જન્સીમાં આ લોક બીજી વ્યક્તિ દ્વારા ખુલતું નથી અને પછી ઘણું મોડું થઈ જાય છે.

ઘણીવાર આપણી સાથે એવું બનતું હોય છે કે આપણો ફોન ખોવાઈ જાય અથવા તો ક્યાંક આપણે ભુલી ગયા હોઈએ, અથવા તો રસ્તામાં ચક્કર આવ્યા અને બેભાન થઈ ગયા હોઈએ ત્યારે જે વ્યક્તિના હાથમાં તે મોબાઈલ આવે છે
તેને તે મોબાઈલ પાછો આપવો હોય કે પછી તમારી મદદ કરવી હોય તેમ છતાં તેઓ તમારી મદદ ન કરી શકે

કારણ કે તે મોબાઈલમાં લોક લાગેલું હોય છે અને મોબાઈલ મેળવનાર વ્યક્તિ તેને ખોલી નથી શકતાં માટે મોબાઈલમાં સેવ કરેલા નંબર પર ફોન કરીને તે મોબાઈલ ધારકની ઓળખીતી વ્યક્તિને ફોન કરીને જણાવી નથી શકતી કે તેમને ફલાણા-ફલાણા ભાઈ કે બહેનનો ફોન મળ્યો છે કે પછી મોબાઈલ ધારક કોઈ મુશ્કેલીમાં છે !
આવી જ સમસ્યા જ્યારે ફોન ધારકને કોઈ અકસ્માત નડે છે અને જ્યારે તેના ઓળખિતાઓને જાણ કરવાની જરૂર પડે છે ત્યારે પણ નડતી હોય છે.

તાજેતરમાં અમદાવાદમાં એક કરુણ ઘટના ઘટી ગઈ જેમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી બાઈક પર આવતા બે સગા ભાઈઓ નયન રામ અને જયેશ રામનું બીઆરટીએસની હડફેટે આવતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માત થતાં જ ત્યાં લોકોનું ટોળુ થઈ ગયું હતું અને તરત જ લોકોએ મૃતકોના ફોન દ્વારા તેમના સ્વજનોનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પણ ફોન લોક હોવાથી કોઈ પણ તે લોકને ખોલી ન શક્યું હતું અને માટે યુવાનોના પરિવાર જનોને ખબર આપતા વાર લાગી હતી.
/cdn.vox-cdn.com/uploads/chorus_image/image/63258530/akrales_190318_3299_0011.0.jpg)
પણ ભવિષ્યમાં આવી સમસ્યા કટોકટીના સમયે ન નડે તે માટે અમે આજે એક મહત્ત્વની માહિતી લાવ્યા છે જેને મેળવીને તમે ઇમર્જન્સીના સમયે કોઈ પણ લોક્ડ ફોનથી ફોન ધારકના સ્વજનનો સંપર્ક કરી શકશો.
આવું લોક ફોન ધારક પોતાની માહિતીઓ સેફ રાખવા માટે પણ કરતા હોય છે તો વળી મોબાઈલમાં આવતીકેટલીક એપ્લિકેશનો તેમને મોબાઈલને લોક મારવા જણાવતી હોવાથી પણ કરતા હોય છે.
જેને તેઓ નંબર અથવા તો પેટર્ન દ્વારા લોક કરે છે. અને જ્યારે આવો કટોકટીનો સમય આવે છે ત્યારે તે લોકને ખોલવું અશક્ય બની જાય છે.
સ્માર્ટ ફોનમાં એક ખાસ સેવા આપવામાં આવી છે તે છે ઇમર્જન્સી કોલની પણ તેનો ઉપયોગ આપણે ભાગ્યે જ કરતા હોઈએ છે.વાસ્તવમાં જો તમે ઇમર્જન્સી કોલમાં તમારા સ્વજનોનો નંબર એડ કર્યો હોય તો ફોન પર લોક લાગેલું હોવા છતાં તમે આ નંબરો પર તો સંપર્ક કરી જ શકો છો.

અને અહીં તમે એક નહીં પણ પાંચ-છ નંબર સેવ કરી શકો છો. આમ ઇમર્જન્સી બટનને દબાવતા જ તેમાં સેવ કરેલા નંબરનું ડાયલોગ બોક્ષ ખુલી જાય છે અને તેના પર ગમે તે એક પર ટેપ કરીને તમે તેમનો સંપર્ક ફોન લોક હોવા છતાં પણ કરી શકો છો.
લોક્ડ મોબાઈલમાંથી ઇમર્જન્સી કોલ કેવી રીતે કરવો ?

સ્ટેપ વનઃ સૌપ્રથમ તમારે તે વ્યક્તિનો ફોન મેળવવો ત્યાર બાદ તેના ફોનને ચાલુ કરવો
સ્ટેપ ટુઃ ફોન ચાલુ કરતાં જ તેનું લોક ખોલવાનું પેડ આવી જશે જેની નીચે ઇમર્જન્સી કોલનું પણ ઓપ્શન હશે.
સ્ટેપ થ્રીઃ હવે આ ઇમર્જન્સી કોલ પર ટેપ કરવું.

સ્ટેપ ફોરઃ ઇમર્જન્સી કોલ પર ટેપ કરતાં જ એકબીજો સ્ક્રીન ખુલશે તેમાં ઉપરની તરફ પ્લસ (+)ની નિશાની હશે તેના પર ટેપ કરવું.
સ્ટેપ ફાઇઃ તેના પર ટેપ કરતાં જ મેક એન ઇમર્જન્સી કોલનું ડાઇલોગ બોક્ષ ખુલશે તેના પર ઓકે પર ટેપ કરવું.
સ્ટેપ સીક્સઃ હવે ઓકે પર ટેપ કરતાં જ તેમાં સેવ કરવામાં આવેલા નંબર પર કોલ જશે. આમ તમે લોક્ડ ફોનથી પણ ફોન કરી શકશો.

તમારા નજીકના સગાઓના નામ ફોનમાં સંબંધ દર્શાવીને સેવ કરો
સામાન્ય રીતે લોકો પોતાના ફોનમાં પોતાના પતિ-પત્ની, ભાઈ-બહેન અને બાળકોના “નામ” સેવ કરે છે.

અને હવે તો કેટલાક લોકો પોતાના માતાપિતાના નામ પણ અલગ રીતે સેવ કરે છે પણ વાસ્તવમાં આ નામ તમારે તમારા સંબંધ દર્શાવે તે રીતે સેવ કરવા જોઈએ જેથી કરીને આવી ઇમર્જન્સીની ઘડીએ અજાણી વ્યક્તિ તમારા ફોનમાંથી સીધા જ તમારા સ્વજન સાથે વાત કરી શકે.
અકસ્માતમાં ઝડપી મદદ મેળવવા માટે મોબાઈલ સિવાય પર્સમાં પણ ઇમર્જન્સી નંબર રાખવો

ઉપર જણાવ્યું તેમ મોબાઈલ ફોનમાં લોક ન ખુલે અથવા તો ઇમર્જન્સી કોલ માટે મોબાઈલમાં કોઈ નંબર સેવ કરવામા ન આવ્યો હોય તેવા સંજોગોમાં તમારે તમારા પર્સમાં તમારા સ્વજનનો અથવા તમને જેમના દ્વારા સૌથી વધારે ઝડપથી મદદ મળી રહે તેવી વ્યક્તિનો નંબર કોઈ કાર્ડ કે પછી કાગળિયા પર લખીને રાખવો જોઈએ.
જેથી કરીને તમારી મદદ કરનાર વ્યક્તિ માટે તમને મદદ કરવી સરળ રહે. આ નંબર સ્વચ્છ અક્ષરોમાં લખેલા હોવા જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ