તમારે છે વાઇટ હેર? તો જાણી લો પહેલા તેની પાછળના આ કારણો

શા માટે વાળ થાય છે ધોળા ? નાની ઉંમરે વાળ ધોળા થવા પાછળનું કારણઅને તેના ઉપાયો

આપણે ઘણીવાર એવું જોતાં હોઈએ છે કે કેટલાક લોકોને નાની ઉંમરે ધોળા વાળ આવી જાય છે તો કેટલાક લોકો પચ્ચાસ વટાવ્યા છતાં પણ એક પણ ધોળો વાળ નથી ધરાવતા હોતા.

કેટલાકનું એવું માનવું છે કે ચિંતા થવાથી અથવા માનસિક તાણમાં રહેવાથી માથામાં ટાલ પડે છે અને વાળ ધોળા થાય છે પણ વાસ્તવમાં તેની પાછળ માત્ર માનસિક કારણ જ જવાબદાર નથી પણ શરીરમાં કેટલાક તત્ત્વોની ઉણપના કારણે પણ નાની ઉંમરે ધોળાવાળ થવા લાગે છે.

image source

અને આ સમસ્યા કોઈ અમુક ચોક્કસ નાના વર્ગ સુધી જ મર્યાદીત નથી પણ આજે કરોડો લોકો પ્રિમેચ્યોર હેર ગ્રેઇંગની સમસ્યાથી પિડાઈ રહ્યા છે. આજની તારીખમાં 50નીં ઉંમર વટાવ્યા બાદ લગભગ 50 ટકા લોકોના વાળ 50 ટકા કરતાં પણ વધારે ધોળા થઈ ગયા છે.

ઉંમર કરતાં વહેલા વાળ ધોળા થવા કોને કહેવાય?

image source

20 વર્ષની ઉંમર પહેલાં વાળ ધોળા થવા લાગે તો તેને પ્રિમેચ્યોર હેર ગ્રેઇંગ કેહવાય. અને આ ઉંમરે વાળ ધોળા થવા એટલે યુવાનીમાં વૃદ્ધ થઈ જવા જેવી લાગણી. ભારતીય સમાજમાં નાની ઉંમરે ધોળા વાળ એટલે એક સામાજીક પ્રશ્ન.

image source

આ સમસ્યા 20 વર્ષ પહેલાં જોવા મળે છે પણ કેટલાક કીસ્સામાં તો ધોળા વાળ માત્ર 10 વર્ષની ઉંમરે આવવા લાગે છે. અને જ્યારે આ સમસ્યાનો કાયમી ઉપાય નહીં શોધીને કેમિકલ યુક્ત હેરકલરનો રસ્તો અપનાવવામાં આવે છે ત્યારે વાળને ઓર વધારે નુકસાન થાય છે.

માથાના વાળ રંગ કેવ રીતે બદલે છે ?

માથાના વાળનો રંગ શરીરમાંના કુદરતી રંગદ્રવ્યો કે જેને મેલેનીન કહેવામાં આવે છે તેનાથી મળે છે.

image source

માણસના હેર ફોલીકલ્સ બે પ્રકારના મેલેનીન ધરાવે છે.

બ્લેક-બ્રાઉન રંગદ્રવ્યો હોય છે જેને યુમેલેનીન કહે છે જે ખાસ કરીને બ્રાઉન અને બ્લેક વાળમાં હાજર હોય છે, બીજો પ્રકારછે પીળા અને લાલ રંગદ્રવ્યો વાળો જેને ફ્યોમેલેનીન કહે છે જે લાલ અને બ્લોન્ડ હેરમાં હાજર હોય છે.

નાની ઉંમરે વાળ ધોળા થવા માટે શું જવાબદાર છે ?

image source

નિષ્ણાત ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે વધતી ઉંમરે શરીરની મેલેનોસાઇટ એક્ટીવીટી ધીમી પડી જાય છે અથવા તો બંધ થઈ જાય છે, અને માટે જ વાળને જે રંગ દ્રવ્યો મળવા જોઈએ તે બંધ થઈ જાય છે અને તેના કરાણે વાળ ધોળા થવા લાગે છે.

જો કે તેની પાછળનું કારણ જાણવા માટે વધારે સંશોધન ચાલી રહ્યા છે. પણ અહીં અમે તમને કેટલીક સ્થિતિઓ જણાવીશું જે નાની ઉંમરે ધોળાવાળ થવા પાછળ જવાબદાર હોઈ શકે છે.

image source

– વિટામિન બી 12ની ઉણપ

– વિટામિન બી 12ની ઉણપના કારણે હીમોગ્લોબીન નીચું આવવાથી.

– ક્વોશિયોરકોર, સેલિયાક રોગના કારણે શરીરમાં પ્રોટિનની ખોટ સર્જાવાથી.

– આનુંવાંશિક પરિબળો એટલે કે તમારા ઘરના વડીલોને પણ જો વહેલી ઉંમરે ધોળા વાળ આવી ગયા હોય તો તમારી સાથે પણ તેવું થઈ શકે છે.

image source

– પાંડુરોગના કારણે

– શરીરમાં આયર્ન અને કોપરની ઉણપના કારણે

– હાઇપો થાઇરોડીઝમ

– માનસિક તાણના કારણે

– ડાઉન સિન્ડ્રોમ

image source

– આ ઉપરાંત કેટલીક દવાઓ લેવાની આડઅસરથી પણ નાની ઉંમરે વાળ ધોળા થઈ શકે છે.

પ્રિમેચ્યોર ગ્રેઇંગ હેર કોને કહેવાય ?

પુરુષોમાં ઉપર જણાવ્યું તેમ 40થી 50 વર્ષની ઉંમર થાય તે પહેલાં લમણામાં ધોળા વાળ આવવા લાગવા. ત્યાર બાદ ધીમે ધીમે માથાની પાછળની બાજુ ધોળા વાળ આવવા લાગે છે. જ્યારે સ્ત્રીઓમાં નાની ઉંમરે ધોળા વાળ આવવાની શરૂઆત કપાળ નજીકના વાળથી થાય છે.

image source

નાની ઉઁમરે ધોળા થતાં વાળને કેવી રીતે અટકાવવા ?

ઘણા બધા સંશોધન છતાં નાની ઉંમરે ધોળા વાળ થવા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ નથી શક્યું. અને તેના માટે કોઈ અસરકારક સારવાર ઉપલબ્ધ નથી. તેમ છતાં કેટલીક સારવાર કેટલાક કિસ્સાઓમાં કામ આપી જાય છે. તો ચાલો જાણીએ આ ટ્રીટમેન્ટ વિષે.

– જો તમે ડોક્ટર પાસે આ માટે સલાહ લેવા જશો તો તે તમને બી વિટામીન્સનો પુરક ખોરાક આપશે અને સાથે સાથે થાઇરોક્સિન ટેબલેટ પણ લખી આપશે. જો તમારા શરીરનું પરિક્ષણ કર્યા બાદતમારામાં બી વિટામીન્સની ખોટ જણાય તો અને હાઇપોથાઇરોડીઝમના લક્ષણ જોવા મળે તો.

image source

– જો તમારા વાળ સૂર્યના આકરા તાપના કારણે ધોળા થયા હોય તો તેનો ઉપાય તમે સ્પેશિયલ શેમ્પુ દ્વારા કરી શકો છો. એટલે કે જે શેમ્પુમાં યુવી શોષવાની શક્તિ સમાયેલી હોય તેવા શેમ્પુનો ઉપયોગ કરીને તમે તમારા વાળ ધોળા થતાં અટકાવી શકો છો.

– આ સિવાય જો શુર્યના અલ્ટ્રા વાયોલેટ કીરણોથી તમારા વાળ ધોળા થયા હોય તો સંશોધકો દ્વારા યુવી બ્લોકર્સ પણ વિકસાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ કોસ્મેટિક્સમાં કરવામાં આવે છે અને વાળના પ્રસાધનોમાં પણ કરવામાં આવે છે.

image source

તો તમે આ પ્રકારના પ્રસાધનનો પણ ઉપયોગ કરી શકો છો.

– એન્ટી એજિંગ ધરાવતા તત્ત્વોવાળા પદાર્થ જેવા કે ગ્રીન ટી કે જેમાં પોલીફેનોલ્સ, સેલેનિયમ, કોપર, ફાયટોએસ્ટ્રોજન્સ અને મેલાટોનીન હોય છે તેનો ઉપયોગ પણ ધોળાવાળ થતાં અટકાવી શકે છે.

– આ સિવાય તમે હોર્મોનલ એન્ટી એજિંગ પ્રોટોકોલ્સનો પણ ઉપોયગ કરી શકો છો. તેના ઉપયોગના પરિણામ સ્વરૂપ વાળની જાડાઈ, વાળનો ગ્રોથ અને કેટલાક કેસમાં વાળ કાળા થતાં પણ જોવા મળ્યા છે.

– આ ઉપરાંત કેટલાક એન્ટીઓક્સીડન્ટ્સથી પણ તમારા વાળ ધોળામાંથી કાળા બની શકે છે.

image source

જો કે હાલ આ પ્રયોગ પ્રાણીઓ પુરતો જ મર્યાદીત છે અને હજુ સુધી માનવજાતી પર તેનો કોઈ જ પ્રયોગ કરવામાં નથી આવ્યો. પ્રાણીઓ પર કરવામાં આવેલા સંશોધનમાં ઘણા બધા નોંધનીય પરિણામો જોવા મળ્યા છે.

બની શકે કે ભવિષ્યમાં આ પ્રયોગ માનવજાતી પર પણ કરવામા આવે અને તેના પરિણામ હકારાત્મક આવે અને તમારી નાની ઉંમરે વાળ ધોવાની સમસ્યા દૂર થઈ શકે !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ